________________
વિશેષણીભૂત ખ, ખત્વાદિ-અભાવ છે.
(૫) સમવેતસમતવિશેષણતાસનિકર્ષ : આ સન્નિકર્ષથી શબ્દસમવેત જે કત્વાદિ છે, તેમાં ખત્વાદ્યભાવનું પ્રત્યક્ષ થાય છે. કારણ કે શ્રવણેન્દ્રિયમાં સમવેતસમવેત જે “ત્વાદિ' જાતિઓ છે, તેમાં વિશેષણીભૂત ખત્વાદિ-અભાવ છે.
આ દ્રષ્ટાંતોથી એ સ્પષ્ટ થાય છે કે અભાવનું પ્રત્યક્ષ કોઈક અધિકરણવિશેષમાં કરાય છે અને એ અધિકરણના પરિવર્તનથી સક્નિકર્ષમાં પરિવર્તન દેખાય છે, અભાવીય પ્રતિયોગીના પરિવર્તનથી નહીં.
વિશેષાર્થ :
શંકા : સુગંધાદિને સુંઘવાથી પુષ્પાદિ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે, એવી જ રીતે રસનેન્દ્રિયથી રસનું જ્ઞાન થવાની સાથે ‘યં શરા' ઇત્યાકારક દ્રવ્યનું જ્ઞાન પણ થતું જણાય છે, તો પછી “ઘાણાદીન્દ્રિય ગુણગ્રાહક છે વગેરે એવું ન્યાયબોધિનીકારે શા માટે કહ્યું?
સમા. : ધ્રાણેન્દ્રિયથી ગબ્ધ ગુણનું જ પ્રત્યક્ષ થાય છે. પુષ્પાદિદ્રવ્યનું ગન્ધાત્મક હેતુથી અનુમાન કરાય છે. એવી જ રીતે રસનેન્દ્રિયથી જ્યારે આમ્રરસનું જ્ઞાન થાય છે ત્યારે ત્વગિન્દ્રિયથી એ આમ્રદ્રવ્યનું પ્રત્યક્ષ મનાશે અથવા પ્રત્યક્ષ ન થાય તો તે આમ્રદ્રવ્યનું રસાત્મક હેતુથી અનુમાન મનાશે.
(प०) प्रत्यक्षेति। तच्च प्रत्यक्षं षड्विधं घ्राणज-रासन-चाक्षुष-श्रौत्र-त्वाचमानसभेदात्। ननु प्रत्यक्षकारणीभूतेन्द्रियनिष्ठप्रत्यक्षसामानाधिकरण्यघटकः संनिकर्षः क इत्यपेक्षायां तं विभज्य दर्शयति-प्रत्यक्षेति। लौकिकप्रत्यक्षेत्यर्थः॥
* પદકૃત્ય * તે પ્રત્યક્ષજ્ઞાન પ્રાણજ, રાસન, ચાક્ષુષ, શ્રાવણ, ત્વાચ અને માનસના ભેદથી છ પ્રકારનું છે. અહીં પ્રશ્ન એ છે કે હંમેશા કાર્ય અને કારણમાં સામાનાધિકરણ્ય (એકાધિકરણવૃત્તિત્વ) હોય છે, આથી જ ચાક્ષુષાદિ પ્રત્યક્ષજ્ઞાન સ્વરૂપ કાર્ય અને એના કારણભૂત ઇન્દ્રિય વચ્ચે પણ સામાનાધિકરણ હોવું જોઈએ, તો તે સામાનાધિકરણ્યના ઘટક = જણાવનારા સક્નિકર્ષ કયા છે ? એવી અપેક્ષા થતા મૂલકાર સન્નિકર્ષોનું વિભાજન કરીને બતાવે છે ‘પ્રત્યક્ષજ્ઞાનદેતુ....' ઇત્યાદિ દ્વારા.
કહેવાનો આશય એ છે કે અહીં પ્રત્યક્ષજ્ઞાન એ કાર્ય છે, ઇન્દ્રિય કારણ છે તથા અધિકરણ ઘટપટાદિ દ્રવ્યો છે. હવે એક જ અધિકરણમાં બે કે તેથી વધુ આધેયો રહે તો તે એકબીજાના સમાનાધિકરણ કહેવાય છે. તેથી અહીં પ્રત્યક્ષજ્ઞાન સ્વરૂપ કાર્ય અને ઇન્દ્રિય સ્વરૂપ કારણ સમાનાધિકરણ કહેવાય છે. હવે પ્રત્યક્ષ જ્ઞાનનું ઇન્દ્રિય જે સમાનાધિકરણ છે તેમાં સમાનાધિકરણત્વ = સામાનાધિકરણ્ય રહેલું છે. તેને જણાવનારા સનિક કયા છે ? તે અપેક્ષાએ સર્ષોિનો વિભાગ કરીને જણાવે છે. એટલે કે કારણસ્વરૂપ ઇન્દ્રિય કાર્યના અધિકરણ દ્રવ્યાદિ વિષયમાં કયા સંબંધથી રહે છે તે જણાવે છે.