________________
૧૩૧
સ્વરૂપ કાર્ય, દ્રવ્યમાં દ્રવ્યવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી છે કારણ કે જ્ઞાન પોતાના વિષયમાં વિષયતાસંબંધથી રહે છે અને ‘લૌકિક’ કહેવાનો આશય એ છે કે મુક્તાવલ્યાદિ ગ્રન્થોમાં કથિત જ્ઞાનલક્ષણા, સામાન્યલક્ષણાદિ અલૌકિક વિષયતા લેવાની નથી. પરંતુ ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના સન્નિકર્ષથી ઉત્પન્ન થતા ઘટાદિજ્ઞાનને લૌકિકપ્રત્યક્ષ કહેવાય છે અને એ પ્રત્યક્ષના ઘટાદિ વિષયને લૌકિક-વિષય કહેવાય છે. તેથી ઘટાદિદ્રવ્યસ્વરૂપ વિષયમાં લૌકિકવિષયતા રહી. આ ઘટાદિદ્રવ્યવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી ‘ચાક્ષુષપ્રત્યક્ષ’ ઘટાદિ દ્રવ્યમાં રહેશે અને ચક્ષુસંયોગસ્વરૂપ કારણ પણ એ જ દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેશે.
હા! તાર્દશ ચાક્ષુષપ્રત્યક્ષ ભલે સમવાયસંબંધથી આત્મામાં રહે છે, પરંતુ ચક્ષુસંયોગરૂપી કારણ ઘટમાં હોવાથી કાર્યને પણ વિષયમાં બતાવ્યું છે જેથી કાર્ય-કારણમાં સામાનાધિકરણ્યનો લાભ પ્રાપ્ત થાય. (નોંધ : કાર્યનો સંબંધ પૂર્વની જેમ રહેવા છતાં પણ કારણીભૂત જે સન્નિકર્ષ છે, તે સમવાયાત્મક હોવાથી સ્વરૂપસંબંધ જ કારણતાનો અવચ્છેદક સંબંધ થશે, પહેલાની જેમ સમવાય નહીં. આગળ પણ જ્યાં જ્યાં સમવાયસંબંધ આવે છે ત્યાં ત્યાં કારણતાનો અવચ્છેદક સંબંધ ‘સ્વરૂપ’ જ સમજવો.)
(૨) ઘટાદિદ્રવ્યમાં સમવેત રૂપાદિ ગુણ, હલન-ચલનાદિ ક્રિયા, ઘટત્વાદિ જાતિના દ્રવ્યસમવેતવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી ચાક્ષુષ-પ્રત્યક્ષની પ્રતિ, ‘ચક્ષુસંયુક્તસમવાય’ કારણ બનશે. કારણ કે ચક્ષુથી સંયુક્ત ઘટ, એમાં સમવાયસંબંધથી રૂપાદિ રહેલા છે.
નવ્યશૈલીમાં
(કાર્ય) ઘટાદિદ્રવ્યસમવેત વિષયકચાક્ષુષપ્રત્યક્ષ
લૌકિક વિષયતા
સંબંધ
(કારણ) ચક્ષુસંયુક્તસમવાય
લૌકિક વિષયતા સંબંધ
સ્વરૂપ સંબંધ
સમવાય:।'
ઘટાદિસમવેતરૂપાદિ
(૩) ઘટાદિદ્રવ્યમાં સમવેત જે રૂપાદિ ગુણ છે તેમાં સમવેત રૂપત્વાદિ જાતિના દ્રવ્યસમવેતસમવેતવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી ચાક્ષુષજ્ઞાનની પ્રતિ ‘ચક્ષુસંયુક્તસમવેતસમવાય’ સન્નિકર્ષ કારણ બનશે. કારણકે ચક્ષુથી સંયુક્ત ઘટ, એમાં સમવેતરૂપાદિ, એમાં સમવાયસંબંધથી રૂપત્વાદિ (કાર્ય) જાતિ રહેલી છે. ઘટાદિદ્રવ્યસમવેતસમવેત વિષયકચાક્ષુષપ્રત્યક્ષ
(કારણ) ચક્ષુસંયુક્તસમવેત
સમવાય
→
'किकविषयतासंबन्धावच्छिन्नचाक्षुषत्वावच्छिन्नकार्यतानिरूपितस्वरूपसंबन्धावच्छिन्नकारणतावत्वक्षुसंयुक्त
- સ્વરૂપ સંબંધ
ઘટાદિસમવેતસમવેત રૂપત્વાદિ
'द्रव्यसमवेतगुणादिवृत्तिलौ
નવ્યશૈલીમાં → ‘દ્રવ્યસમવેતસમવેત (પાદ્રિ)- વૃત્તિૌઋિવિષયતાતંત્રન્ધાવ – ચ્છિન્ન(પત્તાવિપ્રત્યક્ષનિષ્ઠ) ચાક્ષુષત્વાવच्छिन्नकार्यतानिरूपितस्वरूपसंबन्धावच्छिन्नकारणतावत्वक्षुसंयुक्तसमवेतसमवायः'