________________
૨૨૬ ધ્વસ પણ ન થઈ શકે તેથી ઇન્દ્રિય-પદાર્થના સન્નિકર્ષથી જન્ય ઇન્દ્રિયપદાર્થ-સક્નિકર્ષનો ધ્વસ પણ કહેવાય છે.
પરંતુ લક્ષણમાં જ્ઞાન'પદના ઉપાદાનથી ઇન્દ્રિય અને પદાર્થસક્નિકર્ષના ધ્વંસમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે “ઇન્દ્રિય અને પદાર્થસન્નિકર્ષનો ધ્વંસ એ જ્ઞાન સ્વરૂપ નથી.
* જો લક્ષણમાં જે જન્ય જ્ઞાન હોય તે પ્રત્યક્ષપ્રમા છે એટલું જ કહીએ તો અનુમિતિ વગેરે પણ જન્યજ્ઞાન તો છે જ. તેથી અનુમિતિ વગેરેમાં અતિવ્યાપ્તિ આવે છે.
પરંતુ ‘ક્રિયાર્થસંસિર્ષના ઉપાદાનથી અનુમિતિ વગેરેમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણકે અનુમિતિ વગેરે તો વ્યાપ્તિજ્ઞાનાદિથી જન્ય છે.
શંકા : “ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી પ્રત્યક્ષજ્ઞાન થાય છે એવું તમે કહ્યું તો પછી જે વ્યક્તિએ ચશ્મા પહેરેલા છે, એને ઘટાદિ પદાર્થનું જ્ઞાન કેવી રીતે થશે? કારણ કે ચક્ષુ અને ઘટની વચ્ચે કાચનું વ્યવધાન હોવાથી ચક્ષુનો પદાર્થની સાથે સક્નિકર્ષ થતો નથી.
વળી ગંગા જલમાં રહેલા અભ્યાદિ જંતુનું પણ ચક્ષુ દ્વારા ગ્રહણ કેવી રીતે થાય? કારણ કે ચક્ષુ અને મત્સ્યાદિની વચ્ચે જલનું વ્યવધાન છે.
સમા. : એ પ્રમાણે તમારે નહીં કહેવું. કારણ કે દ્રવ્ય બે પ્રકારના હોય છે (૧) સ્વચ્છ અને (૨) અસ્વચ્છ. પથ્થરની બનાવેલી ભીંતાદિ અસ્વચ્છ દ્રવ્ય છે જ્યારે દર્પણ, સ્વચ્છ જલાદિ એ સ્વચ્છ દ્રવ્ય છે.
અસ્વચ્છ દ્રવ્ય ભલે તૈજસ પદાર્થને રોકે છે પરંતુ સ્વચ્છ દ્રવ્ય તૈજસ પદાર્થને રોકતું નથી. ચક્ષુ તૈજસ પદાર્થ છે તેથી કાચ કે સ્વચ્છજલાદિની અંદર ચક્ષુનો પ્રવેશ સંભવ છે. અર્થાત્ કાચાદિનું વ્યવધાન હોવા છતાં પણ ચક્ષુનો પદાર્થની સાથે સક્નિકર્ષ થઈ શકે છે.
અને હા! “ન્દ્રિયાર્થસસિર્ષનચું જ્ઞાન પ્રત્યક્ષદ્' પ્રત્યક્ષપ્રમાનું આ લક્ષણ ઈશ્વરના નિત્યજ્ઞાનમાં જતું ન હોવાથી અવ્યાપ્તિ આવે છે. એવું તમારે નહીં કહેવું કારણ કે અમે અહીં જન્યપ્રત્યક્ષજ્ઞાનને જ લક્ષ્ય બનાવ્યું છે. ' વિશેષાર્થ : પ્રત્યક્ષ શબ્દના ત્રણ અર્થ થાય છે પ્રત્યક્ષજ્ઞાનનો વિષય, પ્રત્યક્ષપ્રમાણ = ઇન્દ્રિય અને પ્રત્યક્ષજ્ઞાન. અહીં “પ્રત્યક્ષ” શબ્દ જ્ઞાન અર્થમાં છે તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે....
અતિ વ્યાખ્યોતિ વિષયમ્ રૂતિ પ્રત્યયઃ' = પોતાના વિષયને જે વ્યાપ્ત થાય તે અક્ષ = ઇન્દ્રિય છે અને અક્ષ પ્રતિતિં તશ્રિતં પ્રત્યક્ષ= ઇન્દ્રિયને આશ્રયીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષજ્ઞાન છે.
નિર્વિકલ્પક જ્ઞાન मूलम् : तत्र निष्प्रकारकं ज्ञानं निर्विकल्पकम् ॥ તત્ર = પ્રત્યક્ષજ્ઞાનના જે નિર્વિકલ્પક અને સવિકલ્પક એમ બે ભેદ બતાવ્યા છે, તેમાં પ્રકાર રહિત જે જ્ઞાન છે, એને “નિર્વિકલ્પક જ્ઞાન કહેવાય છે.