________________
૧૨૪ તરીકે માની લઈશું. કારણ કે ઇન્દ્રિય અને મનનો સંયોગ ચક્ષુ આદિ ઇન્દ્રિયથી જન્ય પણ છે અને ચક્ષુ આદિ ઇન્દ્રિયથી જન્ય ચાક્ષુષાદિ જ્ઞાનનો જનક પણ છે. કારણ કે ચાક્ષુષાદિ જ્ઞાન કરવા માટે કેવી રીતે ઇન્દ્રિયને બહિર-સક્નિકર્ષ ઉપયોગી છે તેવી જ રીતે ઇન્દ્રિયનો મનની સાથે અંત-સંયોગ પણ આવશ્યક છે. આમ, ઇન્દ્રિય-મનસંયોગ વ્યાપાર બનવાથી ચક્ષુ વગેરે ઇન્દ્રિય કરણ બની શકશે.
તથા ‘મહં સુરવી' “મદં ટુકવી' ઇત્યાદિ માનસપ્રત્યક્ષની પ્રતિ ચક્ષુ આદિ ઇન્દ્રિય અને મનના સંયોગને તો કારણ નહીં માની શકાય કારણ કે તે તો રૂપાદિ પ્રતિ કારણ છે. હા, સંયુક્તસમયવાયસંબંધથી મન સુખાદિનું જ્ઞાન કરે છે પરંતુ સમવાય નિત્ય હોવાથી એને પણ વ્યાપાર ન માની શકાય તેથી સુખાદિના જ્ઞાનમાં આત્મા-મનસંયોગને જ વ્યાપાર તરીકે જાણવો.
(प०) तत्रेति प्रमाणचतुष्टयमध्ये । दण्डादिवारणाय ज्ञानेति ।अनुमानादिवारणाय પ્રત્યક્ષેતિ
* પદકૃત્ય * મૂળમાં જે “તત્ર' પદ આપ્યું છે, તેનો અર્થ પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણની મધ્યમાં એવો કરવો.
* પ્રત્યક્ષ પ્રમાણના લક્ષણમાં કરાં પ્રત્યક્ષદ્' એટલું જ કહીએ તો દંડાદિમાં અતિવ્યાપ્તિ આવશે. કારણકે દંડાદિ પણ ઘટકાર્યની પ્રતિ અસાધારણકારણ = કરણ તો છે જ. પરંતુ લક્ષણમાં 'જ્ઞાન' પદના ઉપાદાનથી દંડાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે દંડાદિ એ જ્ઞાનની પ્રતિ કરણ નથી. * લક્ષણમાં જ્ઞાનેશ્વરમાં પ્રત્યક્ષમ્' આટલું જ કહીએ તો અનુમાનાદિ પણ જ્ઞાનના કરણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “પ્રત્યક્ષ' પદના ઉપાદાનથી અનુમાનાદિમાં અતિવ્યાપ્તિ નહી આવે કારણ કે પ્રત્યક્ષજ્ઞાનનું કરણ તો ઇન્દ્રિય છે, અનુમાનાદિ નહીં.
પ્રત્યક્ષપ્રમા - નિરૂપણ मूलम् : (ज्ञानाकरणकं ज्ञानं प्रत्यक्षम् ) इन्द्रियार्थसन्निकर्षजन्यं ज्ञानं प्रत्यक्षम्। तद् द्विविधम् - निर्विकल्पकं सविकल्पकं चेति ।
(જ્ઞાન જેમાં કરણ નથી બનતું એવા જ્ઞાનને પ્રત્યક્ષપ્રમાં કહેવાય છે.) ચક્ષુ વગેરે ઇન્દ્રિય અને ઘટાદિ પદાર્થના સન્નિકર્ષથી જન્ય જ્ઞાનને “પ્રત્યક્ષપ્રમા' કહેવાય છે. તે બે પ્રકારે છે – નિર્વિકલ્પક અને સવિકલ્પક. | (ચ) પ્રત્યક્ષપ્રા નિક્ષUામુવા પ્રત્યક્ષપ્રમત્નક્ષપામી – (જ્ઞાનીરVમિતિ क्षेपकं लक्षणमिदम्। ज्ञानं-व्याप्तिज्ञानं सादृश्यज्ञानं पदज्ञानं च करणं येषां ते ज्ञानकरणका अनुमित्युपमितिशाब्दाः । ज्ञानकरणकं न भवतीति ज्ञानाकरणकम्। तत्त्वं प्रत्यक्षलक्षणम्। इदं लक्षणमीश्वरप्रत्यक्षसाधारणम्। ईश्वरप्रत्यक्षस्याजन्यत्वात्, जन्यप्रत्यक्षे इन्द्रियाणामेव