________________
૧૨૩ કારણ છે તે જ કરણ છે. એ પ્રમાણે તવેતન્.' ઈત્યાદિ મૂળગ્રન્થનો ભાવ છે. એ રીતે કરણનો વિસ્તાર પૂર્ણ થયો.
પ્રત્યક્ષપ્રમાણ - નિરૂપણ
मूलम् : तत्र प्रत्यक्षज्ञानकरणं प्रत्यक्षम् ॥ તત્ર = પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ આ ચાર પ્રમાણમાં પ્રત્યક્ષજ્ઞાનના કરણને પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે.
(न्या० ) षड्विधेन्द्रियभूतप्रमाणस्य लक्षणमाह-तत्रेति । प्रमाभूतेषू प्रत्यक्षात्मकं यज्ज्ञानं चाक्षुषादिप्रत्यक्षं तत्प्रति व्यापारवदसाधारणं कारणमिन्द्रियं भवति। अतः 'प्रत्यक्षज्ञानकरणत्वं' प्रत्यक्षस्य लक्षणम्। आद्यसंनिकर्षातिरिक्तचतुर्विधसंनिकर्षाणां समवायरूपत्वेनेन्द्रियजन्यत्वाभावाद् व्यापारत्वं न संभवतीति इन्द्रियमन:संयोगस्यैव बाह्यप्रत्यक्षे जननीये इन्द्रियव्यापारता बोध्या।मानसप्रत्यक्षेत्वात्ममन:संयोगस्यैव सा बोध्या।
છે ન્યાયબોધિની ક છ પ્રકારની જે ઇન્દ્રિય છે, તેને ન્યાયમાં પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. તે પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ મૂલકાર તત્ર પ્રત્યક્ષ...' ઇત્યાદિ ગ્રન્થથી કહે છે. પ્રત્યક્ષાદિ જે ચાર પ્રમા = જ્ઞાન છે, તેમાં પ્રત્યક્ષાત્મક જે જ્ઞાન છે અર્થાત્ ચાક્ષુષ, સ્પાર્શન આદિ જે પ્રત્યક્ષજ્ઞાન છે, તેની પ્રતિ વ્યાપારવત્ અસાધારણકારણ ઇન્દ્રિય છે. તેથી “પ્રત્યક્ષજ્ઞાનનું જે કરણ હોય તેને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે? આ લક્ષણ ઇન્દ્રિયોમાં ઘટી જાય છે. માટે છ ઇન્દ્રિય એ પ્રત્યક્ષપ્રમાણ સ્વરૂપ છે.)
શંકા : ઘટાદિ દ્રવ્યના ચાક્ષુષપ્રત્યક્ષમાં ચક્ષુરિન્દ્રિયને પ્રત્યક્ષપ્રમાણ કહી શકાય છે. કારણ કે ચક્ષુ એ વ્યાપારવત્ અસાધારણકારણ છે. તે આ પ્રમાણે સંયોગસન્નિકર્ષ ગુણ હોવાથી દ્રવ્યથી ભિન્ન પણ છે, ચક્ષુથી જન્ય પણ છે અને ચક્ષુથી જન્ય જે ઘટનું પ્રત્યક્ષ = જ્ઞાન છે, તેનો જનક પણ છે. તેથી સંયોગસન્નિકર્ષ એ વ્યાપાર બનશે અને વ્યાપારવત્ અસાધારણકારણ ચક્ષુ થશે.
પરંતુ જ્યારે રૂપ, રૂપવ, શબ્દાદિનું પ્રત્યક્ષ કરવું હોય, ત્યાં પહેલા સંયોગસનિકર્ષથી અતિરિક્ત સંયુક્ત સમવાયાદિ ચાર સનિકર્ષથી થશે. એ ચાર સન્નિકર્ષ સમવાય સ્વરૂપ છે અને સમવાય તો નિત્ય માન્યો છે. તેથી એ ચાર સન્નિકર્મ ચક્ષુ આદિ ઇન્દ્રિયથી જન્ય થશે નહીં. તો પછી એ વ્યાપાર કેવી રીતે બનશે? અને જો સંયુક્તસમવાયાદિ વ્યાપાર નહીં બની શકે તો ચાક્ષુષાદિ પ્રત્યક્ષની પ્રતિ ચક્ષુ વગેરે ઇન્દ્રિય કરણ કેવી રીતે બની શકે ?
સમા. : આવા સ્થળોમાં ચાક્ષુષાદિ પ્રત્યક્ષની પ્રતિ ઇન્દ્રિય-મનના સંયોગને વ્યાપાર