________________
૧૨૧ વિષે સમવાય આદિ ત્રણ કારણ હોય છે. દા.ત -- પટકાર્યનું સમવાયિકારણ તંતુ છે, અસમવાધિકારણ તંતુનો સંયોગ છે અને નિમિત્તકારણ તુરી, વેમા વગેરે છે.
જ્યારે અભાવપદાર્થને વિષે નિમિત્તકારણ જ હોય છે. કારણ કે અભાવ (= ધ્વંસાત્મક અભાવ) કોઈ પણ દ્રવ્યમાં સમવાયસંબંધથી ઉત્પન્ન થતો નથી. તેથી કોઈ પણ દ્રવ્ય, અભાવનું સમવાયિકારણ ન બની શકે અને જો અભાવનું સમવાયિકારણ ન હોય તો એનું અસમવાયિકારણ પણ ન જ હોય.
શંકા : સમવાય, અસમવાયિ અને નિમિત્તકારણમાંથી સાધારણકારણ કોણ કહેવાશે? અને અસાધારણકારણ કોણ કહેવાશે ?
સમા. : સમવાયિ અને અસમવાયિકારણ એ અસાધારણકારણ કહેવાય છે અને નિમિત્તકારણના બે ભેદ છે – સાધારણ નિમિત્તકારણ અને અસાધારણ નિમિત્તકારણ. દા. ત. - ઘટ કાર્યનું અસાધારણ સમવાધિકારણ કપાલ” છે, અસાધારણ અસમવાયિકારણ કપાલસંયોગ છે, અસાધારણ નિમિત્તકારણ દંડ, ચિવર, કુલાલ, ચક્ર વગેરે છે. તથા
'ईशस्तज्ज्ञानयत्नेच्छाः कालोऽदृष्टं दिगेव च। प्रागभावप्रतिबन्धकाभावी कार्ये साधारणाः स्मृताः' ॥
અર્થાતુ ઈશ્વર, ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની કૃતિ, ઈશ્વરની ઈચ્છા, કાલ, અદૃષ્ટ, દિશા, પ્રાગભાવ અને પ્રતિબંધકાભાવ એ સાધારણ નિમિત્તકારણ છે.
ટૂંકમાં – (૧) સમવાયિકારણ માત્ર દ્રવ્ય જ બને છે. (૨) અસમવાયિકારણ ગુણ અને ક્રિયા જ બને છે. (અવયવીનું અસમવાધિકારણ અવયવનો સંયોગ બને છે. અવયવીના ગુણ અને ક્રિયાનું અસમાયિકારણ અનુક્રમે અવયવના ગુણ અને ક્રિયા બને છે.) અને (૩) સમવાય અને અસમવાધિકારણ સિવાય અમુક અમુક કાર્યની પ્રતિ જે કારણ બને છે તે અસાધારણ નિમિત્તકારણ છે અને દરેક કાર્યોની પ્રતિ જે કારણ બને છે તે સાધારણ નિમિત્તકારણ છે.
કરણ - નિરૂપણ मूलम् : तदेतत् त्रिविधकारणमध्ये यदसाधारणं कारणं तदेव करणम् ॥ આ ત્રણ પ્રકારનાં કારણમાં જે અસાધારણકારણ છે, તેને જ કરણ કહેવાય છે.
(न्या०) तदेतदिति। यदसाधारणमिति। व्यापारवत्त्वे सती' त्यपि परणीयम्। अन्यथा तन्तुकपालसंयोगयोरतिव्याप्तिः । तन्तुकपालसंयोगयोरपिकार्यत्वातिरिक्तपटत्वघट-त्वावच्छिन्नं प्रति कारणत्वादसाधारणत्वमस्त्येव, इत्यतस्तत्र करणत्ववारणाय 'व्यापारवत्त्वे सती' ति करणलक्षणे विशेषणं देयम्। व्यापारत्वं तु 'तज्जन्यत्वे सति तज्जन्यजनकत्वम्'। भवति हि दण्डजन्यत्वे सति दण्डजन्यघट जनकत्वाद् भ्रम्यादेर्दण्डव्यापारत्वम्। एवं कपालसंयोगतन्तुसंयोगादेरपि कपालतन्तुव्यापारत्वम्, कपालतन्तुजन्यत्वे सति