________________
૧૧૯
* પદકૃત્ય કે કાર્ય અથવા કારણની સાથે એક અધિકરણમાં સમવાય સંબંધથી જે રહેતું હોય અને (બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના નામની સંસ્કાર આ) આત્માના વિશેષગુણોથી જે ભિન્ન હોય તથા જે કાર્યનું કારણ હોય તે અસમવાયિકારણ કહેવાય છે.”
* અસમાયિકારણના આ લક્ષણમાં જો “જાયેં સરું પદ ન મૂકવામાં આવે અને કારણની સાથે એક અધિકરણમાં...' ઈત્યાદિ કહેવામાં આવે તો અસમવાયિકારણ એવા તંતુસંયોગ, કપાલસંયોગ વગેરેમાં લક્ષણ ન જતા અવ્યાપ્તિ આવે છે. કેવી રીતે? પટકાર્યના સમવાયિકારણ તંતુની સાથે એક અધિકરણ એવા તંતુ અવયવમાં તંતુસંયોગ સમવાયસંબંધથી રહેતો નથી. એ રીતે કપાલસંયોગ વગેરે પણ જાણવું. પરંતુ લક્ષણમાં ‘ાર્યોમાં સદ' પદના નિવેશથી તંતુસંયોગાદિમાં અવ્યાપ્તિ આવશે નહીં. કારણ કે તંતુસંયોગ પટકાર્યની સાથે એક અધિકરણ એવા તંતુમાં સમવાયસંબંધથી રહે જ છે.
* લક્ષણમાં જો “કારણે સદ પદનો નિવેશ કરવામાં ન આવે અને કાર્યની સાથે એક અધિકરણમાં...' ઇત્યાદિ કહેવામાં આવે તો અસમાયિકારણ એવા તંતુરૂપ,કપાલરૂપ વગેરેમાં અવ્યાપ્તિ આવે છે. કેવી રીતે? તંતુરૂપ એ આત્માના વિશેષગુણથી ભિન્ન પણ છે, પટરૂપાત્મક કાર્યનું કારણ પણ છે. પરંતુ પટરૂપાત્મક કાર્યની સાથે એક અધિકરણ એવા પટમાં તંતુનું રૂપ સમવાયસંબંધથી રહેતું નથી. એ રીતે કપાલરૂપ વગેરે પણ જાણવું.
પરંતુ લક્ષણમાં કારણે સદ પદના નિવેશથી તંતુરૂપાદિમાં અવ્યાપ્તિ આવશે નહીં. કારણ કે તંતુરૂપ પટરૂપાત્મક કાર્યના સમવાયિકારણ પટની સાથે એક અધિકરણ એવા તંતુમાં સમવાયસંબંધથી રહે જ છે. | * જો લક્ષણમાં ‘આત્મવિશેષTurfમન્નત્વ પદનો નિવેશ કરવામાં ન આવે અને કાર્ય અથવા કારણની સાથે એક અધિકરણમાં.' ઇત્યાદિ કહેવામાં આવે તો આત્માના વિશેષણો જેને નૈયાયિકે અસમનાયિકારણ માન્યા નથી, એમાં પણ અસમવાયિકારણનું લક્ષણ જતા અતિવ્યાપ્તિ આવશે. કેવી રીતે? જો નાનાતિ સ રૂછત, ય રૂછતિ સ કૃતિ અર્થાત્ જે વ્યક્તિ ઘટાદિને જાણે છે. તેને ઘટાદિની ઇચ્છા થાય છે અને ઘટાદિની ઈચ્છા થવાથી તે વ્યક્તિ ઘટાદિ માટે પ્રયત્ન કરે છે. તેથી સમજી શકાય છે કે જ્ઞાન એ ઈચ્છા પ્રતિ કારણ છે અને ઈચ્છા એ પ્રયત્ન પ્રતિ કારણ છે. તેથી ઈચ્છા સ્વરૂપ કાર્યની સાથે એક અધિકરણ આત્મામાં “જ્ઞાન” સ્વરૂપ કારણ સમવાય સંબંધથી રહે છે. માટે જ્ઞાન એ ઈચ્છાનું અસમવાધિકારણ બની જશે. તેમજ પ્રયત્નસ્વરૂપ કાર્યની સાથે એક અધિકરણ આત્મામાં ઈચ્છા' સ્વરૂપ કારણ સમવાયસંબંધથી રહે છે. માટે ઈચ્છા એ પ્રયત્નનું અસમાયિકારણ બની જશે.
પરંતુ લક્ષણમાં ‘ત્મિવિશેષ ગુfમનવ' પદના નિવેશથી જ્ઞાન અને ઈચ્છામાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે જ્ઞાન અને ઈચ્છા આત્માના વિશેષગુણો જ છે, આત્મવિશેષગુણથી ભિન્ન નથી.