________________
૧૦૭
ધ્વંસંપ્રતિયોગિત્વમ્’ સ્વરૂપ કાર્યત્વ ધર્મ પ્રાગભાવમાં નહીં જાય કારણ કે સત્તાજાતિ દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ રહે છે. (પ્રાગભાવ નાશ પામે છે. તેથી અનિત્ય છે પરંતુ ઉત્પન્ન થતો ન હોવાથી કાર્યસ્વરૂપ નથી.)
(प०) असाधारणमिति । कालादिवारणाय असाधारणमिति । व्यापारेऽतिव्याप्तिवारणाय 'व्यापारवदि 'त्यपि देयम् । व्यापारश्च द्रव्यान्यत्वे सति तज्जन्यत्वे सति तज्जन्यजनकः । ईश्वरेच्छादिवारणाय तज्जन्यत्वे सतीति । कुलालजन्यत्वे सति कुलालजन्यघटजनकत्वं कुलालपुत्रस्याप्यस्ति, अतस्तत्रातिव्याप्तिवारणाय प्रथमं सत्यन्तम् । दण्डरूपादिवारणाय तज्जन्यजनक इति ॥
* પદકૃત્ય *
* ‘અસાધારળજારનું રણમ્’ કરણના આ લક્ષણમાં જો ‘અસાધારણ’ પદનો નિવેશ ન કરીએ અને ‘જે કારણ હોય તે કરણ છે' એટલું જ કહીએ તો કાલ પણ કાર્યમાત્ર પ્રતિ કારણ હોવાથી કાલમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ ‘અસાધારણ' પદના નિવેશથી કાલમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે કાલ એ કાર્યમાત્ર પ્રતિ સાધારણ કારણ છે. * ‘અસાધારળજારનું રણમ્ કરણનું આવું પણ લક્ષણ વ્યાપારમાં જવાથી અતિવ્યાપ્તિ આવે છે, કારણ કે ઘટ જેમ દંડ વગર ઉત્પન્ન થઈ શકતો નથી તેમ ભ્રમિ વગર પણ ઉત્પન્ન થઈ શકતો નથી. તેથી ઘટનું અસાધારણ કારણ દંડની જેમ ભ્રમિરૂપ વ્યાપાર પણ છે. પરંતુ લક્ષણમાં ‘વ્યાપારવ' પદના નિવેશથી લક્ષણ ભ્રમિરૂપ વ્યાપારમાં જશે નહીં કારણ કે ભ્રમિ એ વ્યાપાર છે, વ્યાપારવણ્ નથી. તેથી ‘વ્યાપારવવસાધાર જારણું રણમ્' એ પ્રમાણે કરણનું લક્ષણ બને છે.
પદકૃત્ય સહિત વ્યાપારનું લક્ષણ
‘વ્યાપાર’ કોને કહેવાય? ‘દ્રવ્યાન્યત્વે સતિ તખ્તન્યત્વે ક્ષતિ તખ્તન્યનન: વ્યાપાર:' અર્થાત્ જે દ્રવ્યથી ભિન્ન હોય, તથી જન્ય હોય અને તી જન્યનો જનક પણ હોય તેને વ્યાપાર કહેવાય છે. દા.ત.→ તદ્જન્ય = દંડથી જન્ય મિ છે અને તદ્દન્યજનક = દંડથી જન્ય જે ઘટ છે, તેનો જનક પણ શ્રૃમિ છે. તથા ભ્રમિ ક્રિયા સ્વરૂપ હોવાથી દ્રવ્યથી ભિન્ન પણ છે.
કારણ
Ja
દડ
જન્મ
વ્યાપાર
+ ભૂમિ
જનિકા
કાર્ય (વ્યાપારવાન) દંડ ભ્રમિ | (વ્યાપારવાના) ઘટ
સ્વજનકત્વ
સ્વજન્યત્વ
ઘટ
ભ્રમિ
જન્મ
તેથી શ્રૃમિ એ વ્યાપાર છે, વ્યાપારવાન્ નથી. અહીં ભ્રમિનો જનક દંડ હોવાથી સ્વજનકત્વ સંબંધથી દંડ વ્યાપારવાન્ બને છે તથા ભ્રમિથી જન્ય ઘટ હોવાથી સ્વજન્યત્વ સંબંધથી ઘટ વ્યાપારવાન બને છે.