________________
૧૧૩
तन्तुषु समवायेन सम्बद्धं सत्पटात्मकं कार्यमुत्पद्यते तत् तन्तवः समवायिकारणमित्यर्थः । सामान्यलक्षणं तु-समवायसम्बन्धावच्छिन्नकार्यता- निरूपिततादात्म्यसम्बन्धावच्छिन्नकारणत्वं समवायिकारणत्वमिति । समवायसम्बन्धेन घटाद्यधिकरणे कपालादौ कपालादेस्तादात्म्यसम्बन्धेनैव सत्त्वात्, समवायसम्बन्धावच्छिन्नघटत्वावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धावच्छिन्नकारणताया: कपालादौ सत्त्वाल्लक्षणसमन्वयः । जन्यभावत्वावच्छिन्नं प्रति तादात्म्यसम्बन्धेन द्रव्यस्यैव कारणत्वाज्जन्यभावेषु द्रव्यगुणकर्मसु त्रिषु द्रव्यमेव समवायिकारणम् । द्रव्ये तु द्रव्यावयवाः समवायिकारणम् । अतो गुणादावपि द्रव्यमेव समवायिकारणमित्याशयेनाह - पटश्च स्वगतरूपादेरिति । समवायिकारणमित्यनुषज्यते ॥
* ન્યાયબોધિની
--
સમવાયિકારણનું લક્ષણ કરે છે જેમાં સમવેતા સત્ = સમવાયસંબંધથી સંબદ્ધ પામેલું છતું કાર્ય ઉત્પન્ન થાય છે, તે સમવાયિકારણ કહેવાય છે. દા.ત. → તંતુઓમાં સમવાયસંબંધથી સંબદ્ધ પામેલું છતું પટકાર્ય ઉત્પન્ન થાય છે. તેથી તંતુઓ પટનું સમવાયિકારણ કહેવાય છે.
સમવાયિકારણ-સામાન્યનું લક્ષણ એટલે કે જેટલા સમવાયિકારણ છે તે બધામાં ઘટી શકે તેવું લક્ષણ આ પ્રમાણે છે... ‘સમવાયસંબન્ધાવચ્છિન્નાર્યતા-નિરૂપિતતાવાત્મ્યસંબન્ધાવચ્છિન્તજારળતાશ્રયત્ન સમાયિારળસ્ય લક્ષળમ્' અર્થાત્ કાર્ય પોતાના અધિકરણમાં સમવાયસંબંધથી રહેવું જોઈએ અને તે જ અધિકરણમાં કારણ તાદાત્મ્યસંબંધથી રહેવું જોઈએ. એટલે કે કાર્યમાં રહેલી કાર્યતાનો અવચ્છેદકસંબંધ સમવાય હોવો જોઈએ અને કારણમાં રહેલી કારણતાનો અવચ્છેદકસંબંધ તાદાત્મ્ય હોવો જોઈએ તો તદ્ તદ્ કાર્યની પ્રતિ તદ્ તદ્ કારણને સમવાયિકારણ કહેવાય છે. કાર્ય પોતાના અધિકરણમાં જે સંબંધથી રહે છે તેને કાર્યતાનો અવચ્છેદકસંબંધ કહેવાય છે અને કારણ, કાર્યના અધિકરણમાં જે સંબંધથી રહે છે, તેને કારણતાનો અવચ્છેદકસંબંધ કહેવાય છે. અહીં ઘટકાર્ય કપાલમાં સમવાયસંબંધથી રહે છે તેથી ઘટનિષ્ઠ કાર્યતાનો અવચ્છેદકસંબંધ સમવાય (કાર્ય) ઘટ કપાલ (સમવાયિકારણ) બનશે. તથા ઘટકાર્યના અધિકરણ કપાલમાં કપાલસ્વરૂપ કારણ તાદાત્મ્યસંબંધથી રહે છે. તેથી કપાલનિષ્ટ કારણતાનો અવચ્છેદક સંબંધ તાદાત્મ્ય બનશે.
દા.ત. – ઘટકાર્યનું સમવાયિકારણ કપાલ કહેવાય છે. તે આ પ્રમાણે
સમવાય - સંબંધ
તાદાત્મ્ય સંબંધ
કપાલ (અધિકરણ)