________________
૧૧૬
सत्समवायसंबन्धेन वर्तमानं सत् तन्तुरूपं पटगतरूपं प्रति कारणं भवति, अतोऽसमवायिकारणं तन्तुरूपं पटगतरूपस्य । सामान्यलक्षणं तु समवायसंबन्धावच्छिन्नकार्यतानिरूपिता या समवायस्वसमवायिसमवेतत्वान्यतरसंबन्धावच्छिन्ना कारणता तदाश्रयत्वमसमवायिकारणत्वमिति । द्रव्यासमवायिकारणीभूतावयवसंयोगादौ तु समवायसंबन्धावच्छिन्नघटत्वावच्छिन्नकार्यतानिरूपिता समवायसंबन्धावच्छिन्ना कपालद्वयसंयोगनिष्ठा कारणता कपालद्वयसंयोगे वर्तते । एवमाद्यपतनक्रियायामाद्यस्यन्दनक्रियायां च गुरुत्वद्रवत्वे असमवायिकारणे भवतः । आद्यपतनक्रियां प्रति आद्यस्यन्दनक्रियां प्रति च समवायसंबन्धेनैव तयोः कारणत्वात् । अवयविगुणादौ त्ववयवगुणादेः स्वसमवायिसमवेतत्वसंबन्धेनैव कारणत्वात्, तत्संबन्धावच्छिन्नकारणताश्रयत्वमवयवगुणादौ वर्तते । अवयवगुणकपालतन्तुरूपादेः स्वशब्दग्राह्यकपालरूपतन्तुरूपसमवायिकपालतन्तुसमवेतत्वसंबन्धेन घटपटादौ सत्त्वात् ॥
* ન્યાયબોધિની
અસમવાયિાર... સમવયિવ્હારનેનેત્યર્થઃ । મૂળમાં અસમાયિકારણનું જે લક્ષણ આપ્યું છે, તેનો નીચે પ્રમાણે અન્વય કરતા બે રીતે અસમવાયિકારણ જોવા મળશે. (૧) કાર્યની સાથે એક અધિકરણમાં જે સમવાયસંબંધથી રહેલું હોય અને કાર્યનું કારણ હોય તેને અસમવાયિકારણ કહેવાય છે અને (૨) (કાર્યના) કારણની સાથે એક અધિકરણમાં જે સમવાયસંબંધથી રહેલું હોય અને કાર્યનું કારણ હોય તેને અસમવાયિકારણ કહેવાય છે. અસમવાયિકારણનાં બીજા લક્ષણમાં જે ‘વાળન’ પદ છે, તેનો અર્થ ‘સ્વકાર્યના સમવાયિકારણની સાથે’ એ પ્રમાણે કરવો.
નચદ્રવ્યમમા.............. ટાંતરૂપસ્યા
જન્મદ્રવ્યને વિષે અસમવાયિકારણ કોણ બનશે ? જન્યદ્રવ્યમાત્રની પ્રતિ = જન્ય પૃથ્વિ, જલ, તેજ અને વાયુસ્વરૂપ કાર્યની પ્રતિ અવયવનો સંયોગ જ અસમવાયિકારણ છે. તેથી ‘પટકાર્યમાં પટના અવયવો જે તંતુઓ છે, તેનો સંયોગ જ અસમવાયિકારણ છે’ એ પ્રમાણે ‘યથા તન્દુસંયોગ: પટસ્ય’ મૂળમાં આ પંક્તિથી પ્રથમ અસમવાયિકારણ જણાવે છે. તેનો અર્થ એ પ્રમાણે થશે
→
(કાર્ય)
પટ
સમવાય - સંબંધ
કારણ
(અસમવાયિકારણ) → તંતુસંયોગ
- સમવાય સંબંધ
તંતુ (અધિકરણ)
પટકાર્યની સાથે એક અધિકરણ એવા તંતુમાં તંતુનો સંયોગ સમવાયસંબંધથી રહ્યો છે અને પટકાર્યનું કારણ પણ બને છે તેથી તંતુનો સંયોગ એ પટકાર્યનું અસમવાયિકારણ છે.