________________
૧૧૫
જેમાં સમવાયસંબંધથી રહેતું છતું કાર્ય ઉત્પન્ન થાય છે તે સમવાધિકારણ છે.” આ લક્ષણમાં જો “સમવેત' પદનો નિવેશ ન કરીએ તો ચક્ર, ભૂતલ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ચક્રાદિમાં સંયોગસંબંધથી ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે. પરતું લક્ષણમાં “સમવેત’ પદના નિવેશથી ચક્રાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ચક્રાદિમાં ઘટાદિકાર્ય સમવાયસંબંધથી ઉત્પન્ન થતું નથી.
વિશેષાર્થ : સમવાયિકારણના લક્ષણમાં “ઉત્પ' લખવામાં ન આવે અને જેમાં સમવાયસંબંધથી રહે છે એટલું જ લખવામાં આવે તો ઘટમાં ઘટત્વ, આકાશમાં એકત્વ વગેરે પણ સમવાયસંબંધથી રહે છે. તેથી ઘટાદિ પણ નિત્ય એવા ઘટત્વ વગેરેનું સમવાયિકારણ બની જશે જે ઈષ્ટ નથી.
સમવાયિકારણના લક્ષણમાં “ઉત્પદ્યતે' પદ લખ્યું છે તે સત્કાર્યવાદી એવા સાંખ્યના મતનું ખંડન કરવા માટે છે. કારણ કે સાંખ્યદર્શન માટીમાં ઘટ વિદ્યમાન જ હતો અને તે જ પ્રગટ થાય છે એવું માને છે. જ્યારે અસત્કાર્યવાદી એવા ન્યાય અને વૈશેષિક દર્શન માટીમાં ઘડો હતો જ નહીં, નવો ઉત્પન્ન થાય છે એવું માને છે.
અસમાયિકારણ मूलम् : कार्येण कारणेन वा सहैकस्मिन्नर्थे समवेतं सत् कारणमसमवायिकारणम्। यथा तन्तुसंयोगः पटस्य। तन्तुरूपं पटरूपस्य ॥
કાર્યની સાથે અથવા કાર્યનું જે સમવાયિકારણ છે તેની સાથે એક અધિકરણમાં જે સમવાયસંબંધથી રહેલું હોય અને કાર્યનું કારણ હોય તેને અસમવાયિકારણ કહેવાય છે.
દા.ત. - તંતુસંયોગ એ પટનું અસમવાયિકારણ છે, તંતુનું રૂપ એ પટના રૂપનું અસમાયિકારણ છે.
(न्या०) असमवायिकारणं लक्षयति-कार्येणेति। कार्येण सहकस्मिन्नर्थे समवेतं सत् यत् कारणं तद् असमवायिकारणमित्यन्वयः। कारणेन सहैकस्मिन्नर्थे समवेतं सत् यत् कारणं तदसमवायिकारणमित्यन्वयः। अत्र 'कारणेने' त्यस्य स्वकार्यसमवायिकारणेनेत्यर्थ: । जन्यद्रव्यमाने अवयवसंयोगस्यैवासमवायिकारणत्वात्पटात्मककार्ये तदवयवतन्तुसंयोगस्यैवासमवायिकारणत्वमिति दर्शयति-यथा तन्तुसंयोगः पटस्येति। पटात्मककार्येण सहकस्मित्रर्थे तन्तौ समवेतं सत्समवायसंबन्धेन वर्तमानं सत्पटात्मककार्यं प्रति तन्तुसंयोगात्मकं कारणमसमवायिकारणमित्यर्थः। द्वितीयमसमवायिकारणं कारणेन सहेत्यादिना पूर्वोक्तं तदुदाहरति-तन्तुरूपमिति।कारणेन सह पटरूपसमवायिकारणीभूतपटेन सह एकस्मिन्नर्थे तन्तुस्वरूपेऽर्थे समवेतं