________________
૧૧૧
પૂર્વક્ષણમાં રહેતા હોવા જોઈએ તેમ અવશ્યલુપ્ત પણ હોવા જોઈએ. અર્થાત્ લઘુભૂતધર્મથી અવચ્છિન્ન પણ હોવા જોઈએ. એટલે કે કારણતાનો અવચ્છેદક લઘુભૂતધર્મ હોવો જોઈએ.
જો દંડત્વને કારણ માનીએ તો ‘સ્વાશ્રયદંડજન્યભ્રમિવત્ત્વ' સંબંધને દંડત્વમાં રહેલી કારણતાનો અવચ્છેદક માનવો પડે કારણ કે આ સંબંધથી દંડત્વ ઘટકાર્યના અધિકરણમાં રહે છે. જ્યારે દંડને કારણ માનીએ તો ‘સ્વજન્યભૂમિવત્ત્વ' સંબંધ દંડમાં રહેલી કારણતાનો અવચ્છેદક બનશે. કારણ કે આ સંબંધથી દંડ ઘટકાર્યના અધિકરણમાં રહે છે.
(કારણ) દંડત્વ
ઘટ (કાર્ય)
(કારણ) દંડ
દડ
સ્વાશ્રયજન્ય ભ્રમિવત્ત્વ સંબંધ
મિ
- સંયોગ
સંબંધ
મિ
સ્વજન્યભ્રમિવત્ત્વ સંબંધ
ઘટ (કાર્ય)
સંયોગ સંબંધ
ચક્ર
ચક્ર
આમ દંડ અને દંડત્વ બંનેમાંથી દંડનો લઘુભૂતધર્મ હોવાથી દંડ એ કારણ બનશે અને દંડત્વ એ અન્યથાસિદ્ધ બનશે. આ રીતે દંડરૂપાદિમાં પણ વિચારવું.
કાર્ય - નિરૂપણ
मूलम् : कार्यं प्रागभावप्रतियोगि ||
કાર્યની ઉત્પત્તિ પહેલા કાર્યનો જે અભાવ છે, તેને પ્રાગભાવ કહેવાય છે. એ પ્રાગભાવના પ્રતિયોગી = વિરોધીને કાર્ય કહેવાય છે. દા.ત. → ઘટ જ્યાં સુધી ઉત્પન્ન થયો નથી ત્યાં સુધી ઘટનો પ્રાગભાવ કહેવાય છે. અને એ પ્રાગભાવના પ્રતિયોગી ઘટને કાર્ય કહેવાય છે.
1
(न्या० ) कार्यं लक्षयति-कार्यमिति । प्रागभावप्रतियोगित्वं कार्यस्य लक्षणम् । कार्योत्पत्तेः पूर्वम् 'इह घटो भविष्यति' इति प्रतीतिर्जायते एतत्प्रतीतिविषयीभूतो योऽभावः स प्रागभावः, तत्प्रतियोगि घटादिरूपं कार्यम् ॥
* ન્યાયબોધિની
કાર્યનું લક્ષણ કરે છે ‘જે પ્રાગભાવનો પ્રતિયોગી હોય તેને કાર્ય કહેવાય છે.’ કાર્યની ઉત્પત્તિ પહેલા ‘દ ઘટો વિષ્યતિ' ‘અહીં ઘડો ઉત્પન્ન થશે' એ પ્રમાણેની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિનો = જ્ઞાનનો વિષય જે ઘટાભાવ બને છે, તેને પ્રાગભાવ કહેવાય છે. અને તેનો પ્રતિયોગી જે ઘટાદિ છે તે કાર્ય છે.
(प० ) प्रागभावेति । कालादिवारणाय प्रागिति । असंभववारणाय प्रतियोगीति ।
* પદકૃત્ય
ન
* કાર્યના ‘પ્રશમાવપ્રતિયોશિત્વમ્’ આ લક્ષણમાં જો ‘પ્રત્’ પદનો નિવેશ ન કરીએ અને ‘અભાવનો જે પ્રતિયોગી હોય તેને કાર્ય કહેવાય' એટલું જ કહીએ તો કાલાદિમાં અતિવ્યાપ્તિ