________________
૧૧૦ કાર્યથી નિયત = અવશ્યભાવિની = હંમેશા, પૂર્વવૃત્તિ = પૂર્વેક્ષણની વૃત્તિ છે જેની તે કારણ કહેવાય છે. * કારણના આ લક્ષણમાં કાર્યની હંમેશા પૂર્વ નહીં રહેતા એવા રાસભ વગેરેમાં અતિવ્યાપ્તિના વારણ માટે લક્ષણમાં નિયત' પદનો નિવેશ છે. (ન્યા.બો.માં જુઓ)
* જો લક્ષણમાં “પૂર્વ પદનો નિવેશ ન કરીએ અને “ાર્યનિયતવૃત્તિત્વમ્' એટલું જ કહીએ તો કાર્યમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે કાર્યનો નિયત = વ્યાપક કાર્ય પણ બની જશે.
તે આ પ્રમાણે.... #ાર્યાધરવૃજ્યન્તામાવાપ્રતિયોર્વિવ્યાપ = રંપત્વિમ્ અર્થાત્ કાર્યના અધિકરણમાં રહેનારા અત્યન્તાભાવનો જે અપ્રતિયોગી હોય તે વ્યાપક = કારણ કહેવાય છે. દા.ત. - ઘટકાર્યનું અધિકરણ જે ભૂતલાદિ છે, એમાં ઘટ રહેલો હોવાથી ઘટનો અભાવ નહીં મળે પરંતુ પટનો અભાવ મળશે. એ અભાવનો પ્રતિયોગી પટ અને અપ્રતિયોગી ઘટ કાર્ય બનશે. તેથી કારણનું (= વ્યાપકનું) લક્ષણ ઘટકાર્યમાં જશે. માટે અતિવ્યાપ્તિ આવશે.
પરંતુ કારણના લક્ષણમાં “પૂર્વ પદનો નિવેશ કરશું તો ઘટકાર્યમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે “પૂર્વ પદના નિવેશથી વ્યાપક = કારણનું લક્ષણ આ પ્રમાણે થશે ? कार्याधिकरणवृत्तिप्राक्क्षणावच्छेदेनात्यन्ताभावाप्रतियोगित्वं व्यापकत्वम् = कारणत्वम् अर्थात् કાર્યના અધિકરણમાં કાર્યની પૂર્વેક્ષણે રહેનારા અત્યન્તાભાવનો જે અપ્રતિયોગી હોય તે (વ્યાપક =) કારણ કહેવાય છે. આ લક્ષણ કાર્યમાં જશે નહીં કારણ કે કાર્યના અધિકરણમાં કાર્યની ઉત્પત્તિની પૂર્વેક્ષણમાં ઘટનો અભાવ મળે છે તેથી ઘટાભાવનો પ્રતિયોગી ઘટ બનશે અને અપ્રતિયોગી દંડાત્મક કારણ બનશે. આમ, કારણનું લક્ષણ કારણમાં જવાથી નાતિવ્યાપ્તિ.
* દંડત્વ વગેરેમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે લક્ષણમાં “અનન્યથાસિદ્ધત્વ વિશેષણનો નિવેશ આવશ્યક છે. (ન્યા.બો.માં જુઓ) અને હા, લક્ષણમાં “અનન્યથાસિદ્ધ' પદના નિવેશથી રાસભાદિમાં પણ અતિવ્યાપ્તિનું વારણ થઈ જશે કારણ કે રાસભાદિ અન્યથાસિદ્ધ છે. તેથી રાસભાદિમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે પૂર્વે જે “નિયત' પદનો નિવેશ કર્યો હતો તે વ્યર્થ બની જશે. માટે લક્ષણ થશે અનન્યથાસિદ્ધત્વે સતિ વાર્થપૂર્વવૃત્તિત્વ કારત્વમ્
અનન્યથાસિદ્ધ કોને કહેવાય? જે પદાર્થ અન્યથાસિદ્ધિથી ભિન્ન હોય તે અનન્યથાસિદ્ધ કહેવાય. અન્યથાસિદ્ધિ એટલે શું? અવશ્યલૂપ્ત, નિયત = વ્યાપક, પૂર્વવર્તી પદાર્થથી જ કાર્ય ઉત્પન્ન થઈ જતું હોય તો એ પદાર્થની સાથે રહેનારા “અન્યથાસિદ્ધ' કહેવાય છે. દા.ત. - ઘટકાર્યની ઉત્પત્તિમાં અવશ્યર્ક્યુપ્ત, નિયત, પૂર્વવર્તી દંડાદિ છે. તેથી તે દંડાદિની સાથે રહેનારા દંડત્વ, દંડરૂપ વગેરે અન્યથાસિદ્ધ કહેવાશે.
વિશેષાર્થ :
શંકા : ઘટની નિયતપૂર્વવર્તી દંડાદિની જેમ દંડત્વાદિ પણ છે, તો ઘટકાર્યની ઉત્પત્તિમાં દંડત્વાદિને કારણ અને દંડાદિને અન્યથાસિદ્ધ માનો...
સમા.: ભઈ! કારણ જેમ કાર્યથી નિયત = વ્યાપક હોવા જોઈએ, કાર્યની અવ્યવહિત