________________
૧૦૮ * વ્યાપારના લક્ષણમાં દ્રવ્યમનત્વે સતિ તબ્બવેગનત્વ' એટલું જ કહીએ તો ઈશ્વર ઈચ્છા, ઈશ્વરકૃતિ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે ઈશ્વર ઈચ્છા વગેરે ગુણસ્વરૂપ હોવાથી દ્રવ્યથી ભિન્ન પણ છે અને કાર્યમાત્રની જનિકા હોવાથી દંડથી જન્ય જે ઘટ છે તેની જનિકા પણ છે. પરંતુ લક્ષણમાં “તજ્ઞત્વ' પદ મૂકવાથી ઈશ્વર ઈચ્છા વગેરેમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઈશ્વર ઈચ્છા વગેરે નિત્ય હોવાથી કોઈથી જન્ય નથી.
* વ્યાપારના લક્ષણમાં તqન્યત્વે સત તન્નચનનત્વ એટલું જ કહીએ તો કુલાલપુત્રમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે કુલાલપુત્ર, કુલાલપિતાથી જન્ય પણ છે અને કુલાલપિતાથી જન્ય જે ઘટ છે, એનો જનક પણ છે. પરંતુ વ્યાપારના લક્ષણમાં દ્રવ્યાખ્યત્વે ક્ષતિ' પદના નિવેશથી કુલાલપુત્રમાં અતિવ્યાપ્તિ આવશે નહીં. કારણ કે કુલાલપુત્ર દ્રવ્યથી ભિન્ન નથી.
* વ્યાપારના લક્ષણમાં ‘દ્રવ્યમન્નત્વે સંત તેઝન્યત્વ” એટલું જ કહીએ તો દંડરૂપ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે દંડરૂપ ગુણસ્વરૂપ હોવાથી દ્રવ્યથી ભિન્ન પણ છે અને દંડથી જન્ય પણ છે. પરંતુ લક્ષણમાં “તષ્કન્યાનરુત્વ' પદના નિવેશથી દંડરૂપાદિમાં અતિવ્યાપ્તિ આવતી નથી કારણ કે દંડનું રૂપ દંડથી જન્ય જે ઘટ છે, તેનું જનક નથી.
નોંધ : વ્યાપારના ઉપરોક્ત લક્ષણ પરથી એ જાણી શકાય કે “વ્યાપાર', દ્રવ્ય સિવાયના જન્ય એવા અનિત્ય પદાર્થ જ બનશે. આશય એ છે કે સામાન્ય, વિશેષ, સમવાય, અત્યંતભાવ અને અન્યોન્યાભાવ આ પદાર્થો તો નિત્ય હોવાથી, તથા પ્રાગભાવ જન્ય ન હોવાથી અને દ્રવ્યનો તો વ્યાપારના લક્ષણમાં નિષેધ જ કર્યો હોવાથી વ્યાપાર નહીં બની શકે.માટે અનિત્ય ગુણ, કર્મ અને ધ્વસ એ વ્યાપાર રૂપે બનશે. દા.ત. - ‘દાન એ પુણ્યને ઉત્પન્ન કરી સ્વર્ગપ્રતિ કારણ બને છે, મંગલ એ વિજ્ઞનો ધ્વંસ કરી સમાપ્તિ પ્રતિ કારણ બને છે” ઈત્યાદિમાં પણ પુણ્ય, વિધ્વધ્વંસ વગેરે વ્યાપાર સમજવા.
કારણ - નિરૂપણ
मूलम् : कार्यनियतपूर्ववृत्ति कारणम् ॥ કાર્યની પૂર્વમાં જે નિયત = અવશ્ય રહે છે, તેને કારણ કહેવાય છે. દા.ત.- ઘટ કાર્યની પૂર્વે દંડ અવશ્ય રહે છે. તેથી ઘટની પ્રતિ દંડ એ કારણ છે.
વિશેષાર્થ : અહીં એ ધ્યાતવ્ય છે કે પૂર્વવૃત્તિત્વ પદથી “અવ્યવહિતપૂર્વવૃત્તિત્વ' પદ જ સમજવું. એનું કારણ એ છે કે કાર્યની ઉત્પત્તિના એક બે કલાક પહેલા ભલે કારણની વિદ્યમાનતા હોય કે ન હોય પરંતુ જે ક્ષણમાં કાર્યની ઉત્પત્તિ થશે, તેની અવ્યવહિત પૂર્વેક્ષણમાં તો કારણની વિદ્યમાનતા નિશ્ચિત જ હોવી જોઈએ. અન્યથા કારણના ન રહેવા પર કાર્યની અનુત્પત્તિનો પ્રસંગ આવશે.
શંકા : ભલા ભાઈ! કાર્યની અવ્યવહિત પૂર્વેક્ષણમાં અવશ્ય રહેલું હોય તે કારણ કહેવાય” એવું કહેશો તો દંડ, કુલાલ વગેરે કારણ કેવી રીતે બનશે? કારણ કે ઘટકાર્યની