________________
૧૦પ
સુગમ છે. मूलम् : असाधारणं कारणं करणम् ॥
અસાધારણ કારણને કરણ કહેવાય છે. (न्या०) करणलक्षणमाह-असाधारणमिति। व्यापारवदसाधारणं कारणं करणमित्यर्थः। असाधारणत्वं च 'कार्यत्वातिरिक्तिधर्मावच्छिन्नकार्यतानिरूपितकारणताशालित्वम्।यथा दण्डादेर्घटादिकं प्रत्यसाधारणकारणत्वम्।कार्यत्वातिरिक्तो घटत्वादिरूपो धर्मस्तदवच्छिन्नकार्यता घटे, तन्निरूपितकारणता दण्डे। अतो घटं प्रति दण्डोऽसाधारणं कारणम्। भ्रम्यादिरूपव्यापारवत्त्वाच्च करणम्। साधारणत्वं च कार्यत्वावच्छिन्नकार्यतानिरूपितकारणताशालित्वम्। ईश्वरादृष्टादेः कार्यत्वावच्छिन्नं प्रत्येव कारणत्वात्साधारणकारणत्वम् ॥
* ન્યાયબોધિની ક જે વ્યાપારવાળું અસાધારણ કારણ હોય તે કરણ છે.” કરણના લક્ષણને સમજવા માટે કરણના લક્ષણમાં આપેલા “કારણ પદને સમજવું આવશ્યક છે. કારણ બે પ્રકારે છે –
અસાધારણકારણ અને સાધારણકારણ. (૧) “કાર્યત્વથી અતિરિક્ત = ભિન્ન જે કોઈ ધર્મ છે, તેનાથી અવચ્છિન્ન જે કાર્યતા છે, એ કાર્યતાથી નિરૂપિત કારણતા જેમાં છે તે અસાધારણ કારણ કહેવાય છે. દા.ત. - ઘટાદિ કાર્યનું દંડાદિ અસાધારણ કારણ છે. તે આ પ્રમાણે - ઘટ એ કાર્ય હોવાથી ઘટમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક ધર્મ (= ઘટથી ન્યૂનમાં પણ ન રહેતો હોય અને અધિકમાં પણ ન રહેતો હોય એવો ધર્મ) ઘટત્વ છે. તેથી કાર્યત્વધર્મથી અતિરિક્ત જે ઘટત્વ ધર્મ છે, તેનાથી અવચ્છિન્ન ઘટમાં રહેલી કાર્યતા કહેવાશે. તાદશ કાર્યતાથી નિરૂપિત કારણતા દંડમાં છે.
કાર્યત્વ ઘટત્વ કાર્યતા નિરૂપિત કારણતા કાર્યન્ત પરત્વ કાર્યતા નિરૂપિત, કારણતા ઘટ (કાર્ય) દંડ (કારણ) પેટ (કાર્ય)
તંતુ (કારણ) આથી ઘટપ્રતિ દંડ એ અસાધારણ કારણ છે અને એ ભ્રમિરૂપ વ્યાપારવાળો હોવાથી ઘટની પ્રત્યે કરણ છે.
(૨) સકલકાર્ય પ્રતિ જે કારણ છે તેને સાધારણ કારણ કહેવાય છે. તેનું ન્યાયની ભાષામાં આ રીતે લક્ષણ થશે કાર્યવથી અવચ્છિન્ન જે કાર્યતા છે, તેનાથી નિરૂપિત કારણતા જેમાં છે તેને સાધારણ કારણ કહેવાય છે. દા.ત. - ઘટ, પટ વગેરે સકલકાર્યોનું ઈશ્વર, અદષ્ટ વગેરે કારણ છે. તેથી ઘટાદિ સકલકાર્યોમાં કાર્યતા આવી, તેનો અવચ્છેદક “કાર્યવ” ધર્મ બનશે પરંતુ ઘટવાદિ