________________
૧૦૩ સુગમ છે. (प०) यथार्थेति। यथार्थानुभवः प्रत्यक्षमेवेति चार्वाकाः। अनुमितिरपीति काणादबौद्धाः। उपमितिरपीति नैयायिकैकदेशिनः।शाब्दमपीति नैयायिकाः।अर्थापत्तिरपीति प्राभाकराः। आनुपलब्धिकोऽपीति भाट्ट-वेदान्तिनौ। सांभविकैतिडकावपीति पौराणिकाः। चैष्टिकोऽपीति तान्त्रिकाः। एतेषां मतेऽस्वरसं संभाव्य तस्य चातुर्विध्यं दर्शितम् ॥
પદકૃત્ય છે કઈ કઈ વ્યક્તિ કેટલા કેટલા જ્ઞાનને = પ્રમાને માને છે તેનું નિરૂપણ કરે છે.
* ચાર્વાક પ્રત્યક્ષપ્રમાને જ માને છે. કારણ કે ચાર્વાક પોતે નાસ્તિક છે. આત્મા, પરલોક, પુણ્ય-પાપ, મોક્ષાદિને માનતો નથી. જો ચાર્વાક અનુમિતિ અને શાબ્દને સ્વીકારે તો અનુમાન તથા શબ્દ પ્રમાણ દ્વારા સિદ્ધ થતા આત્મા, પરલોક વગેરેને પણ માનવા પડે. ચાર્વાકનું કહેવું છે કે અનુમાન દ્વારા નિશ્ચિતજ્ઞાન થતું નથી. દા.ત. ધૂમ દ્વારા વનિની સંભાવના હોઈ શકે છે. પરંતુ નિશ્ચિતજ્ઞાન ન થઈ શકે કારણ કે વનિ જ્યારે ઓલવાઈ જાય ત્યારે પણ ધૂમ દેખાય છે. તેથી અનુમિતિને પ્રમા ન કહી શકાય. અને અન્યદાર્શનિકો ઉપમિતિને, અનુમિતિ કે શાબ્દપ્રમાના અન્તર્ગત માને છે. અમે (= ચાર્વાક) અનુમિતિ અને શાબ્દ બન્નેને ન માનતા હોવાથી એમાં અન્તભવિત ઉપમિતિને પણ પ્રમા તરીકે સ્વીકારતા નથી.
* કાણાદ = વૈશેષિક અને બૌદ્ધ યથાર્થાનુભવના પ્રત્યક્ષ અને અનુમિતિ એમ બે જ ભેદને માને છે. (વૈશેષિક અને બૌદ્ધ આ બન્ને આસ્તિક દર્શન છે. કારણ કે આ બન્ને દર્શન આત્મા, પરલોક વગેરેને માને છે. આ બન્ને દર્શન ઉપમિતિ અને શાબ્દને પૃથક્ પ્રમા તરીકે માનતા નથી પરંતુ તેનો અનુમિતિમાં અન્તર્ભાવ કરે છે.)
* કેટલાક નૈયાયિકો પ્રત્યક્ષ અને અનુમિતિની સાથે નો સંદ્ર વય: અર્થાત્ “ગાયના જેવો ગવય હોય છે એ પ્રમાણેના સાદૃશ્ય જ્ઞાનથી થતું “આ ગવય પદાર્થ ગવયપદથી વાચ્ય છે” એવું વાચ્ય-વાચકનું જે ઉપમિતિ સ્વરૂપ જ્ઞાન છે, તેને પણ પ્રમા તરીકે સ્વીકારે છે.
* અને ઘણા નૈયાયિકો તો પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિની સાથે પદજ્ઞાન દ્વારા ઉત્પન્ન થનારા વાક્યાર્થજ્ઞાન = શાબ્દજ્ઞાનને પણ માને છે.
* પ્રભાકર મીમાંસક પ્ર ક્ષાદિચાર પ્રમાની સાથે અર્થપત્તિને પણ પ્રમા તરીકે સ્વીકારે છે. અર્થપત્તિ: “ઉપાદ્યજ્ઞાનેન ૩૫૫તિ-જૂનમથપત્તિ: અર્થાત્ ઉપપાદ્ય જ્ઞાનથી ઉપપાદકની જે કલ્પના કરવી તે અર્થપત્તિ છે. દા.ત. - “કોઈ વ્યક્તિ દિવસે ખાતો નથી અને જાડો છે' એ સ્વરૂપ ઉપપાદ્યથી રાત્રિભોજન રૂપી ઉપપાદકની કલ્પના કરાય છે. અર્થાત્ એ રાત્રે ક્યારેક ને ક્યારેક તો ખાતો હશે. એવી કલ્પના કરવી તે અર્થપત્તિ છે. | * ભાટ્ટમીમાંસકો અને અદ્વૈતવેદાન્તીઓ પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાની સાથે આનુપલબ્ધિકને પણ પ્રમા તરીકે સ્વીકારે છે. આનુપલબ્ધિક : ઘટની ઉપલબ્ધિના અભાવથી = ઘટનું જ્ઞાન ન