________________
૧૦૪.
થવાથી ઘટાભાવનું જે જ્ઞાન થાય છે તે આનુપલબ્ધિક યથાર્થ – અનુભવ કહેવાય છે. | * પૌરાણિકો = પુરાણને અનુસરનારા પ્રત્યક્ષાદિ છ પ્રમાની સાથે સાંભવિક અને ઐતિહ્યકને પણ પ્રમા તરીકે સ્વીકાર કરે છે. સાંભવિક : શતે પબ્લીશíમવ: અર્થાત્ જો કોઈ વ્યક્તિ ૧૦૦ કીલોનો ભાર વહન કરી શકે છે, તો એ વ્યક્તિ પ0 કીલોનો ભાર વહન કરવા માટે પણ સમર્થ જ છે. કારણકે ૧૦૦માં ૫૦ સંભવ જ છે. આવું જે જ્ઞાન થાય તેને સાંભવિક જ્ઞાન કહેવાય છે. ઐતિહ્યક : “નિર્દિષ્ટપ્રવøવં પ્રવાપરમ્પર્ધતિહાÉ' અર્થાત્ જ્યાં કોઈ નિશ્ચિત પ્રમાણિક વક્તા જણાતો ન હોય અને પરંપરાથી જ કોઈ જ્ઞાન થતું હોય તો એને ઐતિહ્યક પ્રમા કહેવાય છે. દા.ત.- “રૂદ વૃક્ષે યક્ષ નિવસન્તિ' એવા સ્થળોમાં કોઈક પ્રમાણિક વક્તા હોય તો તૈયાયિક ઐતિહ્યક જ્ઞાનને પ્રમાં માને છે અને એનો અન્તર્ભાવ શાબ્દપ્રમામાં કરે છે. પરંતુ આપ્તવક્તા ન મળે તો ઐતિહ્યકજ્ઞાનને અપ્રમાં માને છે.
* તાત્રિકો પ્રત્યક્ષાદિ આઠ પ્રમાની સાથે ચેષ્ટિકને પણ પ્રમા તરીકે સ્વીકારે છે. ઐષ્ટિક : નેત્ર, હાથ વગેરેની ચેષ્ટાને જોઈને જે જ્ઞાન થાય છે, તે ચેષ્ટિક જ્ઞાન છે.
આમ, યથાર્થાનુભવના પ્રત્યક્ષાદિ કુલ નવ ભેદ થયા પરંતુ વાસ્તવિક રીતે પ્રત્યક્ષાદિ ચાર ભેદોમાં જ અન્ય ભેદોનો સમાવેશ થઈ જાય છે. અર્થાત્ આનુપલબ્લિકનો પ્રત્યક્ષમાં, અર્થપત્તિ અને ચેષ્ટિકનો અનુમિતિમાં, સાંભવિક અને ઐતિહ્યકનો શાબ્દમાં સમાવેશ થાય છે. તેથી પ્રથકારે અન્યભેદોમાં અસ્વરસ બતાવીને યથાર્થાનુભવના પ્રત્યક્ષાદિ ચાર જ ભેદ બતાવ્યા છે.
પ્રમાણના પ્રકાર मूलम् : तत्करणमपि चतुर्विधं-प्रत्यक्षानुमानोपमानशब्दभेदात् ॥ યથાર્થાનુભવના કરણ પણ ચાર છે – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (न्या० ) तत्करणमिति।फलीभूतप्रत्यक्षादिकरणं चतुर्विधमित्यर्थः। प्रत्याक्षादिचतुविधप्रमाणानां प्रमाकरणत्वं सामान्यलक्षणम्। एकैकप्रमाणलक्षणं तु वक्ष्यते प्रत्यक्षज्ञाने' ત્યાતિના
ક ન્યાયબોધિની ક ફલીભૂત = ફળસ્વરૂપે = કાર્ય સ્વરૂપે જે પ્રત્યક્ષાદિ જ્ઞાન છે તેના ચાર ભેદ હોવાથી તેના કરણ પણ ચાર છે. અર્થાત્ પ્રત્યક્ષકરણથી પ્રત્યક્ષજ્ઞાન, અનુમાનકરણથી અનુમિતિજ્ઞાન, ઉપમાનકરણથી ઉપમિતિજ્ઞાન તથા શબ્દકરણથી શાદજ્ઞાન થાય છે.
પ્રમાણનું લક્ષણ શું છે? પ્રત્યક્ષાદિ ચારેય પ્રમાણોનું ભેગું ‘અમારત્વમ્' અર્થાત્ પ્રમાનું જે કરણ હોય તેને પ્રમાણ કહેવાય' એવું સામાન્ય લક્ષણ છે. અને પ્રત્યેક પ્રમાણનું જુદું જુદું લક્ષણ પ્રત્યક્ષજ્ઞાન...' ઇત્યાદિ વડે આગળ કહેવાશે. ___ (प०) तदिति। यथार्थानुभवात्मकप्रमायाः करणमित्यर्थः॥