________________
* ન્યાયબોધિની એક “સંયો નાશવત્વે સતિ ગુણત્વમ્' વિભાગના આ લક્ષણમાં માત્ર “સંચોડાનાશકત્વ' રૂપ વિશેષણ પદનું જ ઉપાદાન કરીએ તો ક્રિયા પણ સંયોગના નાશનું કારણ હોવાથી ક્રિયામાં પણ વિભાગનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં વિશેષ્ય એવા “પુત્વપદના ઉપાદાનથી ક્રિયામાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ક્રિયા એ ગુણ સ્વરૂપ નથી.
(प.) संयोगेति । संयोगनाशजनक इत्यर्थः । कालेऽतिप्रसक्तिवारणाय गुणपदम्। ईश्वरेच्छादिवारणाय असाधारणे' त्यपि बोध्यम् । ननु असाधारणपदोपादाने गुणपदस्य वैयर्थ्य स्यादिति चेत् । न । क्रियायामतिप्रसक्तिवारणाय तस्याप्यावश्यकत्वात् ॥
* પદકૃત્ય છે “સંયોગનાશક'નો “સંયોગનાશજનક’ આ પ્રમાણે અર્થ કરવાનો છે.
* વિભાગના લક્ષણમાં જો “યુગ' પદનું ઉપાદાન ન કરીએ. અર્થાત્ “સંયોગના નાશનું જે કારણ હોય તે વિભાગ છે એટલું જ કહીએ તો કાલ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે કાર્ય માત્ર પ્રતિ કાલ એ કારણ છે. પરંતુ લક્ષણમાં ગુણ' પદના ઉપાદાનથી કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે કાલાદિ એ ગુણ નથી. * “જે સંયોગના નાશનું કારણ હોય અને જે ગુણ હોય તેને વિભાગ કહેવાય છે. આવું પણ કહીએ તો ઈશ્વર ઈચ્છા વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે ઈશ્વર ઈચ્છા એ પણ કાર્યમાત્રનું સાધારણ કારણ છે અને ગુણ પણ છે. પરંતુ લક્ષણમાં સાધારણ' પદના નિવેશથી ઇશ્વરઇચ્છા વગેરે (આદિ પદથી ઇશ્વરકૃતિ, ઇશ્વરજ્ઞાન વગેરે)માં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ઈશ્વરઇચ્છા વગેરે સાધારણ કારણ છે.
‘વિભાગના લક્ષણમાં “અસાધાર' પદના નિવેશથી કાલાદિની અતિવ્યાપ્તિ દૂર થઈ જશે. કારણ કે કાલ વગેરે પણ ઇશ્વર ઇચ્છાદિની જેમ સાધારણ કારણ જ છે. તેથી પૂર્વકાલાદિની અતિવ્યાપ્તિને દૂર કરવા માટે જે ગુખ' પદનું ઉપાદાન કર્યું હતું તે વ્યર્થ છે.” એવું ન કહેવું કારણ કે ‘ગુગ' પદનું ઉપાદાન ન કરીએ તો સંયોગના નાશનું કારણ જેમ વિભાગ છે તેમ ક્રિયા પણ હોવાથી ક્રિયામાં અતિવ્યાપ્તિ આવશે પરંતુ લક્ષણમાં ‘' પદના ઉપાદાનથી ક્રિયામાં અતિવ્યાપ્તિ નહીં આવે (કારણ કે ક્રિયા એ ગુણ સ્વરૂપ નથી.) તેથી વિભાગના લક્ષણમાં ગુણ પદ પણ આવશ્યક છે. | વિશેષાર્થ:
શંકા : અરે ભાઇ! વિભાગનું “સંયો નાગાસાધારણIRUત્વે સતિ ગુણત્વમ્' આવું પણ લક્ષણ હજી અતિવ્યાપ્તિ દોષવાળું છે. કારણ કે જેવી રીતે ઘટ વિના ઘટનો નાશ ન થતો હોવાથી ઘટના નાશનું અસાધારણ કારણ ઘટ છે તેવી રીતે સંયોગના નાશનું અસાધારણ કારણ સંયોગ છે. અને સંયોગ એ ગુણ પણ છે. તેથી લક્ષણ કર્યું છે વિભાગનું અને ગયું સંયોગમાં. અતિવ્યાપ્તિ આવશે.