________________
૯૧
ક્ષણ
૨
૩
૪
૫
નાશ.
પ્રથમ “ક” શબ્દ ઉત્પત્તિ સ્થિતિ નાશ બીજો “ક” શબ્દ
ઉત્પત્તિ સ્થિતિ નાશ ત્રીજો “ક” શબ્દ
ઉત્પત્તિ સ્થિતિ નાશ આ રીતે પૂર્વ પૂર્વનો શબ્દ ઉત્તરોત્તર શબ્દને ઉત્પન્ન કરતો જાય છે. અને ઉત્તરોત્તરનો શબ્દ પૂર્વ પૂર્વના શબ્દનો નાશ કરતો જાય છે.
શંકા : પરંતુ અન્ય શબ્દનો નાશ કેવી રીતે થશે?
સમા. : કેટલાક એવું કહે છે કે સુન્દોપસુંદ ન્યાયથી અન્ય શબ્દ ઉપાજ્ય શબ્દનો નાશ કરે છે અને ઉપાજ્ય શબ્દ અન્ય શબ્દનો નાશ કરે છે.(સંદ અને ઉપસુંદ બંને ભાઇઓ તપના પ્રકર્ષથી એકબીજા સિવાય બીજી કોઇપણ વ્યક્તિના હાથે ન મરવાનું વરદાન મેળવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર પરસ્પર યુદ્ધ કરીને એકબીજાના હાથે બંને મૃત્યુ પામ્યા.)
અહીં “અન્ય શબ્દ ઉપન્ય શબ્દથી નાશ પામે છે” આવું કહેવું યોગ્ય લાગતું નથી. કારણ કે નિયમ છે “કારણ એ હંમેશા કાર્યની અવ્યવહિત પૂર્વ ક્ષણમાં રહેવું જોઇએ” અહીં તો અન્ય શબ્દના નાશની પૂર્વેક્ષણમાં ઉપાજ્ય શબ્દનો તો નાશ થઈ જાય છે. એટલે ઉપાજ્ય શબ્દ, અન્ય શબ્દના નાશરૂપ કાર્યની પૂર્વેક્ષણમાં ન હોવાથી અન્ય શબ્દના નાશનું કારણ ન બની શકે. તેથી ‘સત્યશબ્દનાશસ્તૂપાજ્યશબ્દનાશનેતિ વીધ્યમ્' (સિદ્ધાંતચંદ્રોદય) અર્થાત્ અન્ય શબ્દનો નાશ ઉપાજ્ય શબ્દથી નહીં પરંતુ ઉપાજ્ય શબ્દના નાશથી માનવો વધારે ઉચિત છે. કારણ કે અન્ય શબ્દનો નાશ એ કાર્ય છે અને તેની અવ્યવહિત પૂર્વેક્ષણમાં જ ઉપાન્ય શબ્દનો નાશ રહેલો છે.
શંકા : જેવી રીતે બે ચાર ઘટમાં આ ઘટ પહેલા બન્યો, આ ઘટ પછી બન્યો એ રીતે ક્રમનું જ્ઞાન થાય છે. તેવી રીતે જો શબ્દની ધારા ચાલતી હોય તો “આ શબ્દ નષ્ટ થયો” “આ શબ્દ ઉત્પન્ન થયો એ પ્રમાણેની શૃંખલા બુદ્ધિથી જ્ઞાત કેમ નથી થતી?
સમા. : જયારે પ્રથમક્ષણનો શબ્દ ત્રીજીક્ષણે નષ્ટ થાય છે ત્યારે બીજીક્ષણે ઉત્પન્ન થયેલો શબ્દ સ્થિતિ કાલમાં આવી જાય છે અને જ્યાં બીજીક્ષણે ઉત્પન્ન થયેલો શબ્દ ચોથીક્ષણે નાશ પામે ત્યાં તો ત્રીજીક્ષણે ઉત્પન્ન થયેલો શબ્દ સ્થિતિ કાલને પ્રાપ્ત કરી લે છે. તેથી વચ્ચેની ક્ષણોમાં શબ્દની ઉત્પત્તિ અને નાશનો કાલ જ્ઞાત થતો નથી.
(प०) श्रोत्रेति ।शब्दत्वेऽतिव्याप्तिवारणाय गुण इति। रूपादिवारणाय श्रोत्रग्राह्य इति । वस्तुतस्तु श्रोत्रोत्पन्नशब्दस्यैव श्रोत्रग्राह्यत्वेन तद्भिन्नेऽव्याप्तिवारणाय श्रोत्रग्राह्यजातिमत्त्वे तात्पर्याद् 'गुण' पदमनुपादेयमेव ॥