________________
* પદકૃત્ય * વસ્તુતસ્તુ વાસ્તવિક રીતે તો “શ્રોત્રકૃદ્યિત્વે સતિ ગુપત્વિમ્' આવું પણ શબ્દનું લક્ષણ નિર્દષ્ટ નથી, કારણ કે શબ્દ જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી કર્ણદેશ સુધી પહોંચતા વચ્ચે ઘણા શબ્દો ઉત્પન્ન થાય અને નાશ પામે છે. તે શબ્દો શ્રવણેન્દ્રિય ગ્રાહ્ય બનતાં નથી. માત્ર કર્ણદેશ સુધી પહોંચેલા અંતિમ શબ્દો જ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય બને છે. આમ શબ્દનું લક્ષણ વચ્ચેના શબ્દોમાં ન જવાથી અવ્યાપ્તિ આવે છે.
પરંતુ “શ્રોત્રપ્રાઈનાતિમત્ત્વમ્' આ રીતે શબ્દનું જાતિઘટિત લક્ષણ કરવાથી શ્રવણેન્દ્રિયથી અગ્રાહ્ય શબ્દોમાં અવ્યાપ્તિ દોષ આવશે નહીં. કારણ કે શ્રોત્રગાહ્ય જે શબ્દ– જાતિ છે, તે શબ્દત્વ જાતિવાળા તો શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય નહીં થયેલા એવા પણ શબ્દો છે.
અને હા ! પૂર્વે શબ્દત્વજાતિ, શબ્દતાભાવ વગેરેમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે લક્ષણમાં 'પદનું ઉપાદાન વ્યર્થ છે. કારણ કે શબ્દ વગેરે શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય જાતિવાળા ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવતી નથી.
વિશેષાર્થ :
શંકા : “શ્રોત્રપ્રાઈનાતિમત્ત્વમ્ શબ્દનું આવું પણ લક્ષણ ગુણમાં અતિવ્યાપ્ત થશે. કારણ કે શ્રોત્રગ્રાહ્યજાતિ જેમ શબ્દવ છે તેમ ગુણત્વ પણ છે. અને તે ગુણત્વવાળા બધા ગુણો થશે.
સમા. : શબ્દના લક્ષણમાં માત્ર પદના ઉપાદાનથી ગુણોમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ગુણત્વજાતિ, શ્રવણેન્દ્રિય માત્રથી ગ્રાહ્ય નથી પરંતુ ચક્ષુ વગેરે ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય છે. આમ શબ્દનું નિષ્કૃષ્ટ લક્ષણ આ પ્રમાણે થશે. “શોત્રમીત્રપ્રસ્થાતિમત્ત્વ શબ્દર્શનક્ષણનું
બુદ્ધિ - નિરૂપણ मूलम् : सर्वव्यवहारहेतुर्गुणो बुद्धिर्ज्ञानम्। सा द्विविधा-स्मृतिरनुभवश्च ।
સર્વ વ્યવહારનું કારણ જે ગુણ છે, તેને બુદ્ધિ અર્થાત્ જ્ઞાન કહેવાય છે. તે બુદ્ધિ સ્મૃતિ અને અનુભવના ભેદથી બે પ્રકારની છે. વિશેષાર્થ :
* ન્યાયશાસ્ત્રમાં બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન આ ત્રણેય શબ્દો એકાર્થક છે. વૃધિપત્નવ્યિજ્ઞનમિત્યનન્તરમ્ (ન્યાયસૂત્ર ૧/૧/૧૫) છતાં પણ મૂળ ગન્ધમાં બુદ્ધિના સમાનાર્થક તરીકે જે “જ્ઞાન” પદ આપ્યું છે તે સાંખ્યોના મતનું ખંડન કરવા માટે છે. કારણ કે સાંખ્યોનું કહેવું છે કે મહત્તત્ત્વ પદાર્થ જ બુદ્ધિ છે. અને તે બુદ્ધિ દ્રવ્યસ્વરૂપ છે જ્યારે જ્ઞાન એ ગુણ છે.
(न्या०) बुधेर्लक्षणमाह - सर्वव्यवहारेति । व्यवहारः - शब्दप्रयोगः। ज्ञानं विना शब्दप्रयोगासंभवात् । 'शब्दप्रयोगरूपव्यवहारहेतुत्वं' ज्ञानस्य लक्षणम्। बुद्धिं विभजते-सा द्विविधेति ।