________________
૯૪
* ન્યાયબોધિની *
* ‘સંારમાત્રનન્યત્વે મતિ જ્ઞાનત્વમ્ ' સ્મૃતિના આ લક્ષણમાં ‘સંસ્કારમાત્રનન્યત્વ’એ વિશેષણપદનું ઉપાદાન ન કરીએ અને જે જ્ઞાન છે તે સ્મૃતિ છે’ આટલું જ કહીએ તો પ્રત્યક્ષ સ્વરૂપ અનુભવ પણ જ્ઞાન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘સંારમાત્રનન્યત્વ’ એ વિશેષણપદના ઉપાદાનથી પ્રત્યક્ષાનુભવમાં અતિવ્યાપ્તિ આવશે નહીં. કારણ કે પ્રત્યક્ષાનુભવ એ સંસ્કારથી જન્ય નથી. ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી જન્ય છે.
* લક્ષણમાં ‘સંસ્કારમાત્રથી જન્ય હોય તે સ્મૃતિ છે’ એટલું જ કહીએ તો સંસ્કારધ્વંસમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ધ્વંસની પ્રતિ પ્રતિયોગી કારણ હોય છે. જેવી રીતે ઘટધ્વંસ એ પ્રતિયોગી ઘટ વિના શકય નથી તેવી રીતે સંસ્કારધ્વંસ પ્રતિ પણ પ્રતિયોગી સંસ્કાર કારણ છે. તેથી સંસ્કારથી જન્ય સંસ્કારધ્વંસ પણ કહેવાશે. પરંતુ લક્ષણમાં ‘જ્ઞાનત્વ’ પદના ઉપાદાનથી સંસ્કારધ્વસંમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સંસ્કારધ્વંસ એ જ્ઞાનસ્વરૂપ નથી.
* જો લક્ષણમાં ‘માત્ર’ પદનું ઉપાદાન ન કરીએ અને ‘સંસ્કારથી જન્ય જે જ્ઞાન છે તે સ્મૃતિ છે’ એટલું જ કહીએ તો પ્રત્યભિજ્ઞા જે જ્ઞાન સ્વરૂપ છે તેમાં અતિવ્યાપ્તિ આવશે.
તે આ પ્રમાણે → ‘તત્તવન્તાવાહિની પ્રતીતિ: પ્રત્યમિજ્ઞા’ અર્થાત્ ‘ત્તત્તા’ અને ‘વન્તા’ આ બંને અંશને જણાવનારું જે જ્ઞાન છે તેને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. દા.ત. ‘સોય વેવવત્ત:’ અર્થાત્ ‘તે આ દેવદત્ત છે’ આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. કારણ કે ‘સ:’ પદ તત્તાંશને = પૂર્વે જોયેલા પદાર્થને જણાવે છે અને ‘અયં’ પદ ઇદન્તાંશને – સામે રહેલા પદાર્થને જણાવે છે. આમાં ‘તત્તાંશ’ સ્મરણાત્મક હોવાથી સંસ્કારથી જન્ય છે અને ‘ઇન્દતાંશ’ પ્રત્યાક્ષાત્મક હોવાથી ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી જન્ય છે. આમ, પ્રત્યભિજ્ઞા જ્ઞાન એ સંસ્કારથી જન્ય પણ છે અને જ્ઞાન સ્વરૂપ પણ છે તેથી સ્મૃતિનું લક્ષણ પ્રત્યભિજ્ઞા જ્ઞાનમાં પણ જવાથી અતિવ્યાપ્તિ આવશે.
પરંતુ સ્મૃતિના લક્ષણમાં ‘માત્ર’ પદના ઉપાદનથી પ્રત્યભિજ્ઞા જ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પ્રત્યભિજ્ઞા સંસ્કારમાત્રથી જન્ય નથી, ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષથી પણ જન્ય છે.
(प० ) संस्कारेति। संस्कारध्वंसेऽतिव्याप्तिवारणाय ज्ञानमिति । अनुभवेऽतिव्याप्तिवारणाय संस्कारजन्यमिति । तथापि प्रत्यभिज्ञायामतिव्याप्तिवारणाय 'संस्कारमात्रजन्यत्वं' विवक्षणीयम् । क्वचित्तथैव पाठः । न चैवं सत्यसंभवस्तस्य 'संस्कारजन्यत्वे' सतीन्द्रियार्थसंनिकर्षाजन्यार्थकत्वात् ॥
* પદકૃત્ય *
સ્મૃતિના લક્ષણમાં ‘જ્ઞાન’ પદ સંસ્કારધ્વંસમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે. ‘સંારનન્ય’ પદ અનુભવમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે. તો પણ પ્રત્યભિજ્ઞામાં અતિવ્યાપ્તિ આવે છે તેથી લક્ષણમાં ‘માત્ર’ પદની વિવક્ષા કરવી જોઇએ. અહીં ‘સંસ્ઝારમાત્રનન્યત્ત્વ વિવક્ષળીયમ્'