________________
co
નાના શબ્દની ઉત્પત્તિ માનવી આવશ્યક છે. શબ્દ ક્ષણિક હોવાથી તરત જ નષ્ટ થઈ જાય છે. અહીં પ્રથમ શબ્દ સંયોગ કે વિભાગથી ઉત્પન્ન થશે અને પછીના શબ્દો પૂર્વ પૂર્વના શબ્દોથી ઉત્પન્ન થશે.
શંકા : વીચીતરંગન્યાય અને કદમ્બમુકુલ ન્યાયથી શબ્દ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
સમા. : * વીચીતરંગ ન્યાય : જેવી રીતે તળાવમાં પથ્થરો નાંખતા તરંગ ઉત્પન્ન થાય છે અને તે બીજા બીજા અનેક તરંગોને ઉત્પન્ન કરે છે. તેવી રીતે સંયોગ કે વિભાગથી ઉત્પન્ન થયેલા પ્રથમ “ક” શબ્દ દશે દિશામાં “ક' શબ્દને ઉત્પન્ન કરે છે. અને તે દશેય દિશાનો ‘ક’ શબ્દ પોતપોતાની દિશામાં એક એક “ક” શબ્દને ઉત્પન્ન કરે છે. આ રીતે શ્રોતાના કાન સુધી “ક” શબ્દ પહોંચે છે. * કદમ્બ મુકુલ ન્યાય : જેવી રીતે એક નાળ- વાળા અધિકરણ વિશેષમાં કદમ્બ પુષ્ય પોતાના સમીપ દેશમાં આઠે દિશામાં સ્વજાતીય પુષ્પોને ઉત્પન્ન કરે છે તે પુષ્પો તે જ અધિકરણમાં પોતાના સમીપ દેશમાં આઠે દિશામાં અન્ય સ્વજાતીય પુષ્પોને ઉત્પન્ન કરે છે. તેવી રીતે સંયોગ કે વિભાગથી ઉત્પન્ન થયેલી પ્રથમ ‘ક’ શબ્દ દશેય દિશામાં ‘ક’ શબ્દને ઉત્પન્ન કરે છે. અને તે દશેય “ક” શબ્દો બીજા દશ દશ “ક” શબ્દને ઉત્પન્ન કરે છે. આ રીતે શ્રોતાના કાન સુધી ‘ક’ શબ્દ પહોંચે છે.
પિન્ક
ક૬-
ક
૮-
>ક->ક
h
છ
કટક
વીચીતરંગ
ળ્યાય -
કદળમુકુલ કે
કદમ્બ મુકુલ
ન્યાય –
ક
ડક
->
>>
વ
ક
ક ક
હા, પણ જે દિશામાં પવન વધારે હોય તે દિશામાં શબ્દો સ્પષ્ટ સંભળાય છે અને જે દિશામાં પવન ઓછો હોય તે દિશામાં શબ્દો સંભળાતા નથી.
શંકા : શબ્દોનો નાશ કેવી રીતે થાય છે?
સમા. : આમ તો ગુણનો નાશ દ્રવ્યના નાશથી થાય છે. જેમ ઘટરૂપનો નાશ ઘટ દ્રવ્યના નાશથી થાય છે. પરંતુ આકાશદ્રવ્ય નિત્ય હોવાથી તેનો નાશ થતો નથી. તેથી પૂર્વ પૂર્વ શબ્દનો નાશ ઉત્તરોત્તર શબ્દના નાશથી માન્યો છે. તેની પ્રક્રિયા આ પ્રમાણે છે - કોઇપણ શબ્દની પ્રથમક્ષણે ઉત્પત્તિ, રજીક્ષણે સ્થિતિ અને ૩જીક્ષણે વિનાશ હોય છે. એમાં જે રજીક્ષણનો સ્થિતિશીલ “ક” શબ્દ છે, તે નવા “ક” શબ્દને ઉત્પન્ન કરે છે અને એ રજક્ષણનો નવો ‘ક’ શબ્દ પૂર્વના “ક” શબ્દનો નાશ કરી પોતે સ્થિતિશીલ બને છે. હવે ફરી સ્થિતિશીલ બનેલો નવો “ક” શબ્દ બીજા ‘ક’ શબ્દને ઉત્પન્ન કરે છે અને એ “ક” શબ્દ પૂર્વના “ક” શબ્દનો નાશ કરી પોતે સ્થિતિશીલ બને છે.