________________
૮૯ , यथा भेरीदण्डसंयोगजो भांकारादिशब्दः, हस्ताभिघात-संयोगजन्यो मृदङ्गादिशब्दः। वंशे पाट्यमाने दलद्वयविभागजश्चटचटाशब्दः। शब्दोत्पत्तिदेशमारभ्य श्रोत्रदेशपर्यन्तं वीचीतरङ्गन्यायेन कदम्बमुकुलन्यायेन वा निमित्तपवनेन शब्दधारा जायन्ते। तत्र उत्तरोत्तरशब्दे पूर्वपूर्वशब्दः कारणम्॥
ક ન્યાયબોધિની ક * “શ્રોત્રમ્રાહ્યો ગુન: શબ્દઃ” શબ્દના આ લક્ષણમાં “શ્રોત્રમ્રાહ્ય' પદનું જ ઉપાદાન કરીએ તો, “જે ઇન્દ્રિયથી જે ગુણનું જ્ઞાન થાય છે, તે ઇન્દ્રિયથી તેમાં રહેલી જાતિનું પણ જ્ઞાન થાય છે' આ નિયમથી શબ્દની જેમ શબ્દમાં રહેલી શબ્દ– જાતિ પણ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય કહેવાશે. તેથી શબ્દ– જાતિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “ગુખ પદના ઉપાદાનથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે શબ્દ– એ જાતિ છે, ગુણ નથી.
* લક્ષણમાં માત્ર “TM’ પદનું જ ઉપાદાન કરીએ તો રૂપાદિ પણ ગુણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘શ્રોત્રપ્રાહિ?' પદના ઉપાદાનથી રૂપાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે રૂપાદિ શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય નથી.
આ શબ્દ ત્રણ પ્રકારનો છે - સંયોગજ, વિભાગજ અને શબ્દજ (૧) સંયોગથી જે શબ્દ ઉત્પન્ન થાય છે તેને સંયોગજ શબ્દ કહેવાય છે. દા.ત. - ભેરી અને દંડના સંયોગથી જે ભાંકારાદિ અવાજ નીકળે છે તે, તથા હસ્તના અભિઘાત = સંયોગથી ઉત્પન્ન થતો જે મૃદંગાદિ વાજિંત્રનો અવાજ છે તે સંયોગજ શબ્દ કહેવાય છે. (૨) બે વસ્તુનો વિભાગ કરવાથી જે શબ્દ ઉત્પન્ન થાય તેને વિભાગજ શબ્દ કહેવાય છે. દા.ત. -વાંસને ચીરવામાં બે પટ્ટીઓના વિભાગથી ઉત્પન્ન થતો જે ચટ અવાજ છે, તે વિભાગજ શબ્દ કહેવાય છે. (૩) જેમાં પછી પછીના શબ્દો પ્રતિ પહેલા પહેલાના શબ્દો કારણ બને તેને શબ્દજ શબ્દ કહેવાય છે. દા.ત. - ભેરી વગેરે વાજિંત્ર જે દેશમાં હોય તે દેશમાં ઉત્પન્ન થયેલો શબ્દ પોતાના સદશ બીજા શબ્દને, બીજો શબ્દ પોતાના સંદેશ ત્રીજા શબ્દને ઉત્પન્ન કરે છે. એ રીતે પ્રથમ શબ્દ જ્યાં ઉત્પન્ન થયો છે તે પ્રદેશથી માંડીને દૂર રહેલા પુરુષના શ્રોત્રદેશ = શ્રવણેન્દ્રિયના પ્રદેશ સુધી વીચીતરંગન્યાયથી અથવા કદંબમુકુલ ન્યાયથી નિમિત્તભૂત પવનવડે શબ્દની ધારા ઉત્પન્ન થાય છે એટલે દૂર રહેલા પુરુષને પણ તે શબ્દ સંભળાય છે. તેમાં પછીના શબ્દો પ્રતિ પહેલા પહેલાના શબ્દો કારણ બને છે. તેથી ઉત્તરોત્તરના શબ્દો “શબ્દ” શબ્દ કહેવાય છે.
વિશેષાર્થ :
શંકા : મુખાદિથી નીકળેલો એક જ શબ્દ કાન સુધી પહોંચે છે. એવું માનો ને... વચ્ચે શબ્દજ શબ્દ માનવાની શી જરૂર?
સમા. : મુખાદિથી નીકળેલો એ એક જ શબ્દ કાન સુધી જતો હોય તો પછી અન્ય વ્યક્તિ એ શબ્દને સાંભળી ન શકે. પરંતુ એ શબ્દ બધાને જ સંભળાય છે. તેથી શબ્દથી