________________
८८
આપત્તિ આવશે. એ આપત્તિન આવે માટે ન્યાયબોધિનીકારે જલમાં દ્રુતત્વ વિશેષણ આપ્યું છે.
(प०) चूर्णादीति।चूर्णं पिष्टं तदेवादिर्यस्य मृत्तिकादेः स चूर्णादिस्तस्य पिण्डीभावः संयोगविशेषस्तस्य हेतुर्निमित्तकारणं स्नेह इत्यर्थः। कालादावतिव्याप्तिवारणाय गुणपदम्। रूपादावतिव्याप्तिवारणाय पिण्डीभावेति । चूर्णपदं स्पष्टार्थम् ॥
* પદકૃત્ય : ચૂર્ણ = પિષ્ટ, તે જ છે આદિ જે માટી વગેરેનું તે ચૂર્ણાદિ. તેનો જે પિપ્પીભાવ = સંયોગવિશેષ છે, તેનો હેતુ = નિમિત્તકારણ સ્નેહ છે. એ પ્રમાણે મૂળની પંક્તિનો અર્થ જાણવો. | સ્નેહના આ લક્ષણમાં ગુણ' પદનું ઉપાદાન કાલાદિમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે છે. લક્ષણમાં “પિન્ડમાવત' પદના ઉપાદાનથી રૂપાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે રૂપાદિ પિપ્પીભાવના કારણ નથી. લક્ષણમાં “પૂર્ણ પદ કોઇ અવ્યાપ્તિ વગેરે દોષને દૂર કરવા માટે નથી મૂકયું, પરંતુ સ્પષ્ટતા માટે જ મૂકયું છે. વિશેષાર્થ :
* “પપ્નમાંવહેતુ: નેદઃ આવું પણ સ્નેહનું લક્ષણ ઇશ્વરઇચ્છાદિમાં જવાથી અતિવ્યાપ્તિ આવશે. કારણ કે ઇશ્વરઇચ્છાદિ કાર્ય માત્ર પ્રતિ કારણ છે અને ગુણ છે. પરંતુ લક્ષણમાં અસાધાર’ પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઇશ્વરઇચ્છા અસાધારણકારણ નથી. તેથી લક્ષણ બનશે “fપvમાવાસધારણUાં ગુ: ને?'
* જો કે “સાધારણ' પદના નિવેશથી ઈશ્વર ઈચ્છાની જેમ, સાધારણકારણ એવા કાલાદિમાં પણ અતિવ્યાપ્તિનું વારણ થઈ જ જશે. તેથી કાલાદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “' પદની જરૂર નથી પરંતુ ચૂર્ણાદિ પણ પિપ્પીભાવનું અસાધારણ સમવાયિકારણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિના વારણ માટે સ્નેહના લક્ષણમાં ગુ’ પદ આવશ્યક છે. પૂર્વાતિવ્યાતિવારાય પુર્વમુત્વમ્' (લઘુબોધિની)
' શબ્દ - નિરૂપણ मूलम् : श्रोत्रग्राह्यो गुणः शब्दः । आकाशमात्रवृत्तिः । स द्विविधः - ध्वन्यात्मको वर्णात्मकश्च । तत्र ध्वन्यात्मको भेर्यादौ । वर्णात्मकः संस्कृतभाषादिरूपः ॥
શ્રવણેન્દ્રિયથી જે ગુણનું પ્રત્યક્ષ થાય છે તેને શબ્દ કહેવાય છે. તે શબ્દ માત્ર આકાશમાં જ રહે છે. તથા ધ્વનિ અને વર્ણ સ્વરૂપે બે પ્રકારનો છે. તેમાં ભેરી, મૃદંગ વગેરે વાજિંત્રનો અવાજ તે ધ્વનિ સ્વરૂપ શબ્દ છે. અને સંસ્કૃત, પ્રાકૃત ભાષારૂપ શબ્દ તે વર્ણ સ્વરૂપ શબ્દ છે.
(न्या०) शब्दं लक्षयति-श्रोत्रेति। शब्दत्वेऽतिव्याप्तिवारणाय गुण इति। रूपादावतिव्याप्तिवारणाय श्रोत्रेति। स त्रिविधः - संयोगजो विभागजः शब्दजश्चेति।