________________
८६
વત્વ - નિરૂપણ मूलम् : आद्यस्यन्दनासमवायिकारणं द्रवत्वम् । पृथिव्यप्तेजोवृत्ति । तद द्विविधं - सांसिद्धिकं नैमित्तिकं च । सांसिद्धिकं जले, नैमित्तिकं पृथिवीतेजसोः । पृथिव्यां घृतादावग्निसंयोगजं द्रवत्वम् । तेजसि सुवर्णादौ ॥
પ્રથમ ક્ષણના સ્પન્દનનું = વહેવાનું જે અસમાયિકારણ છે તેને દ્રવત્વ કહેવાય છે. તે પૃથ્વિ, જલ અને તેજમાં રહે છે. તથા સાંસિદ્ધિક = સ્વાભાવિક પ્રવાહીપણું અને નૈમિત્તિક = નિમિત્તથી થતું પ્રવાહીપણું ભેદથી બે પ્રકારનું છે. સાંસિદ્ધિક દ્રવત્વ જલમાં છે અને નૈમિત્તિક દ્રવત્વ પૃથિવી અને તેમાં છે. (તે કેવી રીતે ?) ધૃત, લાખ, મોમ વગેરે પૃથિવી અને સુવર્ણ, રજત વગેરે તેજ અગ્નિનો સંયોગ મળતા પ્રવાહી રૂપે થાય છે. તેથી વૃતાદિ પૃથિવીમાં અને સુવર્ણાદિ તેજમાં નૈમિત્તિક દ્રવત્વ મનાયું છે. (प.)आद्यस्यन्दनेति । दण्डादिवारणाय असमवायीति । रसादिवारणाय स्यन्दनेति॥
સુગમ છે.
સ્નેહ - નિરૂપણ मूलम् : चूर्णादिपिण्डीभावहेतुर्गुणः स्नेहः । जलमात्रवृत्तिः ॥ ચૂર્ણાદિના પિંડીભાવનું કારણ જે ગુણ છે તેને સ્નેહ કહેવાય છે. તે માત્ર જલમાં જ રહે છે. વિશેષાર્થ :
(કાર્ય). (અસમવાયિકારણ) પિડીભોવ (સંયોગ) ચૂર્ણની ક્રિયા સ્નેહ (નિમિત્તકારણ)
Lજલ.
સમવાય સંબંધ
અ-સ્વસમવાસિયોગ સંબંધ ચૂર્ણાદિ
(સમાયિકારણ) * અહીં પિપ્પીભાવ જે એક વિલક્ષણ સંયોગ છે, તેની પ્રતિ ચૂર્ણાદિ સમવાયિકારણ છે. કારણ કે કાર્ય જેમાં સમવાય સંબંધથી રહેતું હોય તેને સમવાધિકારણ કહેવાય છે.
* પિપ્પીભાવ પ્રતિ ચૂર્ણની ક્રિયા અસમાવાધિકારણ છે. અસમાયિકારણનું લક્ષણ તો આગળ આવશે. છતાં સામાન્યથી કાર્ય અને કારણ બંનેનું સમવાયસંબંધથી એક અધિકરણ હોય અથવા તો સ્વસમવાસિમવેત સંબંધથી જો કારણ કાર્યના અધિકરણમાં રહેતું હોય તો એ કાર્ય પ્રતિ એ કારણને અસમવાધિકારણ કહેવાય છે. અહીં કાર્ય એવા પિડીભાવની સાથે