________________
૮૫.
પ્રથમક્ષણની પતનક્રિયાનું જે અસમાવાયિકારણ છે તેને ગુરુત્વ કહેવાય છે. તે પૃથિવી અને જલમાં રહે છે.
(न्या०)गुरत्वं लक्षयति-आद्येति । द्वितीयपतनक्रियायां वेगस्यासमवायिकारणत्वात्तत्रातिव्याप्तिवारणाय आद्येति । उत्तरत्र स्यन्दने 'आद्य' विशेषणमपि पूर्ववदेव योजनीयम् ॥
* ન્યાયબોધિની એક માદ્યપતનસમવવિજાપુ ગુરુત્વમ્' ગુરુત્વના લક્ષણમાં ‘બાઘ' પદનો નિવેશ ન કરીએ તો વેગમાં અતિવ્યાપ્તિ આવે છે કારણ કે બીજી વગેરે ક્ષણની પતનક્રિયાનું અસમવાયિ કારણ વેગ છે. પરંતુ માદ્ય' પદના નિવેશથી વેગમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે આધક્ષણની પતનક્રિયાનું અસમવાધિકારણ વેગ નથી. આગળ પણ દ્રવત્વના લક્ષણમાં “ચન્દ્ર” પદના ‘નાદ્ય' વિશેષણનું પ્રયોજન પણ આ પ્રમાણે સમજી લેવું.
(प.) आद्येति । दण्डादिवारणाय असमवायीति । रूपादिवारणाय पतनेति । वेगेऽतिव्याप्तिवारणाय आद्येति॥
પદકૃત્ય * “મસમવાય’ પદ ન મૂકીએ અને ‘બાપતનારમ્' આટલું જ ગુરુત્વનું લક્ષણ કરીએ તો દંડાદિમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે દંડના પ્રહારથી ફલાદિનું પતન થતું હોવાથી દંડ એ પતનક્રિયાનું નિમિત્ત કારણ છે અને આદિ પદથી આમ્રમાં પણ અતિવ્યાપ્તિ આવશે. કારણ કે કેરી જયારે નીચે પડે છે ત્યારે પતનક્રિયા કેરીમાં સમવાયસંબંધથી રહે છે. તેથી પતન ક્રિયાનું સમવાયિકારણ આમ્ર બનશે. પરંતુ ગુરુત્વના લક્ષણમાં સમવયિ' પદના નિવેશથી દંડાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે આદ્યપતનની ક્રિયામાં દંડ એ નિમિત્તકારણ છે અને આમ્ર એ સમવાયિકારણ છે.
કે માત્ર સમવથિકારણે ગુરુત્વમ્' આટલું જ કહેવામાં આવે તો રૂપાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે કપાલાદિનું રૂપ ઘટાદિના રૂપ પ્રતિ અસમનાયિકારણ છે. પરંતુ ગુરુત્વના લક્ષણમાં “પતન' પદના નિવેશથી રૂપાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે રૂપાદિ પતન ક્રિયાના કારણ નથી.
* હવે ‘પતના સમવયિકાર ગુરુત્વમ્' આટલું જ કહીએ તો વેગમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે પતનક્રિયાનું અસમવાયિકારણ વેગ પણ છે પરંતુ લક્ષણમાં ‘મા’ પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે વેગ દ્વિતીયાદિ ક્ષણની પતનક્રિયાનું અસમવાધિકારણ છે, આદ્ય ક્ષણની નહીં.