________________
૮૪
અપેક્ષાએ અમદાવાદ અવધિક બોમ્બેમાં દૈશિક દૂરત્વ છે. (બી) ઓછા મૂર્તદ્રવ્યોના સંયોગના જ્ઞાનથી દૈશિક અપરત્વ ઉત્પન્ન થાય છે. દા.ત. → અમદાવાદની અપેક્ષાએ સુરતથી બોમ્બે નજીક હોવાથી અમદાવાદની અપેક્ષાએ સુરત-બોમ્બે વચ્ચે મૂર્તનો સંયોગ ઓછો છે. તેથી અમદાવાદની અપેક્ષાએ સુરત અવધિક બોમ્બેમાં દૈશિક અપરત્વ છે.
આના પરથી જાણી પણ શકાય કે દૈશિક પરત્વાપરત્વને સમજવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે. જેમાં પરત્વાપરત્વ રાખવું છે તેનું જ્ઞાન હોવું જોઇએ, જેની અપેક્ષાએ પરત્વાપરત્વ આવ્યું છે તેનું પણ જ્ઞાન હોવું જોઇએ અને જેનાથી પરત્વાપરત્વ આવ્યું હોય તેનું જ્ઞાન પણ જરૂરી છે.
* કાલિક પરત્વાપરત્વની ઉત્પત્તિ ઃ (એ) સૂર્યનું પરિભ્રમણ જે વસ્તુ ઉત્પન્ન થયા પછી વધુ થયું હોય તે વસ્તુમાં કાલિક પરત્વ ઉત્પન્ન થાય છે. દા.ત. → મારી અપેક્ષાએ ગુરુજી ઉંમરમાં મોટા હોવાથી ગુરુજીને ઉત્પન્ન થયા પછી મારી અપેક્ષાએ સૂર્યના પરિભ્રમણ વધારે થયા છે. તેથી ગુરુજીમાં કાલિક પરત્વ છે. (જયેષ્ઠત્વ) (બી) સૂર્યનું પરિભ્રમણ જે વસ્તુ ઉત્પન્ન થયા પછી ઓછું થયું હોય તે વસ્તુમાં કાલિક અપરત્વે ઉત્પન્ન થાય છે. દા.ત. → ગુરુજીની અપેક્ષાએ હું ઉંમરમાં નાની હોવાથી મને ઉત્પન્ન થયા પછી સૂર્યના પરિભ્રમણ ઓછા થયા છે. તેથી મારામાં કાલિક અપરત્વ છે. (કનિષ્ઠત્વ)
આમ, અપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થવાથી પરત્વાપરત્વે ઉત્પન્ન થાય છે અને અપેક્ષાબુદ્ધિ નાશ થતા તે પરત્વાપરત્વનો પણ નાશ થાય છે.
સમા. :
શંકા : શું દેશિક પરત્વાપરત્વ અને કાલિક પરત્વાપરત્વ પૃથિવી વગેરે પાંચેયમાં રહે છે? ના, દૈશિક પરત્વાપરત્વ મૂર્તમાત્રમાં અર્થાત્ નિત્ય અને અનિત્ય એવા પૃથિવી, જલ, તેજ, વાયુ અને મન એમ પાંચેય દ્રવ્યોમાં રહે છે. જયારે કાલિક પરત્વાપરત્વ જયદ્રવ્યમાત્રમાં=અનિત્ય એવા પૃથિવી, જલ, તેજ, અને વાયુ એમ ચાર જ દ્રવ્યોમાં ૨હે છે.
અર્થાત્ * દૈશિક પરત્વાપરત્વ આકાશાદિ કોઇપણ વિભુ દ્રવ્યમાં રહેતું નથી. કારણ કે આકાશાદિ કોઇની નજીક પણ નથી અને કોઇથી દૂર પણ નથી. જયારે પૃથિવી વગેરેના નિત્ય પરમાણુમાં વૈશિક પરત્વાપરત્વ રહે છે કારણ કે યોગીઓને પરમાણુ પ્રત્યક્ષ હોવાથી તેઓ તો કહી શકે છે કે ‘આ પરમાણુ નજીક છે’, ‘આ પરમાણુ દૂર છે.’* કાલિક પરત્વાપરત્વ પૃથિવી વગેરે ચારના નિત્ય પરમાણુમાં ન રહે કારણ કે આ જલીય પરમાણુ, આ પૃથિવી પરમાણુથી આટલા વર્ષ નાનો કે મોટો છે એવું બોલી શકાતું નથી. બે સદાકાળથી છે અને સદાકાળ રહેવાના છે. વળી આકાશ, કાળ, દિશા અને આત્મા આ ચારમાં દૈશિક પરત્વાપરત્વની જેમ કાલિક પરત્વાપરત્વ પણ નથી રહેતું કારણ કે આ ચારેય દ્રવ્યો નિત્ય છે.
ગુરુત્વ - નિરૂપણ
मूलम् : आद्यपतनासमवायिकारणं गुरुत्वं, पृथिवीजलवृत्ति ॥