________________
૮૨ સમા. : “નાશકનવં પ્રતિયોતિસંવત્થાનવચ્છિન્નાર્યતાનિરૂપિત પ્રદ્યુમ્' અર્થાત્ કાર્યતાનો અવચ્છેદક સંબંધ પ્રતિયોગિતા ભિન્ન (અભાવીય વિશેષણતા રૂપ) સ્વરૂપસંબંધ લઇશું. આમ કરવાથી વિભાગનું લક્ષણ હવે સંયોગમાં નહીં જાય. તે આ પ્રમાણે.. (કાર્ય) સંયોગનાશ સંયોગ (કારણ) (કાર્ય) સંયોગનાશ વિભાગ (કારણ)
- સમવાય
સ્વરૂપ -
પ્રતિયોગિતા --
- તાદાભ્ય
સબંધ સંયોગ
સંબંધ
સંબંધો
સંબંધ
દ્રવ્ય સંયોગનાશ એ કાર્ય છે. કાર્ય પોતાના અધિકરણમાં જે સંબંધથી રહે છે તેને કાર્યતાનો અવચ્છેદક સંબંધ કહેવાય છે. તેથી જ્યારે સંયોગનાશનું કારણ સંયોગ લઈએ ત્યારે કાર્યતાનો અવચ્છેદક સંબંધ પ્રતિયોગિતા બને છે અને જ્યારે સંયોગનાશનું કારણ વિભાગ લઈએ ત્યારે જ કાર્યતાનો અવચ્છેદક સ્વરૂપસંબંધ બને છે. કારણ કે “સંયોગનાશએ અભાવ સ્વરૂપ હોવાથી સામાન્યતયા સ્વરૂપસંબંધથી પોતાના અધિકરણમાં રહે છે.
આમ, કાર્યતાનો અવચ્છેદક પ્રતિયોગિતા ભિન્ન સ્વરૂપસંબંધ લેવાથી લક્ષણ થશે 'स्वरूपसंबन्धावच्छिन्न-संयोगनाशत्वावच्छिन्नकार्यतानिरूपित-समवायसंबंधावच्छिन्नकारणताવર્વ વિભણ્ય તૈક્ષણમ્' તેથી સંયોગમાં અતિવ્યાપ્તિ નહીં આવે.
શંકા : જ્યાં “આ બન્ને વિભક્ત છે એ પ્રમાણે વિભાગની અનુભૂતિ થાય છે. ત્યાં “આ આનાથી પૃથક્ છે એ પ્રમાણે પૃથની પણ અનુભૂતિ થાય છે. અને જ્યાં પૃથની અનુભૂતિ થાય છે ત્યાં “ઘટ પટથી ભિન્ન છે' એ પ્રમાણે ભેદની પણ અનુભૂતિ થાય છે તો વિભાગ, પૃથકત્વ અને ભેદમાં તફાવત શું છે?
સમા. : વિભાગ એ પૃથકૃત્વ અને ભેદનો વ્યાપ્ય (ન્યૂનદેશવૃત્તિ) કહેવાય. કારણ કે જ્યાં જ્યાં વિભાગ હોય ત્યાં ત્યાં પૃથકત્વ અને ભેદ મળશે. પરંતુ જે પૃથક્ હોય, જે ભિન્ન હોય તે બધા જ વિભક્ત ન કહી શકાય. દા.ત.-સૂર્ય એ ચંદ્રથી પૃથકુ છે પણ વિભક્ત કહી શકાય નહીં. ઘટ એ પટથી ભિન્ન છે પણ વિભક્ત છે એવું કહી શકાય નહીં. કારણ કે જે સંયુક્ત છે તેને જ વિભક્ત કહી શકાય.
એવી જ રીતે પૃથત્વ પણ ભેદનો વ્યાપ્ય કહેવાય છે. કારણ કે જ્યાં જ્યાં પૃથક્વ છે ત્યાં બધે ભેદની પ્રતીતિ થશે પરંતુ જ્યાં જ્યાં ભેદની પ્રતીતિ થાય છે ત્યાં બધે જ પૃથકત્વ રહેતું નથી. દા.ત.ઘટત્વ એ ઘટથી ભિન્ન છે, પરંતુ ઘટવ એ ઘટથી પૃથક્ નથી. કારણ કે ઘટવા ઘટમાં અપૃથક્ ભાવથી રહે છે. માટે વિભાગ, પૃથકત્વ અને ભેદ આ ત્રણેયને એક ન કહી શકાય. જો ત્રણેયને એક માનશો તો તેઓની વચ્ચે વ્યાપ્ય - વ્યાપક ભાવ નહીં માની શકાય.
* વિભાગ પણ સંયોગની જેમ ત્રણ પ્રકારે જાણવો. (૧) જો એક જ વસ્તુ છૂટા પડવા