________________
૮૦ તેવી રીતે રૂમ સંયુૌ ' = “ઘટ-પટ આ બન્ને સંયોગવાળા છે” આ વ્યવહાર પ્રતિ જેમ ઘટાદિ તાદાભ્ય સંબંધથી કારણ છે, તેમ સંયોગ સમવાયસંબંધથી કારણ છે.
(કાર્ય) સંયુક્ત વ્યવહાર સંયોગ (કારણ)
વાચ્યતા -
સમવાય સંબંધ
સંબંધ
ઘટાદિ અહીં સંયોગના લક્ષણમાં સંયોગને વિશેષણ વિધેયા કારણ તરીકે લીધું છે. તેથી કારણતાનો અવચ્છેદક સમવાયસંબંધ બનશે. કારણ કે સંયોગ ગુણ ઘટાદિમાં સમવાય સંબંધથી રહે છે. (એ જ રીતે પૃથકત્વ, પરિમાણની કારણતા પણ સમજવી.)
જયારે કાલ, દિશા અને સંખ્યાને તાદાભ્ય સંબંધથી કારણ કહ્યા હતા. આ રીતે કાલાદિ અને સંયોગના લક્ષણમાં ભેદ જાણવો. તેથી સંયોગનું નિષ્કૃષ્ટ લક્ષણ આ પ્રમાણે થશે. 'वाच्यतासंबंधाविच्छन्न-संयुक्तव्यवहारत्वाविच्छन्न-कार्यतानिरूपितसमवायसंबंधावच्छिन्नकारणतावत्त्वम्'
* આ સંયોગ બે પ્રકારના છે. કર્મજ સંયોગ અને સંયોગજ સંયોગ. કર્મજ સંયોગ પણ બે પ્રકારનો છે- (૧) એકકમજ સંયોગ અને (૨) દ્વયકર્મજ સંયોગ. જો એક જ વસ્તુ સંયોગ કરવા માટે ક્રિયા કરતી હોય તો તે સંયોગને એક કર્મજ સંયોગ કહેવાય છે. દા.ત. ઉડીને આવેલા પક્ષિનું નિષ્ક્રિય પર્વતની સાથે જે સંયોગ તે. જો બંને વસ્તુ સંયોગ કરવા માટે ક્રિયા કરતી હોય તો તે સંયોગને દ્રયકર્મજ સંયોગ કહેવાય છે. દા.ત. બંને કુસ્તીબાજ દોડતા આવીને એકબીજાની સાથે ટકરાવારૂપ જે સંયોગ કરે છે. સંયોગથી ઉત્પન્ન થયેલા સંયોગને સંયોગજ સંયોગ કહેવાય છે. દા.ત. હાથ અને પુસ્તકના સંયોગથી શરીર અને પુસ્તકનો જે સંયોગ ઉત્પન્ન થાય છે તે
* બીજી રીતે પણ સંયોગના બે ભેદ છે. જે સંયોગથી શબ્દ ઉત્પન્ન ન થાય તે સંયોગ નોદન સંયોગ છે અને જે સંયોગથી શબ્દ ઉત્પન્ન થાય છે તે સંયોગ અભિઘાત સંયોગ છે.
વિભાગ - નિરૂપણ मूलम् : संयोगनाशको गुणो विभागः सर्वद्रव्यवृत्तिः ॥ જે ગુણ સંયોગનો નાશ કરે તે ગુણને વિભાગ કહેવાય છે. તે નવેય દ્રવ્યોમાં રહે છે.
(न्या० ) विभागं लक्षयति- संयोगेति । संयोगनाशकत्वविशिष्टगुणत्वं विभागस्य लक्षणम्। विशेषणमात्रोपादाने क्रियाया अपि संयोगनाशकत्वात्तत्रातिव्याप्तिस्तद्वारणाय 'गुणत्व' मिति विशेष्योपादानम् ॥