________________
બનશ + लक्ष्यतावच्छेदकव्यापकत्वे सति लक्ष्यतावच्छेदकावच्छिन्नप्रतियोगिताकभेदસામાનાધિરથમતિવ્યાપ્તિ:। ' અર્થાત્ જે લક્ષણ લક્ષ્યતાવચ્છેદકનું વ્યાપક હોવા સાથે લક્ષ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદના અધિકરણમાં પણ રહેતું હોય તે લક્ષણને અતિવ્યાપ્તિ દોષવાળું કહેવાય છે.
આવું લક્ષણ કરવાથી હવે દોષ નહીં આવે કારણ કે ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ = ગોભેદના અધિકરણ ઘટ, પટ વગેરેમાં નીલરૂપ રહેવા છતાં પણ લક્ષ્યતાવચ્છેદક ગોત્વનું વ્યાપક નીલરૂપ નથી, કારણ કે જ્યાં જ્યાં ગોત્વ છે ત્યાં ત્યાં બધે જ નીલરૂપ નથી. આમ, અવ્યાપ્તિ દોષથી દૂષિત ‘નીતરૂપવત્ત્વ’ લક્ષણમાં અતિવ્યાપ્તિનું લક્ષણ જશે નહીં.
જ્યારે લક્ષ્યતાવચ્છેદક ‘શોત્વ' જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ‘તૃત્વિ’ છે. તેથી શૃત્તિ માં જ લક્ષ્યતાવચ્છેદકનું વ્યાપકત્વ મળશે. તેથી ગાયનું ‘વૃદ્રિત્ત્વ’ લક્ષણ જ અતિવ્યાપ્તિ દોષવાળું કહેવાશે. જે આપણે ઈષ્ટ છે.
૪૮
"
=
અતિવ્યાપ્તિના લક્ષણનું પદકૃત્ય
* ‘લક્ષ્યતાવછે વ્યાપ~' જો આટલું જ અતિવ્યાપ્તિનું લક્ષણ કરીએ તો સાચુ લક્ષણ પણ અતિવ્યાપ્તિ દોષવાળું કહેવાશે. કારણ કે કેવલીનું સાચું લક્ષણ જે ‘ધાતિર્મક્ષયવત્ત્વ યાતિર્મક્ષય' છે, તે પણ જ્યાં જ્યાં કેવલિત્વ છે ત્યાં ત્યાં મળતું હોવાથી લક્ષ્યતાવચ્છેદક કેવલિત્વનું વ્યાપક બને છે. (વ્યાપક બે પ્રકારના હોય છે (૧) અધિકદેશવૃત્તિ વ્યાપક અને (૨) સમનિયતવ્યાપક. અહીં સમનિયતવ્યાપકતા લેવાની છે કારણ કે અહીં વ્યાપ્ય અને વ્યાપકના સમાન અધિકરણ છે.)
પરંતુ અતિવ્યાપ્તિના લક્ષણમાં વિશેષ્યાંશનું ગ્રહણ કરવાથી સદ્ભક્ષણમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે લક્ષ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ = જે કેવલીભેદ છે, તેનું અધિકરણ જે છદ્મસ્થ મનુષ્યાદિ છે, તેમાં ઘાતિકર્મક્ષય ન રહેવાથી કેવલીભેદનું સામાનાધિકરણ્ય ‘ઘાતિકર્મક્ષય’રૂપ સદ્લક્ષણમાં નહીં જશે.
*
‘લક્ષ્યતાવòાવચ્છિન્નપ્રતિયોગિતામેવસામાનધિરન્શ્યમ્' આટલું જ અતિવ્યાપ્તિનું લક્ષણ કરીએ, તો આ લક્ષણ અસંભવદોષથી ગ્રસ્ત એવા કેવલીના ‘મોહનીયર્મવત્ત્વ’ લક્ષણમાં ચાલ્યું જશે કારણ કે ‘મોહનીયકર્મ' રૂપ લક્ષણ લક્ષ્યતાવચ્છેદકકેવલિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદ = કેવલિભેદ, તેનું અધિકરણ જે છદ્મસ્થમનુષ્યાદિ છે, તેમાં પણ રહી જાય છે. અર્થાત્ કેવલીભેદનું સામાનાધિકરણ્ય‘મોહનીયર્મવત્ત્વ' રૂપ અસંભવદોષવાળા લક્ષણમાં જતું રહે છે. પરંતુ લક્ષણમાં ‘લક્ષ્યતાવ છેવ્યાપત્વે કૃતિ’ પદનું ઉપાદાન કરવાથી કોઈ દોષ આવશે નહીં, કારણ કે જ્યાં જ્યાં કેવલિત્વ હોય ત્યાં ત્યાં મોહનીયકર્મ ક્યારેય સંભવતું ન હોવાથી લક્ષ્યતાવચ્છેદક કેવલિત્વનો વ્યાપક ‘મોહનીયકમ’ ન બની શકે. આ રીતે અસંભવદોષથી દૂષિત એવા કેવલીના ‘મોહનીયકર્મ’ રૂપ લક્ષણમાં અતિવ્યાપ્તિનું લક્ષણ જશે નહીં.