________________
પપ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય નથી, તેથી તે વિશેષગુણવાળા પરમાણુને ભૂત કહી શકાશે નહીં.
સમા.. તમારી વાત બરાબર છે. તેથી અમે ‘માત્માડવૃત્તિવિશેષગુણવાન મૂતઃ' અર્થાત્ આત્મામાં નહીં રહેનારા એવા વિશેષગુણવાળાને ભૂત કહીશું. તેના કારણે ઉપરોક્ત આપત્તિ નહીં આવે. કારણ કે આત્મામાં નહીં રહેનારા એવા વિશેષગુણથી પરમાણુનું રૂપ પકડાશે અને તદ્વાન્ પરમાણુ એ ભૂત કહેવાશે. (આ રીતેનો ભૂતના લક્ષણનો પરિષ્કાર અન્ય ગ્રંથોમાં બતાવ્યો છે.)
(प० ) शब्देति। शब्दो गुणो यस्य तत्तथा। असंभववारणाय शब्दगुणोभयम् । विभिवति। सर्वमूर्तद्रव्यसंयोगि ॥
* પદકૃત્ય : મૂલકારે દેશદ્રગુપમા શમ્' આવું જે આકાશનું લક્ષણ કર્યું છે તેમાં ‘શબ્દ છે ગુણ જેનો તેને આકાશ કહેવાય છે' આ પ્રમાણે બદ્વીતિ સમાસ થયો છે. (અને બહુવ્રીહિ સમાસના કારણે ' પ્રત્યય થયો છે.)
* લક્ષણમાં “શબ્દ’ અને ‘ગુણ' આ બંને પદમાંથી એક જ પદનું ઉપાદાન કરીએ તો, બહુવ્રીહિ સમાસ થઈ શકતો ન હોવાથી “શબ્દ એ જ આકાશ છે', ગુણ એ જ આકાશ છે એ પ્રમાણે આકાશનું લક્ષણ થશે. જયારે આકાશ એ શબ્દ કે ગુણ સ્વરૂપ તો નથી. તેથી આકાશના આ લક્ષણો આકાશ માત્રમાં ઘટતા ન હોવાથી અસંભવ દોષ આવે છે. જયારે લક્ષણમાં બન્ને પદોનું ઉપાદાન કરીએ તો બહુવ્રીહિ સમાસથી “શબ્દગુણવાળો આકાશ છે” આવું આકાશનું લક્ષણ થવાથી અસંભવ દોષ નહીં આવે.
કાલદ્રવ્ય - નિરૂપણ मूलम् : अतीतादिव्यवहारहेतुः कालः । स चैको विभुर्नित्यश्च ॥ અતીતાદિ વ્યવહારનું = શબ્દપ્રયોગનું જ કારણ છે તેને કાલ કહેવાય છે. તે એક, વિભુ અને નિત્ય છે. વિશેષાર્થ :
* કાલનું અસ્તિત્વ છે : (૧) “પટ ઉત્પન્ન થયો,” “પટ વિદ્યમાન છે,’ ‘પટ ઉત્પન્ન થશે આ રીતે જગતુમાં અતીતાદિનો જે શબ્દાત્મક વ્યવહાર થાય છે, (૨) “આ વસ્તુ જૂની છે,’ ‘આ વસ્તુ નવી છે” આવી પરાપરત્વની જે પ્રતીતિ થાય છે, (૩) “આ વ્યક્તિ આયુષ્યમાં મોટો છે', “આ વ્યક્તિ આયુષ્યમાં નાનો છે” આવી જે જયેષ્ઠત્વ-કનિષ્ઠત્વની બુદ્ધિ થાય છે, તેમજ (૪) કોઈપણ કાર્યની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ થાય છે, તેના કારણ તરીકે નૈયાયિકો કાલદ્રવ્યને માને છે.
* કાલ એક જ છે: જેવી રીતેં એક જ વ્યક્તિ જયારે ભણાવર્તી હોય ત્યારે તે પંડિત,