________________
૬૯
ગન્ધ - નિરૂપણ
મૂત્નમ્ : પ્રાળગ્રાહ્યો પુળો ધઃ । સ દ્વિવિધઃ । સુમિરસુતિમશ્ચ । પૃથિવીમાત્રવૃત્તિ: 1 જે ગુણ ઘ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય છે તેને ગન્ધ કહેવાય છે. તે ગન્ધ સુરભિ = સુગંધ અને અસુરભિ = દુર્ગંધ ભેદથી બે પ્રકારનો છે અને તે ફકત પૃથિવી દ્રવ્યમાં જ રહે છે.
(प०) घ्राणग्राह्य इति । गन्धत्वादावतिव्याप्तिवारणाय गुण इति । रूपादावतिव्याप्तिवारणाय घ्राणग्राह्य इति । पृथिवीति । 'पृथिवीसंबन्धसत्त्वे गन्धप्रतीतिसत्त्वं' 'पृथिवीसंबन्धाभावे गन्धप्रतीत्यभाव' इत्यन्वयव्यतिरेकाभ्यां पृथिवीगन्धस्यैव जले प्रतीतिर्बोध्या । एवं वायावपि । ननु देशान्तरस्थकस्तूरीकुसुमसंबद्धपवनस्यैतद्देशे सत्त्वात्कुसुमादिसंबन्धाभावाद् गन्धप्रतीत्यनुपपत्तिः । न च वाय्वानीतत्र्यणुकादिसंबन्धोऽस्त्येवेति वाच्यं, कस्तूर्या न्यूनतापत्तेः, कुसुमस्य च सच्छिद्रत्वापत्तेरिति चेन्न । भोक्त्रदृष्टविशेषेण पूर्ववत्त्र्यणुकान्तराद्युत्पत्तेः । कर्पूरादौ तु तदभावान्न तथात्वमिति ॥ *પકૃત્ય *
મૂળમાં ‘પ્રાળગ્રાહ્યો ગુળો નગ્ન્ય:' આવું જે ગન્ધનું લક્ષણ કર્યું છે ત્યાં ગન્ધત્વ અને આદિથી ગન્ધાભાવ, ગન્ધત્વાભાવ, સુરભિત્વ, સુરભ્યાભાવ, સુરભિત્વાભાવ વગેરેમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા ‘મુળ’ પદનું ઉપાદાન છે. રૂપાદિ ૨૩ ગુણમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે ‘પ્રાળહ્યો’પદનું ઉપાદાન છે. (તેથી ગન્ધના લક્ષણમાં બંને પદ સાર્થક છે.) જ્યાં પૃથિવીનો સંબંધ હોય છે ત્યાં ગન્ધની પ્રતીતિ થાય છે. (અન્વય) અને જ્યાં પૃથિવીનો સંબંધ ન હોય ત્યાં ગન્ધની પ્રતીતિ થતી નથી. (વ્યતિરેક) આ પ્રમાણે પૃથિવીની સાથે ગન્ધનો અન્વય - વ્યતિરેક હોવાથી જલમાં કયારેક જે ગન્ધની પ્રતીતિ થાય છે, તે પૃથિવીના ગન્ધની પ્રતીતિ જાણવી. તથા વાયુમાં પણ ગન્ધની પ્રતીતિ પૃથિવીના સંબંધને કારણે થાય છે.
શંકા : દેશાન્તરમાં રહેલી કસ્તૂરી અથવા તો પુષ્પને સ્પર્શીને આવેલો પવન આ દેશમાં છે અને અહીં તો કસ્તૂરી અને પુષ્પરૂપ પૃથિવી નથી. તેથી ગન્ધની પ્રતીતિ ન થવી જોઇએ. પરંતુ એવું બનતું નથી. તેથી પૃથિવી સિવાય વાયુમાં પણ ગન્ધ રહે છે. એવું માનવું જોઇએ.
સમા. : અન્યદેશમાં રહેલા કસ્તૂરી અને પુષ્પને સ્પર્શીને આવેલો પવન કસ્તૂરી વગેરેના ઋણકને લઈને આ દેશમાં આવે છે. તેનો ઘ્રાણેન્દ્રિય સાથે સંબંધ હોવાથી ગન્ધની પ્રતીતિ આ દેશમાં થાય છે. માટે ગન્ધ એ પૃથિવીમાં જ રહે છે.
* ‘કસ્તૂરી વગેરેને સ્પર્શીને આવેલો પવન ઋણુક, ચતુર્ણક વગેરે લઈને જ જો આવતો હોય તો કસ્તૂરી ઓછી થઈ જવી જોઈએ અને પુષ્પ વગેરેમાં છિદ્રો પડી જવા જોઈએ’ એવું જો તમે કહેતા હોવ તો ન કહેવું કારણ કે ભોક્તાના અદૃષ્ટવિશેષ (= પુણ્ય)ના કારણે નવા નવા ત્રસરેલુ વગેરે ત્યાં આવી જાય છે. તેથી કસ્તૂરી પણ ન્યૂન થતી નથી અને પુષ્પ વગેરેમાં પણ