________________
৩০
છિદ્રો દેખાતા નથી. વળી, કપૂર, ડામરની ગોળી વગેરેમાં ભોક્તાનો અદૃષ્ટવિશેષ ન હોવાથી કપૂર વગેરેમાં નવા ત્રસરેણુ આવતા નથી. તેથી કપૂર વગેરેમાં ન્યૂનતા દેખાય છે. માટે વાયુમાં ગન્ધની જે પ્રતીતિ થાય છે તે વાયુની નહીં પણ પૃથિવીની જ છે. (અદૃષ્ટ = પુણ્ય અને પાપ, અદૃષ્ટવિશેષ = પુણ્ય અથવા પાપ કોઈ પણ લઈ શકાય. અહીં અદૃષ્ટવિશેષથી પુણ્ય ઈષ્ટ છે.)
=
નોંધ : ઉપરોક્ત બાબતમાં પ્રશ્ન એ થાય છે કે એવું તે કેવું ભોક્તાનું સામૂહિક કર્મ કે જેનાથી કપૂર વગેરેમાં નવા ઋણુકની ઉત્પત્તિ ન થાય અને સ્તૂરી વગેરેમાં થાય? શું એક પણ ભોક્તાનું એવું પુણ્ય નથી કે જે કર્પૂર વગેરેમાં ઋણુકની ઉત્પત્તિ કરાવી શકે? તે વિદ્વાનોને પુછવું જોઈએ. અમે તો યથાશ્રુત વ્યાખ્યા કરી છે. સ્પર્શ - નિરૂપણ
मूलम् : त्वगिन्द्रियमात्रग्राह्यो गुणः स्पर्शः । स च त्रिविधः, शीतोष्णानुष्णाशीतभेदात् । पृथिव्यप्तेजोवायुवृत्तिः । तत्र शीतो जले । उष्णस्तेजसि । अनुष्णाशीतः पृथिवीवाय्वोः ॥
જે ગુણનું જ્ઞાન માત્ર ત્વગિન્દ્રિય = સ્પર્શેન્દ્રિયથી જ થતું હોય તે ગુણને સ્પર્શ કહેવાય છે. તે સ્પર્શ શીત, ઉષ્ણ અને અનુષ્ણાશીત ભેદથી ત્રણ પ્રકારનો છે. આ સ્પર્શગુણ પૃથિવી, જલ, તેજ અને વાયુમાં છે. તત્ર = પૃથિવી વગેરે ચારમાંથી જલમાં શીતસ્પર્શ છે, તેજમાં ઉષ્ણસ્પર્શ છે, તથા પૃથિવી અને વાયુમાં અનુષ્કાશીતસ્પર્શ છે.
(न्या० ) स्पर्शं लक्षयति - त्वगिन्द्रियमात्रग्राह्य इति । अत्रापि मात्रपदं संख्यादिसामान्यगुणादावतिव्याप्तिवारणाय । अन्यविशेषणकृत्यं पूर्ववद् बोध्यम् । 'ग्राह्यत्व' पदार्थोऽपि पूर्ववदेव प्रत्यक्षविषयत्वरूप एव बोध्यः ॥
‘િિન્દ્રયમાત્રથ્રાહ્યત્વે સતિ મુખત્વમ્' આ સ્પર્શનું લક્ષણ છે. અહીં પણ પૂર્વે રૂપના લક્ષણમાં જણાવ્યા મુજબ સંખ્યાદિ સામાન્ય ગુણોમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં ‘માત્ર’ પદનું ઉપાદાન છે. આ ‘માત્ર’ પદ સિવાયના પણ સ્પર્શના લક્ષણમાં જે વિશેષણો તથા વિશેષ્ય છે, તેનું પ્રયોજ્ય રૂપના લક્ષણમાં જણાવ્યા મુજબ સમજી લેવું. ‘પ્રાહ્યત્વ’ પદાર્થનો અર્થ પણ પૂર્વની જેમ ‘પ્રત્યક્ષવિષયત્વ’ જ જાણવો.
(प०) स्पर्शत्वादावतिव्याप्तिवारणाय गुण इति । रूपदावतिव्याप्तिवारणाय त्वगिन्द्रियेति। संख्यादिवारणाय मात्रपदम् । तत्रेति । पृथिव्यादिचतुष्टये । शीत इतिશીતસ્પર્શઃ । કબ્જ કૃતિ-૩ાસ્પર્શઃ ॥
* પદકૃત્ય
* સ્પર્શના લક્ષણમાં સ્પર્શત્વ, આદિથી સ્પર્શાભાવ, સ્પર્શત્વાભાવ વિગેરેમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે ‘મુળત્વ’ પદનું ઉપાદાન છે. રૂપાદિમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં ‘ત્વનિન્દ્રિયમાત્રથ્રાહ્યત્વ’ પદનું ઉપાદાન છે. સંખ્યાદિમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે ‘માત્ર’ પદનું ઉપાદાન છે. મૂળમાં જે ‘તત્ર’ શબ્દ આપ્યો છે તેનો