________________
૭૪ _
* ક્યારેક તેજના સંયોગરૂપ પાકથી વસ્તુ મૂળભૂત સ્વરૂપથી તદન બદલાઈ ગઈ હોય છે - જેમ કે અન્નનું મળ બની જવું, દૂધનું દહીં બની જવું ઈત્યાદિ. * ક્યારેક તેજના સંયોગરૂપ પાકથી વસ્તુના મૂળભૂત સ્વરૂપમાં બહું ફરક દેખાતો નથી – જેમ કે કાચા ઘડાને અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે પણ એ વસ્તુ ઘડાને આકારે જ રહે છે.
આ બંને પ્રકારના પાકને ન્યાય અને વૈશેષિક બંને દર્શન માને છે. પરંતુ કેવી રીતે પરાવર્તન પામે છે એ પ્રક્રિયા વિષયક સિધ્ધાંતમાં ફરક છે.
(૧) વૈશેષિક પીલુપાકવાદી છે. પીલુમાં = પરમાણુમાં પાક માને છે. * તેજના સંયોગથી વસ્તુના મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર દેખાતો હોય ત્યાં પણ પીલુપાક માને છે. તે આ પ્રમાણે ન વ્યક્તિએ ખાધેલું જે અન્ન છે તે દાંત દ્વારા ચવાઈ જવાના કારણે તે અન્નના દરેક પરમાણુ છૂટા પડી જાય છે અને એ પરમાણુમાં જઠરાગ્નિરૂપ તેજ દ્વારા પૂર્વના રૂપાદિનો નાશ થાય છે અને મળને યોગ્ય રૂપાદિની ઉત્પત્તિ થાય છે અને પછી એ પરમાણુના સંયોગથી મળ ઉત્પન્ન થાય છે. * તેમજ તેજના સંયોગથી વસ્તુના મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર દેખાતો ન હોય ત્યાં પણ પરમાણુમાં જ પાક માને છે. તે આ પ્રમાણે જ્યારે ઘડાને અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે ઘડો નષ્ટ થતાં પરમાણુરૂપે બને છે અને એ પરમાણુમાં તેજસંયોગથી શ્યામરૂપનો નાશ થાય છે અને લાલરૂપની ઉત્પત્તિ થાય છે અને પછી એ લાલ પરમાણુઓના સંયોગથી લાલ ઘડાની ઉત્પત્તિ થાય છે.
(૨) નૈયાયિક પીલુપાકવાદી તથા પિઠરપાકવાદી એમ ઊભયપાકવાદી છે. અર્થાત્ ક્યાંક પરમાણમાં અને ક્યાંક અવયવીમાં પાક માને છે. જે તેજના સંયોગથી વસ્તુના મૂળભૂત સ્વરૂપમાં ઘણો ફેરફાર દેખાતો હોય ત્યાં તો વૈશેષિકની જેમ પરમાણુમાં જ પાક માને છે કરણ કે ત્યાં નવા દ્રવ્યની અનુભૂતિ થાય છે. પરંતુ ક તેજના સંયોગથી વસ્તુના મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર દેખાતો ન હોય ત્યાં પિન્ડમાં પાક માને છે. તે આ પ્રમાણે - કાચા ઘડાને જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે ઘડો નષ્ટ થતો નથી પરંતુ ઘડાની સાથે અગ્નિના સંયોગથી કાળા રૂપનો નાશ થાય છે અને લાલ રૂપ ઉત્પન્ન થાય છે. આમ ઘટ પિન્ડમાં જ પાકપ્રક્રિયા થાય છે.
(આ બાબતમાં તૈયાયિકની સામે વૈશેષિક શંકા કરે છે.)
વૈશેષિક : જો અવયવી ઘટમાં જ પાક માનો તો ઘટની અંદર રહેલા પરમાણુઓમાં અગ્નિનો પ્રવેશ થઈ શકશે નહીં તેથી અંદરના અવયવો લાલ નહીં થવા જોઈએ. પરંતુ ઘડાને તોડવામાં આવે તો અંદરના પણ અવયવો લાલ જ દેખાય છે. તેથી પરમાણુમાં જ પાક માનવો ઉચિત છે.
નૈયાયિક : અરે ભાઈ! અવયવી ર%= છીદ્રવાળું હોય છે. તેથી તેમાં સૂક્ષ્મ એવો અગ્નિ અંદરના અવયવો સુધી પહોંચી જાય છે. માટે ઘટના ધ્વંસ વગર જ ઘટ અંદરથી પણ લાલ થઈ જાય છે. અને બીજી વાત એ છે કે શ્યામ ઘટનો નાશ થયા પછી રક્ત ઘટની ઉત્પત્તિ માનીએ તો જે વખતે અગ્નિના ભટ્ટામાં શ્યામ ઘડો પડ્યો હોય છે તે વખતે કુંભાર ત્યાં નવો ઘડો બનાવવા તો જતો નથી તો ત્યાં લાલ ઘડાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? અને કદાચ નવો જ