________________
विजातीयतेजःसंयोगात्पूर्वरूपादिचतुष्टयनाशे तदनन्तरं दुग्धे यादृशं रूपादिकं वर्तते तादृशरूपरसगन्धस्पर्शजनकास्तेजःसंयोगा जायन्ते । तदुत्तरं तादृशरूपरसादय उत्पद्यन्ते। तादृशरूपरसादिविशिष्टपरमाणुभिर्दुग्धद्वयणुकमारभ्यते ततस्त्र्यणुकादिक्रमेण महादुग्धारम्भः । एवं दुग्धारम्भकैः परमाणुभिरेव दध्यारभ्यते। एवं पाकमहिम्ना दध्यारम्भकैरेव परमाणुभिर्नवनीतादिकमिति दिक् ॥
એક ન્યાયબોધિની પૃથિવીમાં રહેનારા રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ પાકજ અને અનિત્ય છે. પાક કોને કહેવાય ? વિજાતીય તેજના સંયોગને પાક કહેવાય છે. વિજાતીય એટલે વિલક્ષણ = જુદા પ્રકારનો તેજ સંયોગ. જેમકે અનેક પ્રકારના રૂપને ઉત્પન્ન કરનાર જે તેજસંયોગ છે તે વિલક્ષણ છે, તેની અપેક્ષાએ રસને ઉત્પન્ન કરનાર તેજસંયોગ જુદો છે. એ જ પ્રમાણે રસજનક જે તેજસંયોગ છે, તેની અપેક્ષાએ ગન્ધને ઉત્પન્ન કરનાર તેજસંયોગ જુદો. એ જ પ્રમાણે ગન્ધજનક જે તેજસંયોગ છે, તેની અપેક્ષાએ સ્પર્શને ઉત્પન્ન કરનાર તેજસંયોગ જુદો છે. (આમ ‘જુદા'ના અર્થમાં વિજાતીયનો પ્રયોગ કર્યો છે.)
(શંકા : રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આ ચારેય એક જ તેજસંયોગથી ઉત્પન્ન થાય છે એવું માની લઇએ, જુદા જુદા તેજસંયોગને માનવાની શી જરૂર છે ?)
સમા. : કાર્યની વિલક્ષણતાને જોઇને જુદા જુદા તેજસંયોગની કલ્પના કરવામાં આવે છે. દા.ત. જ્યારે કેરીને પકવવા માટે ઘાસના ઢગલામાં કેરીને નાખવામાં આવે છે ત્યારે કેટલીક વખત ઘાસમાં રહેલા ઉષ્મા = બાફ સ્વરૂપ વિલક્ષણ તેજસંયોગથી કેરીમાં જે પહેલા લીલું રૂપ હતું તેનો નાશ થાય છે અને પીળું રૂ૫ ઉત્પન્ન થાય છે પરંતુ રસ, ગન્ધ અને સ્પર્શનું પરાવર્તન થતું દેખાતું નથી. રસ પૂર્વની જેમ ખાટો જ રહે છે, ગન્ધ પૂર્વની જેમ અસુરભિ જ રહે છે અને સ્પર્શ પણ પૂર્વની જેમ કઠીન જ રહે છે. કેટલીક વખત વિલક્ષણ તેજસંયોગથી કેરીમાં જે પહેલા ખાટો રસ હતો તેનો નાશ થાય છે અને મધુર રસની ઉત્પત્તિ થાય છે જ્યારે પૂર્વના હરિત રૂપ, ગન્ધ અને સ્પર્શનું પરાવર્તન દેખાતું નથી. તેથી માનવું જ પડે કે રૂપને ઉત્પન્ન કરનાર તેજસંયોગથી રસને ઉત્પન્ન કરનાર તેજસંયોગ જુદો જ છે. એ પ્રમાણે ગબ્ધ જનક તેજસંયોગ પણ જુદો જ છે. કારણ કે કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે વિજાતીય તેજસંયોગથી કેરીમાં જે અસુરભિ ગબ્ધ હતી તેનો નાશ થાય છે અને સુરભિ ગન્ધની ઉત્પત્તિ થાય છે અને એ વખતે પૂર્વના રૂપ, રસ, અને સ્પર્શમાં કોઈ ફેરફાર થતો દેખાતો નથી. એવી જ રીતે સ્પર્શ જનક તેજસંયોગ પણ વિલક્ષણ જ છે. કારણ કે કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે વિજાતીય તેજસંયોગથી કેરીના કઠિન સ્પર્શનો નાશ થાય છે અને કોમળ સ્પર્શ ઉત્પન્ન થાય છે અને એ વખતે પૂર્વના રૂપ, રસ અને ગન્ધમાં કોઈ ફેરફાર દેખાતો નથી.તેથી