________________
૭પ ઘડો ઉત્પન્ન થયો છે એવું માની પણ લઈએ તો “સોથ{= ‘તે આ જ ઘડો છે” એવી પ્રતીતિ ન થવી જોઈએ. પરંતુ થાય તો છે જ. તેથી ઘડો એ નો એ જ છે, માત્ર એમાં તેજસંયોગથી શ્યામરૂપનો નાશ થાય છે અને લાલરૂપની ઉત્પત્તિ થાય છે, એવું માનવું વધારે ઊચિત છે.
સંખ્યા - નિરૂપણ मूलम् : एकत्वादिव्यवहारहेतुः संख्या।सा नवद्रव्यवृत्तिः।एकत्वादिपरार्धपर्यन्ता। एकत्वं नित्यमनित्यं च। नित्यगतं नित्यम्। अनित्यगतमनित्यम्। द्वित्वादिकं तु सर्वत्रानित्यमेव॥
‘એક’, ‘બે ઈત્યાદિ વ્યવહારના કારણને સંખ્યા કહેવાય છે. તે સંખ્યા પૃથિવી, જલ, તેજ વગેરે નવેય દ્રવ્યોમાં રહે છે. (તે સંખ્યા કેટલી છે?) એકત્વથી લઈને પરાર્ધ સુધીની સંખ્યા છે. તેમાંથી નિત્ય દ્રવ્યમાં રહેનારી એકત્વ સંખ્યા નિત્ય છે અને અનિત્ય દ્રવ્યમાં રહેનારી એકત્વ સંખ્યા અનિત્ય છે. આમ, એકત્વ સંખ્યા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે જ્યારે નિત્ય અને અનિત્ય દ્રવ્યોમાં રહેનારી દ્ધિત્વ, ત્રિત્વ વગેરે સંખ્યા તો અનિત્ય જ છે. વિશેષાર્થ :
એકત્વ સંખ્યાનો નાશ દ્રવ્યના નાશથી થાય છે. આકાશાદિ દ્રવ્યનો નાશ થતો નથી તેથી નિત્ય એવા આકાશાદિ દ્રવ્યોમાં રહેલી એકત્વ સંખ્યા નિત્ય જાણવી અને ઘટાદિ દ્રવ્યોનો નાશ થાય છે તેથી અનિત્ય એવા ઘટાદિ દ્રવ્યોમાં રહેલી એકત્વ સંખ્યા અનિત્ય જાણવી. જ્યારે દ્વિત્વ વગેરેનો નાશ અપેક્ષા બુદ્ધિથી થાય છે. તે આ પ્રમાણે - જ્યારે કોઈ વ્યક્તિને આકાશ અને કાલ એવા બે નિત્ય દ્રવ્યમાં ‘યોગ્ય:' એવી જે બુદ્ધિ થાય છે તે જ અપેક્ષા બુદ્ધિ છે. આવા પ્રકારની બુદ્ધિથી નિત્ય એવા આકાશ અને કાલ બંને દ્રવ્યમાં અથવા અનિત્ય એવા બંને ઘટમાં દ્વિત્ય સંખ્યા ઉત્પન્ન થાય છે અને આ અપેક્ષા બુધ્ધિ નાશ પામે ત્યારે દ્વિત્વસંખ્યા પણ નાશ પામે છે. આમ, નિત્યદ્રવ્ય કે અનિત્યદ્રવ્યમાં રહેનારી દ્વિત્વ સંખ્યા અનિત્ય જ છે. એવી રીતે ત્રિત્વ વગેરે સંખ્યા પણ સમજવી.
(प.) एकत्वादीति। एकत्व' मित्यादिर्यो व्यवहार:- ‘एको द्वा' वित्याद्यात्मकस्तस्य हेतुः संख्या इत्यर्थः। घटादिवारणाय एकत्वादीति। कालादिवारणाय असाधारणेत्यपि देयम्। ननुसंख्याया अवधिरस्ति न वेत्यत आह-एकत्वादीति।तथा च एकं दशशतंचैव सहस्त्रमयुतं तथा ।लक्षंच नियुतं चैवकोटिरर्बुदमेव च ॥वन्दंखो निखर्वश्चशतः पद्मश्च सागरः।अन्त्यं मध्यं परार्धं च दशवृद्ध्या यथाक्रमम्॥इति महदुक्तेः परार्धपर्यन्तैव संख्या इति भावः ॥
* પદકૃત્ય * * “વ્યવહારનો જે હેતુ છે તે સંખ્યા છે. આટલું જ સંખ્યાનું લક્ષણ કરીએ તો “યં પટ:' વગેરે વ્યવહારનું કારણ ઘટાદિ હોવાથી ઘટાદિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “વારિ’ પદના નિવેશથી ઘટાદિમાં અતિવ્યાપ્તિ નહી આવે. કારણ કે ઘટાદિ એકત્વાદિ વ્યવહારનું