________________
૬૮
છે. અને કદાચ ચક્ષુ દ્વારા સોનું પ્રત્યક્ષનો વિષય બનવા છતાં પણ ‘આ સોનાના અલંકાર છે કે ખોટા છે’ એવો સંશય તો રહે જ છે. તેથી ચક્ષુમાંત્ર ગ્રાહ્ય સુવર્ણ ના કહી શકાય. એ વિચારતા જ પદમૃત્યકારે ‘ગુણત્વ’ પદના અનુપાદાનમાં ઋણુકમાં અતિવ્યાપ્તિ આપી હશે એવું લાગે છે અને તે વધારે ઊચિત પણ છે. કારણ કે સૂર્યના પ્રકાશની ધારા સાથે જે રજકણો આવે છે તેને ઋણુક કહેવાય છે. તે ઋણુક સ્પર્શ દ્વારા જાણી શકાતા નથી, માત્ર ચક્ષુથી જ જાણી શકાય છે. રસ - નિરૂપણ
मूलम् : रसनग्राह्यो गुणो रसः । स च मधुराम्ललवणकटुकषायतिक्तभेदात् षड्विधः। पृथिवीजलवृत्तिः । तत्र पृथिव्यां षड्विधः । जले मधुर एव ॥
જે ગુણ રસનેન્દ્રિયથી ગ્રહણ થાય તેને રસ કહેવાય છે તે. રસ મધુર = મીઠો, આમ્લ = ખાટો, લવણ = ખારો, કટુક = કડવો, કષાય = તુરો, તિક્ત = તિખો આમ છ પ્રકારે છે. આ રસ ગુણ પૃથિવી અને જલમાં રહે છે. પૃથિવીમાં છ પ્રકારનો રસ છે, જ્યારે જલમાં મધુર જ રસ છે. (* છ એ પ્રકારના રસ દરેક પૃથિવીમાં હોતા નથી પરંતુ છ પ્રકારના રસ મળે તો પૃથિવીમાં જ મળે છે. તથા જલમાં મધુર જ રસ છે પરંતુ કેટલીક વખત ખારા પાણીનો જે અનુભવ થાય છે તે પાણીમાં ભળી ગયેલા પૃથિવીનાં અંશને કારણે છે.)
(प० ) रसनेति । रसत्वादिवारणाय गुण इति । रूपादावतिव्याप्तिवारणाय रसनेति । तत्रेति पृथिवीजलयोरित्यर्थः । षड्विध इति । अत्र 'रस' इत्यनुवर्तते ॥
*પકૃત્ય *
* રસત્વ, આદિથી રસાભાવ, રસત્વાભાવ, મધુરત્વ, મધુરાભાવ, મધુરત્વાભાવ વગેરેમાં અતિવ્યાપ્તિ દૂર કરવા માટે રસના લક્ષણમાં ‘શુળ’ પદનું ઉપાદાન છે. * રૂપાદિ ૨૩ ગુણમાં અતિવ્યાપ્તિ દૂર કરવા માટે ‘રસનગ્રાહ્ય’ પદનું ઉપાદન છે. બાકીનું સ્પષ્ટ છે.
વિશેષાર્થ :
શંકા : વધુમાંત્રપ્રાહ્યો ગુળો રૂપમ્' આ પ્રમાણે રૂપના લક્ષણમાં ‘માત્ર’ પદનું ગ્રહણ કર્યું હતુ તો રસના અને હવે પછી આવતા ગન્ધના લક્ષણમાં ‘માત્ર’ પદનું ગ્રહણ કેમ ન કર્યું? સમા. સાંસિદ્ધિક દ્રવત્વ, સંયોગ, પરિમાણ વગેરે ગુણો ચક્ષુથી તો ગ્રાહ્ય હતા પણ સાથે સાથે ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય હતા. તેથી સાંસિદ્ધિક દ્રવત્વ વગેરે ગુણોમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે રૂપના લક્ષણમાં ‘માત્ર’ પદ જરૂરી હતું. પરંતુ એવો એક પણ ગુણ નથી કે જે રસનેન્દ્રિયથી પણ ગ્રાહ્ય હોય અને રસનેન્દ્રિયથી ભિન્ન ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય હોય અથવા જે ઘ્રાણેન્દ્રિયથી પણ ગ્રાહ્ય હોય અને ઘ્રાણેન્દ્રિયથી ભિન્ન ઈન્દ્રિયથી પણ ગ્રાહ્ય હોય. તેથી રસ અને ગન્ધના લક્ષણમાં ‘માત્ર’ પદની આવશ્યકતા જ નથી. કહ્યું પણ છે ‘વ્યમિનારેળ વિશેષળમર્થવત્'. જ્યાં વ્યભિચાર દોષ આવતો હોય ત્યાં વિશેષણ સાર્થક છે.