________________
૬૬
રૂપ કહેવાય છે. શંકા : રૂપનું આવું લક્ષણ કરવા છતા પણ પ્રભા-ઘટના સંયોગમાં અતિવ્યાપ્તિ આવશે, કારણ કે પ્રભા-ઘટનો સંયોગ ચક્ષુથી ગ્રાહ્ય છે, ચક્ષુથી ભિન્ન ત્વગાદિ ઈન્દ્રિયથી અગ્રાહ્ય છે તથા ગુણ પણ છે. (પ્રભા=એવો પ્રકાશ જે માત્ર ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હોય અને જેમાં ઉષ્ણસ્પર્શની અનુભૂતિ ન હોય તે.)
સમા. : રૂપના લક્ષણમાં જે ‘ગુણ’ પદ છે, તેનો અર્થ વિશેષગુણ કરવાથી પ્રભા - ઘટસંયોગમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે સંયોગ એ સામાન્યગુણ છે જ્યારે રૂપાદિ વિશેષગુણ છે.
શંકા : ‘ગુણ’ પદનો અર્થ ‘વિશેષગુણ’ કરવાથી જ સંખ્યા, પરિમાણાદિની અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે કારણ કે તે સામાન્યગુણ છે, તો હવે સંખ્યાદિની અતિવ્યાપ્તિ દૂર કરવા માટે ‘માત્ર-ચક્ષુમિન્નેન્દ્રિયાપ્રાશ્ર્વત્વ' પદની આવશ્યક્તા નથી.
સમા. તમારી વાત બરાબર છે. પરંતુ જલમાત્રમાં સાંસિદ્ધિક દ્રવત્વ નામનો જે ગુણ રહેલો છે તે ચક્ષુર્ગાહ્ય પણ છે અને વિશેષગુણ પણ છે માટે સાંસિદ્ધિક દ્રવત્વમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ ‘માત્ર= -ચક્ષુમિન્નેન્દ્રિયાપ્રાતૃત્વ' પદ મૂકવાથી સાંસિદ્ધિક દ્રવત્વમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સાંસિદ્ધિક દ્રવત્વ જેમ ચક્ષુથી ગ્રાહ્ય છે તેમ ચક્ષુથી ભિન્ન એવી ત્વગેન્દ્રિયથી પણ ગ્રાહ્ય છે. (‘આ પાણી થીજેલું છે કે પ્રવાહીરૂપ છે’ એવું ત્વગેન્દ્રિયથી પણ જણાઈ જાય છે.) તેથી ‘માત્ર’ પદ પણ આવશ્યક છે.
શંકા રૂપનું આવું નિર્દોષ લક્ષણ કરવા છતાં પણ પરમાણુ આદિના રૂપમાં અવ્યાપ્તિ આવશે. (આદિપદથી હ્રયણુક લેવું) કારણ કે પરમાણુ આદિમાં મહત્ પરિમાણ નહીં હોવાથી પરમાણુ વગે૨ે ચક્ષુથી ગ્રાહ્ય નથી.
-
'
સમા. અમે પરમાણુ આદિના રૂપમાં આવતિ અવ્યાપ્તિને દૂર કરવા માટે રૂપનું જાતિ ઘટિત લક્ષણ કરશું ‘વધુમાંત્રપ્રાદ્યનતિમત્ત્વે મતિ મુળત્યું રૂપસ્ય લક્ષળમ્' અર્થાત્ ‘ચક્ષુર્માત્રથી ગ્રાહ્ય જાતિવાળું હોય અને ગુણ હોય તે રૂપ છે.’ હવે પટાદના શુક્લશિંદે રૂપ ચક્ષુર્માત્રથી ગ્રાહ્ય છે માટે ‘યો મુળો આ નિયમથી શુક્લાદિરૂપમાં રહેનારી રૂપત્વ જાતિ પણ ચક્ષુર્માત્રથી ગ્રાહ્ય બનશે. અને તે રૂપત્વજાતિવાળું પરમાણુ આદિનું રૂપ પણ છે વળી તે રૂપ ગુણ તો છે જ. તેથી રૂપનું જાતિટિત લક્ષણ ક૨વાથી પરમાણુ આદિ રૂપમાં અવ્યાપ્તિ આવશે નહીં.
(નોંધ :- ન્યાયબોધિનીકા૨ે ૫૨માણુના રૂપમાં અવ્યાપ્તિ જણાવી નથી પરંતુ ‘અથવા’ કરીને આગળનો ગ્રંથ લખ્યો છે.) અથવા તો આ જાતિઘટિત લક્ષણ કરવાથી જ પ્રભા-ઘટના સંયોગની અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે કારણ કે સંયોગત્વજાતિ ચક્ષુર્માત્રથી ગ્રાહ્ય નથી. તે આ પ્રમાણે...........પ્રભા-ઘટનો સંયોગ ભલે ચક્ષુમાંત્ર ગ્રાહ્ય હોય પરંતુ ઘટ-પટ વગેરેના કેટલાક સંયોગ માત્ર ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય નથી, ત્વગેન્દ્રિયથી પણ ગ્રાહ્ય છે માટે ‘યો શુળો વિન્દ્રિય......'