________________
सुखेति ॥ इति द्रव्यनिरूपणम् ।
પદકૃત્ય સ્પષ્ટ છે. વિશેષાર્થ : મનના લક્ષણમાં ‘જ્ઞાનનું જ કારણ છે અને ઇન્દ્રિય છે તે મન છે” આટલું જ કહીએ તો ચક્ષુ વગેરે ઇન્દ્રિય પણ રૂપાદિ જ્ઞાનનું કારણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “સુરઉદુ:સ્વાદ્રિ' પદના નિવેશથી ચક્ષુ વગેરે ઇન્દ્રિયોમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણકે, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો જ્ઞાનનું કારણ તો છે પરંતુ સુખ, દુઃખ વગેરે જે આત્માના વિશેષ ગુણો છે તેના જ્ઞાનનું કારણ નથી.
છે અથ પુતિક્ષણપ્રશ્નર || નવ દ્રવ્યનું નિરૂપણ પૂર્ણ થયું. હવે ૨૪ ગુણમાંથી પ્રથમ રૂપનું નિરૂપણ કરાય છે. કારણ કે “સર્વપાર્થીનામfમસ્જિનિમિત્તત્વી રૂપં નિરૂપતિ’ (ચા.વ.)
રૂપ - નિરૂપણ मूलम् : अथ गुणा निरूप्यन्ते-चक्षुर्मात्रग्राह्यो गुणो रूपम्। तच्च शुक्लनीलपीतरक्तहरितकपिशचित्रभेदात्सप्तविधम् । पृथिवीजलतेजोवृत्ति । तत्र पृथिव्यां सप्तविधम्। अभास्वरशुक्लं जले। भास्वरशुक्लं तेजसि ॥
જે ગુણ, માત્ર ચક્ષુ ઇન્દ્રિયથી બાહ્ય છે તેને “રૂપ” કહેવાય છે. આ રૂપ સફેદ, કાળું, પીળું, લાલ, લીલું, ભૂખરું તથા કાબરચિતરૂં એમ સાત પ્રકારનું છે. (આ રૂપ ક્યાં રહે છે?) આ રૂપ પૃથિવી, જલ અને તેમાં રહે છે. તેમાં પૃથિવીમાં સાત પ્રકારનું રૂપ છે. જલમાં અભાસ્વર શુક્લ રૂપ છે અને તેમાં ભાસ્વર શુક્લ રૂપ છે. (ભાસ્વર = દેદીપ્યમાન)
વિશેષાર્થ : સાતેય પ્રકારનું રૂપ દરેક પૃથિવીમાં હોતું નથી પરંતુ સાતેય પ્રકારનું રૂપ મળે તો પૃથિવીમાં જ મળે જલાદિમાં ન જ મળે એવો અર્થ કરવો.
શંકા : નીલાદિ છએ પ્રકારના રૂપનું મિશ્રણ જ તો ચિત્રરૂપ છે. તો પછી તમે સાતમું ચિત્રરૂપ શા માટે માનો છો?
સમા. : રૂપ પોતાના અધિકરણના સર્વ અંશમાં વ્યાપિને જ રહે છે. હવે એક જ વસ્ત્રમાં ત્રણ, ચાર વર્ણ હોય તો એક પણ વર્ણ વસ્ત્રમાં સંપૂર્ણ વ્યાપિને રહ્યો ન કહેવાય. તેથી સંપૂર્ણ વ્યાપિને રહેનારો કોઇ એક વર્ણ તો માનવો પડશે. તે જ ચિત્રરૂપ છે.
(न्या०) रूपं लक्षयति - चक्षुरिति । चक्षुर्मात्रग्राह्यत्वविशिष्टगुणत्वं रूपस्य लक्षणम्। विशेष्यमात्रोपादाने रसादावतिव्याप्तिः । अत 'श्चक्षुर्मात्रग्राह्यत्वं' विशेषणम् । तावन्मात्रोपादाने रूपत्वेऽतिव्याप्तिः । यो गुणो यदिन्द्रियग्राह्यस्तन्निष्ठा जातिस्तदिन्द्रियग्राह्ये' ति नियमात्, तद्वारणाय विशेष्योपादानम्। चक्षुर्मात्रग्राह्यत्वं' नाम चक्षुर्भिन्नेन्द्रियाग्राह्यत्वे सति