________________
૬૧
નોંધ : સાંખ્ય યોગ, વેદાન્ત, મીમાંસક, બૌદ્ધ આ બધા જ દર્શનકારો જ્ઞાન અને આત્માનો અભેદ માને છે. અર્થાત્ “આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે એવું માને છે. જ્યારે નૈયાયિક આત્મા અને જ્ઞાનમાં ભેદ માને છે. બધા દર્શનકારોથી આ મત અલગ છે એવું વિશેષ દ્યોતન કરવા માટે “જ્ઞાનાવી આત્મા’ એ પ્રમાણે આત્માનું લક્ષણ ન કરતા “જ્ઞાનાધિકરણાત્મા’ એ પ્રમાણેનું લક્ષણ કર્યું છે એવું લાગે છે.
(प.) ज्ञानाधिकरणेति । भूतलादिवारणाय ज्ञानेति । कालादिवारणाय समवायेनेत्यपि देयम् । ईश्वर इति । समवायसम्बन्धेन नित्यज्ञानवानीश्वरः । जीव इति। सुखादिसमवायिकारणं जीव इत्यर्थः ॥
કે “જ્ઞાન” શબ્દ ન લખીએ અને “જે અધિકરણ છે તે આત્મા છે. આ પ્રમાણે આત્માનું લક્ષણ કરીએ તો ભૂતલ વગેરે પણ અધિકરણ હોવાથી ભૂતલ વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં જ્ઞાન' પદના નિવેશથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ભૂતલાદિ જ્ઞાનના અધિકરણ નથી.
* કાલ, વિષયાદિમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે આત્માના લક્ષણમાં “સમવાયેન પદનો નિવેશ કરવો. (ન્યાયબોધિનીમાં જણાવ્યું છે.) સમવાયસંબંધથી નિત્ય જ્ઞાનવાળા ઇશ્વર છે, અને સુખ-દુઃખનું જે સમવાયિકારણ છે તે જીવાત્મા છે.
વિશેષાર્થ : શંકા : મૂલકારે ઇશ્વરને જ પરમ = શ્રેષ્ઠાત્મા કહ્યો, જીવને કેમ નહીં?
સમા. : (૧) ઇશ્વર અનાદિ મુક્ત છે. ક્યારેય પણ બંધનોથી બંધાયેલા ન હતા અને બંધાશે પણ નહીં, જયારે જીવ અમુક બદ્ધ અને અમુક મુક્ત હોય છે. તેથી પરમ = શ્રેષ્ઠ નથી. (૨) ઇશ્વરમાં અનાદિ સર્વજ્ઞતા અને સૃષ્ટિકર્તુત્વ છે, જયારે જીવ મુક્ત થાય તો પણ એમાં સર્વજ્ઞતા કે સૃષ્ટિકર્તૃત્વ નહીં આવે. તેથી જીવ પરમ નથી. (૩) ઇશ્વરમાં નિત્ય જ્ઞાન છે, જયારે બદ્ધાવસ્થામાં જીવમાં અનિત્ય જ્ઞાન છે, અને જીવ મોક્ષમાં જાય ત્યારે જીવમાં જ્ઞાનનો અભાવ હોય છે. માટે જીવ પરમ નથી. (૪) ઈશ્વર જ જીવોને કર્મ પ્રમાણે ફળ આપે છે જીવ ન આપી શકે. તેથી પણ જીવ શ્રેષ્ઠ નથી. (૫) ઇશ્વર એક જ છે, અદ્વિતીય છે, એમના જેવું બીજું કોઈ નથી જયારે જીવ નાના છે. તેથી ઇશ્વર પરમ છે, જીવ નહીં. (૬) ઇશ્વર શરીર વગર સૃષ્ટિને ઉત્પન્ન કરવારૂપ કાર્ય કરી શકે, જયારે જીવ શરીર રૂપ ઉપાધિ દ્વારા જ નાનામાં નાનું કાર્ય કરી શકે. તેથી પણ જીવ શ્રેષ્ઠ નથી. (૭) જીવ મુક્ત અવસ્થામાં પણ આવા પરમતત્ત્વને પ્રાપ્ત નહીં કરી શકે તેથી પણ જીવ શ્રેષ્ઠ નથી.
મનદ્રવ્ય - નિરૂપણ मूलम् : सुखाद्युपलब्धिसाधनमिन्द्रियं मनः। तच्च प्रत्यात्मनियतत्वादनन्तं परमाणुरूपं नित्यं च ॥