________________
૬૨
સુખ અને દુઃખની ઉપલબ્ધિ = સાક્ષાત્કારનું જે કારણ છે અને ઇન્દ્રિય છે, તેને મન કહેવાય છે. તે મન પ્રત્યેક આત્મામાં નિયત = ચોક્કસ રીતે હોવાથી (આત્માની જેમ) અનંત છે, પરમાણુ સ્વરૂપ છે અને નિત્ય છે. વિશેષાર્થ :
* મનનું અસ્તિત્વ છે : આત્મા, ઇન્દ્રિય અને પદાર્થનો સકિર્ષ હોવા છતાં પણ વસ્તુનું જ્ઞાન થતું નથી. તેથી બીજું પણ એવું તત્ત્વ છે કે જે હોય તો જ્ઞાન થાય અને જે ન હોય તો જ્ઞાન ન થાય, તે તત્ત્વ મન છે. માત્મક્રિયાર્થસંનિઝર્વેજ્ઞાનસ્થ માવોડમાવશ મનસો તિમ્ !' કણાદ.
* મન અનેક છે : સુખ-દુ:ખ વિગેરેની અનુભૂતિઓ બધાને જુદી જુદી થાય છે. તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક આત્માની સાથે જોડાયેલું મન પણ જુદું જુદું જ છે.
* મન અણુ છે : મન જે ઇન્દ્રિયની સાથે જોડાયેલું હોય તે ઇન્દ્રિયના જ વિષયનું જ્ઞાન કરે છે. જો મન વિભુ હોય તો દરેક ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન કરવું જોઈએ. પરંતુ એવું થતું નથી. તેથી મન અણુ છે.
* મન નિત્ય છે : આ મન પરમ અણુરૂપ છે, તેથી નિત્ય છે. જો આ મન પરમાણુરૂપ નહીં હોત અને મધ્યમપરિમાણવાળું હોત તો ઉત્પન્ન થતું હોવાથી અનિત્ય બની જાત.
(न्या०) मनो निरूपयति - सुखादीति। उपलब्धिर्नाम साक्षात्कारः । तथा च सुखदुःखादिसाक्षात्कारकारणत्वे सति इन्द्रियत्वं मनसो लक्षणम्। इन्द्रियत्वं' मात्रोक्तौ चक्षुरादावतिव्याप्तिरतः सुखादिसाक्षात्कारकारणत्वविशेषणम् । विशेष्यानुपादाने आत्मन्यतिव्याप्तिः, आत्मनः सुखादिकं प्रति समवायिकारणत्वात्। अत 'इन्द्रियत्व' रूपविशेष्योपादानम् ॥
ક ન્યાયબોધિની ક મૂળમાં મનના લક્ષણમાં જે ‘ઉપલબ્ધિ પદ આપ્યું છે, તેનો અર્થ સાક્ષાત્કાર છે. તેથી લક્ષણ થશે – “સુખ-દુઃખાદિસાક્ષાત્કારનું જે કારણ છે અને જે ઇન્દ્રિય છે તે મન છે.'
* જો લક્ષણમાં “જે ઇન્દ્રિય છે, તે મન છે” આટલું જ કહીએ તો ચક્ષુ વગેરે પણ ઇન્દ્રિય હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ ચક્ષુ વગેરે સુખદુઃખાદિ સાક્ષાત્કારનું કારણ ન હોવાથી સુરઉદુ:સ્વાદ્રિસાક્ષારકારત્વ'આ પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે.
* જો લક્ષણમાં જે સુખ-દુઃખાદિસાક્ષાત્કારનું કારણ છે, તે મન છે.” આટલું જ કહીએ તો આત્મા, ઉપલક્ષણથી આત્મ-મનસંયોગ, પ્રતિબંધકાભાવ, વ્યક્તિનું અદૃષ્ટ, ઘટાદિ વિષય આ બધા પણ સુખાદિના જ્ઞાન પ્રતિ કારણ છે. તેથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. “ન્દ્રિયત્ન' પદના નિવેશથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે આત્મા વગેરે ઇન્દ્રિય નથી.
(प०) सुखेति । आत्ममनःसंयोगादिवारणाय इन्द्रियमिति । चक्षुरादिवारणाय