________________
૫૩
જોઇએ. તેથી શબ્દના આશ્રય તરીકે અમે આકાશને માનીએ છીએ.
શંકા : પૃથિવી વગેરે આઠમાંથી કોઇપણ એકને શબ્દનો આશ્રય માની લ્યો ને...
સમા. : શબ્દ, પૃથિવી વગેરે ચારનો (= પૃથિવી, અપ, તેજ, વાયુ) અને આત્માનો ગુણ નથી કારણ કે આ પાંચના રૂપાદિ વિશેષગુણો શ્રોત્રથી ગ્રાહ્ય નથી, જયારે શબ્દ તો શ્રોત્રથી ગ્રાહ્ય છે. તેમજ દિશા, કાળ અને મન આ ત્રણ દ્રવ્યોમાં પણ શબ્દ નથી રહેતો કારણ કે દિશા, કાળ અને મનમાં કોઇ વિશેષગુણ રહેતો નથી, જયારે શબ્દ તો વિશેષગુણ છે. તેથી આઠથી ભિન્ન શબ્દગુણ માટે ગુણી તરીકે આકાશ દ્રવ્ય માનવું જોઇએ.
(न्या०) आकाशं लक्षयति - शब्दगुणकमिति। गुणपदम् आकाशे शब्द एव विशेषगुण' इति द्योतनाय न त्वतिव्याप्तिवारणाय, समवायेन शब्दवत्त्वमात्रस्य सम्यक्त्वात्। तच्चैकमिति।अनेकत्वे मानाभावादिति भावः। विभ्विति ।सर्वमूर्तद्रव्यसंयोगित्वं विभुत्वम्। मूर्तत्वं च क्रियावत्त्वम्। पृथिव्यप्तेजोवायुमनांसि मूर्तानि। पृथिव्यप्तेजोवाय्वाकाशेति पञ्चक भूतपदवाच्यम्। भूतत्वं नाम बहिरिन्द्रियग्राह्यविशेषगुणवत्त्वम् ॥
* ન્યાયબોધિની (પૃથિવી વગેરેના લક્ષણમાં ક્યાંય “ગુણ” પદનો નિવેશ નથી ર્યો. દા.ત. “Tન્યવતી પૃથિવી કહ્યું છે પરંતુ “સ્થાપવતી પૃથવી’ નથી કહ્યું. તેની જેમ) “સમવાયેન શવમાશસ્ય નક્ષત્' ફક્ત આટલું જ આકાશનું લક્ષણ સમ્યક્ હોવા છતાં પણ, આકાશના લક્ષણમાં “ગુણ' પદનો નિવેશ અમે અતિવ્યાપ્તિના વારણ માટે નથી કર્યો. પરંતુ (પૃથિવી વગેરેમાં રૂપ, રસ વગેરે ઘણાં વિશેષગુણો રહે છે જ્યારે) આકાશમાં એકમાત્ર “શબ્દ' જ વિશેષગુણ છે, એવું બતાવવા માટે કર્યો છે.
તસ્વૈમિતિ ઘટાકાશ, પટાકાશ દ્વારા આકાશને અનેક માનવામાં કોઈ પ્રમાણ નથી. કારણ કે ઘટાકાશ, પટાકાશ વગેરે આકાશના ભેદો ઘટ, પટ વગેરે ઉપાધિથી કરાયા છે, વાસ્તવિક ભેદો નથી. તેથી આકાશ એક છે.
વિMિત્તિ વિભ કોને કહેવાય ? સર્વ મૂર્તદ્રવ્યોની સાથે જેનો સંયોગ હોય તેને વિભુ કહેવાય છે. આકાશનો પણ સર્વમૂર્તિદ્રવ્યોની સાથે સંયોગ છે, તેથી આકાશ વિભુ છે.
મૂર્તવં મૂર્તદ્રવ્ય કોને કહેવાય? જે દ્રવ્ય ક્રિયાવાળું છે તેને મૂર્તદ્રવ્ય કહેવાય છે. પૃથિવી, જલ, તેજ, વાયુ અને મન આ પાંચ દ્રવ્યો ક્રિયાવાળા હોવાથી મૂર્તદ્રવ્યો કહેવાય છે.
મૂતત્વ ભૂતદ્રવ્ય કોને કહેવાય? જેનો વિશેષગુણ મનથી અતિરિક્ત ચક્ષુ વગેરે બહિરિન્દ્રિયથી ગ્રાહ્ય હોય તે દ્રવ્યોને ભૂત કહેવાય છે. બહિરિન્દ્રિય જે પાંચ છે, એમાંથી ચક્ષુ દ્વારા રૂપ, સ્નેહ અને સાંસિદ્ધિક દ્રવત્વનું, ઘાણ દ્વારા ગન્ધનું, રસનેન્દ્રિય દ્વારા રસનું, શ્રોત્ર દ્વારા શબ્દનું, વદ્દ દ્વારા સ્પર્શ, સ્નેહ અને સાંસિદ્ધિકદ્રવત્વનું જ્ઞાન થાય છે અને એ વિશેષગુણવાળા પૃથિવી, જલ, તેજ, વાયુ અને આકાશ જ છે. તેથી પૃથિવ્યાદિ પાંચ જ ભૂતદ્રવ્યો છે.
વિશેષાર્થ :