________________
પર
વૃક્ષાદિ' પદ છે, તેમાં આદિપદથી જલ વગેરેને પણ ગ્રહણ કરવું.
શરીરાતિ ............ સંવારીતિ |
* “શરીરીન્તઃ સંવાર વાયુઃ પ્રાપ:' પ્રાણવાયુના આ લક્ષણમાં જો ‘વાયુ: પ્રાપ:' અર્થાત્ જે વાયુ છે તેને પ્રાણવાયુ કહેવાય” આટલું જ કહીએ તો મહાવાયુ = વંટોળીયો વગેરે પણ વાયુ હોવાથી તેને પણ પ્રાણવાયુ કહેવાની આપત્તિ આવશે. “શરીરન્તઃ સંવારી” આ વિશેષણ પદના નિવેશથી મહાવાયુમાં પ્રાણવાયુનું લક્ષણ જશે નહીં કારણ કે મહાવાયુ શરીરમાં સંચાર કરતો નથી.
* જો લક્ષણમાં “શરીરન્તઃ સંવારી” આટલું જ કહીએ તો મન, રૂધિર વગેરે પણ શરીરની અંદર સંચાર કરતા હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ વાયુ:' આ વિશેષ્ય પદના ઉપાદાનથી ઉપરોક્ત આપત્તિ આવશે નહીં કારણ કે મન વગેરે વાયુ સ્વરૂપ નથી. | * “શરીરીન્તઃ વાયુઃ પ્રાપ:' અર્થાત્ “શરીરની અંદર રહેનારા વાયુને પ્રાણવાયુ કહેવાય છે” આટલું લક્ષણ કરીશું તો ધનંજય નામનો વાયુ પણ શરીરની અંદર રહેતો હોવાથી તેમાં પણ પ્રાણવાયુનું લક્ષણ જતું રહેશે. “સંવારી' પદના નિવેશથી ઉપરોક્ત આપત્તિ નહીં આવે. કારણ કે ધનંજય વાયુ શરીરમાં રહેલો જરૂર છે પરંતુ સ્થિર રહેલો છે, સંચાર કરતો નથી.
૩પથતિ રૂ ત્યર્થઃ | મુખ અને નાસિકાવડે નીકળતા અને પ્રવેશ કરતા વાયને ‘પ્રાણવાયુ” કહેવાય છે, પીધેલા પાણીને તથા ખાધેલા અન્નને નીચે લઈ જતા વાયુને “અપાનવાયું કહેવાય છે, ખાધેલા અન્નનું પાચન થાય તે માટે જઠરાગ્નિને જે પ્રદિપ્ત કરે તે વાયુને “સમાનવાયુ” કહેવાય છે, અન્ન વગેરેને ઉપર લઈ જતા વાયુને “ઉદાનવાયુ” કહેવાય છે, નાડીઓના મુખમાં વિસ્તૃતરૂપથી વ્યાપેલા વાયુને ‘વ્યાનવાયુ” કહેવાય છે. આ રીતે જુદી જુદી ક્રિયારૂપ ઉપાધિથી એક જ પ્રકારના આ પ્રાણવાયુનો અપાન, ઉદાન વગેરે રીતે વ્યવહાર કરાય છે.
આકાશદ્રવ્ય - નિરૂપણ मूलम् : शब्दगुणकमाकाशम् । तच्चैकं विभु नित्यं च ॥ શબ્દ છે ગુણ જેનો, તેને આકાશ કહેવાય છે. તે આકાશ એક, વિભુ અને નિત્ય છે. વિશેષાર્થ : આકાશની દ્રવ્ય તરીકે સિદ્ધિ ક
ચાર્વાક : હે નૈયાયિક! તમારે આકાશને અલગ દ્રવ્ય માનવાની જરૂર જ નથી કારણ કે પૃથિવી વગેરેનું ન હોવું એ જ તો આકાશ છે. એટલે કે પૃથિવી વગેરેનો અભાવ જ્યાં મળે તેને આકાશ કહેવાય છે. વળી જયોતિષચક્રની જે બાર રાશિ છે તે રાશિ વિભાગમાં પણ ચાર જ તત્ત્વ બતાવ્યા છે. પાંચમું આકાશ તત્ત્વ બતાવ્યું નથી. તેથી આકાશને અભાવ સ્વરૂપ જ માનવું જોઇએ.
નૈયાયિક : જુઓ! શબ્દ એ ગુણ છે અને ગુણ કયારેય પણ પોતાના દ્રવ્યને ( આશ્રયને) છોડીને રહેતા નથી. તેથી જયારે મુખથી બોલાયેલો શબ્દ વીચીતર ન્યાયથી કાન સુધી પહોંચે છે, તે વખતે પણ તે શબ્દ નિરાશ્રિત તો નહીં જ પહોંચે. એનો કોઇને કોઇ તો આશ્રય હોવો જ