________________
કાર ચલાવતો હોય ત્યારે તે ચાલક, રસોઈ બનાવતો હોય ત્યારે તે પાચક કહેવાય છે, અર્થાત્ વ્યક્તિ એક હોવા છતાં પણ ઉપાધિના વશથી એની જુદી જુદી સંજ્ઞા થાય છે. તેવી રીતે ક્ષણ વગેરે ઉપાધિના કારણે “આ શુભ દિવસ છે', “આ અશુભ દિવસ છે” વગેરે કાલના જુદા જુદા ભેદો ભાસિત થાય છે. પરંતુ કાલ તો એક જ છે.
* કાલ વિભુ છે : કાલની પ્રતીતિ બધી જ જગ્યાએ થાય છે, તેથી કાલ વિભુ છે. * કાલનિત્ય છેઃ અતીતાદિ વ્યવહારની પ્રતીતિ ત્રણેય કાલમાં થાય છે. તેથી કાલ નિત્ય છે.
પૂર્વે સમવાયસંબંધથી પૃથિવી વગેરેમાં કોઈને કોઈ ગુણ રાખીને તેના સમવાયિકારણ તરીકે લક્ષણો કર્યા છે. દા.ત. – “જે ગન્ધવાળી હોય તે પૃથિવી છે” વગેરે. પરંતુ કાલમાં કોઈ વિશેષગુણ રહેતો ન હોવાથી તેનું સમવાયિકારણ તરીકે લક્ષણ ન થઈ શકે.
(न्या०) कालं लक्षयति-अतीतेति । व्यवहारहेतुत्वस्य लक्षणत्वे 'घट' इति व्यवहारहेतुभूतघटादावतिव्याप्तिः । तद्वारणाय अतीतादीति विशेषणोपादानम् ॥
એક ન્યાયબોધિની જ જો વ્યવહારહેતુત્વમ્ ' આટલું જ કાલનું લક્ષણ કરીએ અને ‘પ્રતીતાદ્રિ' ન લખીએ તો આ ઘટ છે એ પ્રમાણે શબ્દાત્મક વ્યવહારનું કારણ ઘટાદિ વસ્તુ પણ હોવાથી એમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ કાલના લક્ષણમાં ‘પ્રતીતાદ્રિ' પદના નિવેશથી ઘટાદિ વસ્તુમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે અતીતાદિ વ્યવહારનું કારણ ઘટાદિ નથી પણ કાલ જ છે.
(प.) अतीतेति। 'अतीत' इत्यादिर्यो व्यवहारोऽतीतो भविष्यन्वर्तमान इत्यात्मकस्तस्यासाधारणहेतुः काल इत्यर्थ: । नन्विदं लक्षणमाकाशेऽतिव्याप्तं, व्यवहारस्य शब्दात्मकत्वादिति चेत् । न, अत्र हेतुपदेन निमित्तहेतोर्विवक्षितत्वात्। न चैवं कण्ठताल्वाद्यभिघातेऽतिव्याप्तिरिति वाच्यम्, विभुत्वस्यापि निवेशात् ।
* પદકૃત્ય છે મૂલમાં જે કાલનું લક્ષણ આપ્યું છે તેનો અર્થ આ પ્રમાણે સમજવો – “આ થઈ ગયું, “આ થાય છે', “આ થશે” એ પ્રમાણેના વ્યવહારનું જે અસાધારણકારણ છે તેને કાલ કહેવાય છે.
* ઉપરોક્ત કાલનું લક્ષણ આકાશમાં અતિવ્યાપ્ત થશે. કારણ કે અતીતાદિ વ્યવહાર એ શબ્દાત્મક હોવાથી તેનું (અતીતાદિ શબ્દનું), અસાધારણ સમવાયિકારણ આકાશ પણ થશે. પરંતુ હેતુ પદથી “નિમિત્તકારણ' લેવાથી આકાશમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે અતીતાદિ શબ્દાત્મકવ્યવહારનું આકાશ નિમિત્તકારણ નથી.
* હા, આવું પણ કાલનું લક્ષણ કરવા છતાં કંઠ અને તાલ વગેરેનો જે અભિઘાત = સંયોગવિશેષ છે, તેમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે શબ્દાત્મક વ્યવહારનું નિમિત્તકારણ તો કંઠ