________________
૩૮ प्रतियोगिताकभेदसामानाधिकरण्यमतिव्याप्तिः। अव्याप्तिस्तु लक्ष्यतावच्छेदकसमानाधिकरणात्यन्ताभावप्रतियोगित्वम्।असंभवस्तु लक्ष्यतावच्छेदकव्यापकीभूताभावप्रतियोगित्वम् ॥
લક્ષણના ત્રણ દોષ હોય છે. (૧) અતિવ્યાપ્તિ : “અલક્ષ્યમાં લક્ષણનું રહેવું તે અતિવ્યાપ્તિ દોષ છે. દા.ત. - જો ગાયનું લક્ષણ ‘કૃત્તેિ કરવામાં આવે તો આ લક્ષણ ગાયથી ભિન્ન ભેંસ વગેરેમાં પણ જતું રહેશે. કારણ કે ભેંસ વગેરે પણ શિંગવાળા છે. (૨) અવ્યામિ : “લક્ષ્યના એક ભાગમાં લક્ષણનું ન રહેવું = લક્ષ્યતાવચ્છેદકના આશ્રયભૂત કોઈક લક્ષ્યમાં લક્ષણનું ન રહેવું તે અવ્યાપ્તિ દોષ છે. દા.ત. - જો ગાયનું લક્ષણ નીર્નરૂપવત્ત્વ કરીએ તો લક્ષ્યાવચ્છેદક જે ગો છે, તેના આશ્રયભૂત શ્વેતગાયમાં લક્ષણ નહીં જવાથી અબાપ્તિ આવશે. કારણ કે શ્વેતગાયમાં નીલરૂપનો અભાવ છે. (૩) અસંભવ : ‘લક્ષ્ય માત્રમાં ક્યાંય પણ લક્ષણનું ન રહેવું તે અસંભવ દોષ છે. દા.ત. - જો ગાયનું લક્ષણ “શિવત્ત્વ' = “એક ખુરવાળી હોય તે ગાય” એવું કરીએ તો આ લક્ષણ અસંભવ દોષવાળું બનશે. કારણ કે બધી જ ગાય બે ખુરવાળી હોવાથી “શિર્વત્ત્વ' લક્ષણ કોઈ પણ ગાયમાં રહેશે નહીં.
નવ્યન્યાયની શૈલીમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવનું નિષ્કૃષ્ટ લક્ષણ આ પ્રમાણે છે. (૧) લક્ષણનું લક્ષ્યાવચ્છેદકના અધિકરણમાં પણ રહેવું અને લક્ષ્યતાવચ્છેદકાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદના અધિકરણમાં પણ રહેવું તે અતિવ્યાપ્તિ દોષ કહેવાય છે. (૨) લક્ષ્યતાવચ્છેદકના અધિકરણમાં રહેલા અભાવનો પ્રતિયોગી થવું અર્થાત્ લક્ષ્યમાં જ ક્યાંક લક્ષણનો અભાવ રહેવો તે અવ્યાપ્તિ દોષ કહેવાય છે. (૩) લક્ષ્યતાવચ્છેદકના વ્યાપકીભૂત અભાવનો પ્રતિયોગી બનવું તે અસંભવ દોષ છે. (આનું વિસ્તૃત વર્ણન વિશેષાર્થમાં જુઓ.) વિશેષાર્થ :
વાયુનું પરિષ્કૃત લક્ષણ મૂળમાં “પરહિતસ્પર્શવાન વાયુ:' આવું જ વાયુનું લક્ષણ કર્યું છે. આ લક્ષણનો પરિષ્કાર ન્યાયબોધિની કે પદકૃત્ય ટીકામાં કર્યો નથી. તો પણ શિષ્ય બુદ્ધિ વૈશદ્યાય વાયુનું પરિષ્કૃત લક્ષણ કરાય છે.
પરહિતત્વે સતિ સ્પર્શવત્વમ્' વાયુના આ લક્ષણમાં જે સતિસપ્તમી છે, તેનો અર્થ વિશિષ્ટ કરવાથી “પરહિતત્વવિશિષ્ટપ્પર્શવત્વમ્' એ પ્રમાણે વાયુનું લક્ષણ થશે.
અહીં “રહિત’ શબ્દનો અર્થ અત્યતાભાવવાનું સમજવો. દા.ત. ધનરહિતપુરુષ: = “ધનના અભાવવાળો પુરુષ' આવો અર્થ થશે. તેવી રીતે “રૂપરહિત પદનો “રૂપના અભાવવાળો” એવો અર્થ થશે. હવે યસ્થામાવ: સ પ્રતિયોગી = જેનો અભાવ હોય તે અભાવનો પ્રતિયોગી કહેવાય. અહીં રૂપનો અભાવ છે માટે રૂપ પ્રતિયોગી (વિરોધી) બન્યું, રૂપમાં પ્રતિયોગિતા