________________
૩૯
આવી અને એ પ્રતિયોગિતાને જણાવનાર અભાવ છે. તેથી રૂપાભાવને “રૂપનિષ્ટપ્રતિયોગિતામવિઃ' કહી શકાય.
ત: વાયુનું લક્ષણ થશે ... “નિષ્ટપ્રતિયોગિતામાવવિશિષ્ટસ્પર્શવત્વે વાયોર્નક્ષનું અર્થાત્ રૂપમાં રહેલી પ્રતિયોગિતાને જણાવનાર જે રૂપાભાવ છે, તેનાથી વિશિષ્ટ સ્પર્શવાળો જે હોય તેને વાયુ કહેવાય છે.
શંકા ? જેવી રીતે સ્વપિતૃત્વસંબંધથી રામવિશિષ્ટ દશરથ કહેવાય છે, સંયોગસંબંધથી ઘટવિશિષ્ટ ભૂતલ કહેવાય છે, તેવી રીતે રૂપરહિતત્વથી વિશિષ્ટ સ્પર્શ ક્યા સંબંધથી કહ્યો છે?
સમા. : નિયમ છે “સતિ વધત વૈશિä સર્વત્ર સામાનધારપેન વોધ્યમ્' અર્થાત્ સતિસપ્તમીથી જણાવાયેલું વૈશિર્ય બધી જગ્યાએ સામાનાધિકરણ્ય સંબંધથી જાણવું જોઈએ. અહીં પણ સતિસપ્તમી દ્વારા રૂપાભાવનું વૈશિર્ય સ્પર્શમાં જણાવાયું હોવાથી સામાનાધિકરણ્ય સંબંધથી રૂપાભાવવિશિષ્ટ સ્પર્શ થશે. અર્થાત્ રૂપાભાવ અને સ્પર્શ આ બંને વાયુમાં રહે છે. એવું સૂચિત થશે.
શંકા : અરે ભાઈ! “સતિસપ્તા....”આ નિયમમાં શું પ્રામાણ્ય છે? અર્થાત્ સામાનાધિકરણ્ય સંબંધથી જ વૈશિષ્ટ્રય કેમ લેવું. યેન કેન સંબંધથી વૈશિષ્ટ્રય લેવામાં શું હાનિ છે?
સમા. : જો રૂપાભાવનું વૈશિશ્ય સ્પર્શમાં કોઈ બીજા જ સંબંધથી લેશું તો પૃથિવી વગેરેમાં અતિવ્યાપ્તિ આવશે. તે આ પ્રમાણે- પૃથિવી વગેરેમાં જે સ્પર્શ છે, એ સ્પર્શમાં રૂપાભાવ સ્વરૂપ સંબંધથી (= અભાવીયવિશેષણતા સંબંધથી) રહે છે. રૂપાભાવ
રૂપાભાવ || - સ્વરૂપસંબંધ
- સ્વરૂપસંબંધ સ્પર્શ
સ્પર્શ 1 - સમવાયસંબંધ 1 - સમવાયસંબંધ પૃથિવી, જલ, તેજ
વાયુ આમ, સ્વરૂપ સંબંધથી રૂપાભાવવિશિષ્ટ સ્પર્શ જેમ વાયુમાં છે, તેમ પૃથિવી વગેરેમાં પણ છે. લક્ષણ કર્યું છે વાયુનું અને ગયું પ્રથિવી વગેરેમાં, તેથી અતિવ્યાપ્તિ આવશે.
પરંતુ સતિસપ્તમી દ્વારા જણાવાયેલું વૈશિષ્ટ્રય સામાનાધિકરણ્ય સંબંધથી લઈશું તો લક્ષણ પૃથિવી વગેરેમાં જશે નહીં. કારણ કે સામાનાધિકરણ્ય સંબંધથી પૃથ્વીનો જે સ્પર્શ છે તે ત્યારે જ રૂપાભાવ વિશિષ્ટ બને જ્યારે પૃથ્વીમાં સ્વરૂપસંબંધથી રૂપાભાવ રહે. પરંતુ એવું ક્યારેય બનતું નથી કારણ કે પૃથ્વીમાં કોઈને કોઈ રૂપ તો રહે જ છે. જ્યારે વાયુમાં રૂપાભાવ અને સ્પર્શ બંને હોવાથી સામાનાધિકરણ્ય સંબંધથી રૂપાભાવવિશિષ્ટ સ્પર્શવાનું વાયુ જ બનશે.