________________
૪૩
રૂપાભાવનિષ્ઠ આધેયતાવચ્છેદક સંબંધનો નિવેશ શંકા : જેવી રીતે સંયોગસંબંધથી વનિ પર્વત પર રહેવા છતા કાલિકસંબંધથી વનિ હૃમાં પણ રહે છે એવું કહેવાય છે, કારણ કે તે વનિઃ એટલે કે “જે કાલમાં સરોવર છે તે કાલમાં વનિ છે' આવી પ્રતીતિ થાય છે. તેવી રીતે રૂપાભાવ અભાવીયવિશેષણતા સંબંધથી ભલે વાયુમાં રહેતો હોય પરંતુ “ઘટછાને રૂપામાવ:' એટલે “જે કાલે ઘટ છે તે કાલે રૂપાભાવ છે” આવી પણ પ્રતીતિ થાય છે. તેથી રૂપાભાવ કાલિક સંબંધથી જન્ય પૃથિવી વગેરેમાં રહી જશે. અને જન્ય પૃથિવી વગેરે સ્પર્શવાળી તો છે જ.
આમ લક્ષણ હતું વાયુનું અને ગયું જન્ય પૃથિવી વગેરેમાં તેથી અતિવ્યાપ્તિ આવશે.
સમા. : અમે વાયુના લક્ષણમાં રૂપાભાવમાં રહેલી આધેયતાના અવચ્છેદક સંબંધનો નિવેશ કરશું તેથી આપત્તિ નહીં આવે. તે આ પ્રમાણે - રૂપાભાવ વાયુમાં રહેતો હોવાથી રૂપાભાવ એ આધેય છે તેથી તેમાં આધેયતા આવશે. હવે નિયમ છે કે “આધેય પોતાના અધિકરણમાં જે સંબંધથી વિવક્ષિત હોય તેને આધેયતાનો અવચ્છેદક સંબંધ કહેવાય છે અને આધેયતા તે સંબંધથી અવચ્છિન્ન કહેવાય છે.” અભાવ મુખ્યતયા અભાવીયવિશેષણતા સંબંધથી પોતાના અધિકરણમાં રહેલો મનાય છે. તેથી રૂપાભાવમાં રહેલી આધેયતાનો અવચ્છેદક સંબંધ અભાવીયવિશેષણતા સંબંધ થશે. આ અભાવીયવિશેષણતા સંબંધથી રૂપાભાવ જન્યપ્રથિવી વગેરેમાં નહીં પરંતુ વાયુમાં મળશે અને ત્યાં સ્પર્શ તો છે જ. આમ, લક્ષણ હતું વાયુનું અને ગયું પણ વાયુમાં તેથી નાતિવ્યાપ્તિ.
ગત: વાયુનું લક્ષણ આ પ્રમાણે થશે... “સમવાયસંવંધાઈનરૂપત્નીવંછનરૂતરધનवच्छिन्नरूपनिष्ठप्रतियोगिताकाभावनिष्ठअभावीयविशेषणतासंबंधावच्छिन्नाधेयतानिरूपिताfધરતિ વત્તે સતિ સ્વર્ણવત્ત્વમ્' અર્થાત્ સમવાયસંબંધથી રૂપવેન રૂપ માત્રનો અભાવ, અભાવી વિશેષણતા સંબંધથી જ્યાં રહે અને સ્પર્શ પણ રહે તે વાયુ છે.
નિરવચ્છિન્નાધિકરણતાનો નિવેશ શંકા : વાયનું તાદેશ લક્ષણ કરવા છતાં પણ ‘ઉત્પન્ન ક્ષ દ્રવ્ય નિકુળ નિક્રિયગ્ર તિતિ” અર્થાત્ “પ્રથમ ક્ષણે ઉત્પન્ન થયેલું દ્રવ્ય એ ગુણ અને ક્રિયા વગરનું હોય છે આ નિયમથી પ્રથમ ક્ષણના ઘટમાં રૂપાભાવ (અભાવીયવિશેષણતાનામક સ્વરૂપસંબંધથી) છે. અને દ્વિતીયાદિ ક્ષણના એ જ ઘટમાં સ્પર્શ પણ છે. આમ ઘટમાં પણ રૂપાભાવ અને સ્પર્શ બન્ને રહે છે. અત: લક્ષણ હતું વાયુનું અને ગયું અલક્ષ્ય એવા ઘટમાં તેથી ફરી અતિવ્યાપ્તિ આવશે.
સમા. : અમે વાયુના લક્ષણમાં રૂપાભાવની અધિકરણતા નિરવચ્છિન્ન લઈશું તેથી અમને કોઈ દોષ આવશે નહીં. તે આ પ્રમાણે - જે પદાર્થ પોતાના અધિકરણમાં અમુક દેશ અને અમૂક કાળમાં રહેતો હોય તે પદાર્થની અધિકરણતા સાવચ્છિન્ન કહેવાય છે અને જે પદાર્થ પોતાના અધિકરણમાં સર્વદેશ કે સર્વકાળમાં વ્યાપીને રહેતો હોય તે પદાર્થની અધિકરણતા