________________
નિરવચ્છિન્ન કહેવાય છે.
અહીં = પ્રકૃતમાં પ્રથમ ક્ષણના ઘટમાં ભલે રૂપ નથી રહેતું પરંતુ દ્વિતીયાદિ ક્ષણના ઘટમાં તો રૂપ આવી જાય છે. તેથી ઘટમાં રૂપાભાવની અધિકરણતા સાવચ્છિન્ન છે અને વાયુના લક્ષણમાં તો રૂપાભાવની અધિકરણતા નિરવચ્છિન્ન કહી છે. આવી રૂપાભાવની નિરવચ્છિન્ન અધિકરણતા તો વાયુમાં મળશે. કારણ કે વાયુમાં પ્રથમ ક્ષણમાં પણ રૂપ નથી રહેતું અને દ્વિતીયાદિ ક્ષણમાં પણ રૂપ નથી રહેતું.
નિરૂપિત
નિરૂપિત અધિકરણતા નિરૂપિત
,
પ્રથમક્ષણીયઘટમાં
રૂપાભાવ
અધિકરણતા
દ્વિતીયાદિક્ષણીયઘટમાં
યાવદ્યણીયવાયુમાં
આમ, લક્ષણ હતુ વાયુનું અને ગયુ પણ વાયુમાં. તેથી કોઈ દોષ નથી. અત: વાયુનું લક્ષણ આ પ્રમાણે થશે......... ‘ સમવાયસંબંધાવચ્છિન્નરુપત્નાવચ્છિન્નતાધર્માનવચ્છિન્નરૂપનિષ્ઠપ્રતિयोगिताकाभावनिष्ठा, या अभावीयविशेषणतासंबंधावच्छिन्नाधेयता तन्निरूपितनिरवच्छिन्नाधिकरणतावत्त्वे सति स्पर्शवत्त्वम् '
રૂપ
૪૪
અધિકરણતા રૂપાભાવ
સ્વરૂપસંબંધ
સ્પર્શનિષ્ઠ આધેયતાવચ્છેદક સંબંધનો નિવેશ
શંકા વાયુનું ઉપરોક્ત લક્ષણ કરશું તો આ લક્ષણ કાલમાં જતું રહેવાથી અતિવ્યાપ્તિ આવશે. કારણ કે રૂપાભાવ જેમ અભાવીયવિશેષણતા સંબંધથી (સ્વરૂપસંબંધથી) વાયુમાં રહે છે તેમ રૂપાભાવ અભાવીયવિશેષણતા સંબંધથી કાલમાં પણ રહે છે. (કારણ કે જ્યાં સ્વાભાવિક રીતે રૂપ નથી અર્થાત્ અધિકરણ અરૂપી છે ત્યાં રૂપાભાવ અભાવીયવિશેષણતા સંબંધથી રહે છે.) અને સંપૂર્ણ કાલને વ્યાપીને રૂપાભાવ રહેલો હોવાથી કાલમાં રૂપાભાવની અધિકરણતા પણ નિરવચ્છિન્ન જ છે. આમ રૂપાભાવનું અધિકરણ કાલ બની જશે અને ‘અસ્મિન્ જાતે સ્પર્શઃ' આવી પ્રતીતિ પણ થાય છે. તેથી કાલિક સંબંધથી કાલ સ્પર્શનું પણ અધિકરણ છે.
રૂપાભાવ
સ્પર્શ
-કાલિકસંબંધ
કાલ
આમ, કાલમાં રૂપાભાવ અને સ્પર્શ બન્ને રહે છે તેથી લક્ષણ હતું વાયુનું અને ગયું કાલમાં. તેથી અતિવ્યાપ્તિ આવશે.
સમા. : વાયુના લક્ષણમાં સ્પર્શમાં રહેલી આધેયતાના અવચ્છેદક સંબંધનો નિવેશ કરશું. અર્થાત્ સ્પર્શ જે સંબંધથી વાયુમાં રહે છે તે સંબંધને જણાવશું. તેથી કોઈ આપત્તિ આવશે નહીં. કારણ કે રૂપાભાવ ભલે અભાવીયવિશેષણતા સંબંધથી કાલમાં રહેતો હોય પરંતુ