________________
૩૭ શરીર, ઇન્દ્રિય અને વિષયના ભેદથી ત્રણ પ્રકારનો છે. (૧) વાયુલોકમાં જીવોનું જે શરીર છે તે વાયુ સંબંધી છે. (૨) જે ઇન્દ્રિય સંપૂર્ણ શરીરમાં રહે છે અને સ્પર્શને ગ્રહણ કરે છે તે ત્વમ્ ઇન્દ્રિય પણ વાયુ સંબંધી છે. અને (૩) વૃક્ષ વિગેરેને કંપાવવામાં જે વાયુ કારણ છે તે વાયુને વિષયરૂપ વાયુ કહેવાય છે. મનુષ્યાદિના શરીરમાં ફરનારા વાયુને પ્રાણવાયુ કહેવાય છે. તે એક હોવા છતાં ઉપાધિના ભેદથી પ્રાણ, અપાનાદિ જુદા જુદા નામોને પ્રાપ્ત કરે છે.
(न्या०) एवं पृथिव्यादित्रिकं निरूप्य वायं निरूपयति - रूपरहित इति। रूपरहितत्वे सति स्पर्शवत्त्वं वायोर्लक्षणम्। सतिसप्तम्या विशिष्टार्थक तया रूपरहितत्वविशिष्टस्पर्शवत्त्वं वायोर्लक्षणम्। विशेषणांशानुपादाने स्पर्शवत्त्वमात्रस्य लक्षणत्वे पृथिव्यादित्रिकेऽतिव्याप्तिः, तद्वारणाय विशेषणोपादानम्। तावन्मात्रोपादाने आकाशादावतिव्याप्तिः, तद्वारणाय विशेष्योपादानम्।
ક ન્યાયબોધિની એક એ પ્રમાણે પૃથિવી, જલ અને તેજ આ ત્રણનું નિરૂપણ કરીને હવે મૂલકારશ્રી વાયુનું નિરૂપણ કરે છે. “પરહિતત્વે સતિ સ્પર્શવત્વમ્' આ વાયુનું લક્ષણ છે. લક્ષણમાં જે સતિસપ્તમી આવેલી છે, તેનો અર્થ વિશિષ્ટ' કરવો અને તેથી “પરહિતત્વવિશિષ્ટ સ્પર્શવત્વમ્' આ પ્રમાણે વાયુનું લક્ષણ થશે. (વાયુનું પરિષ્કૃત લક્ષણ વિશેષાર્થમાં જોવું.) * હવે જો વાયુના લક્ષણમાં “પરહિતત્વ' વિશેષણ ન આપીએ અને “સ્પર્શવાળો હોય તે વાયુ” એટલું જ કહીએ તો પૃથિવી, જલ અને તેજ આ ત્રણેયમાં અતિવ્યાપ્તિ આવશે. (કારણ કે સ્પર્શવાળા તો પૃથિવી વગેરે પણ છે.) પરંતુ લક્ષણમાં “પરહિતત્વ' એ વિશેષણના નિવેશથી પૃથિવી વગેરેમાં લક્ષણ જશે નહીં. કારણ કે પૃથિવી વગેરે રૂપરહિત નથી. * હવે જો ‘રૂપાભાવવાળો હોય તે વાયુ” આટલું જ વાયુનું લક્ષણ કરો તો આકાશ વગેરેમાં અતિવ્યાતિ આવશે. (કારણ કે આકાશ વગેરે પણ રૂપાભાવવાળા છે.) પરંતુ લક્ષણમાં “સ્પર્શવત્વમ્' એ વિશેષ્ય પદના ઉપાદાનથી આકાશાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે (કારણ કે આકાશાદિ સ્પર્શવાળા નથી.) __ अतिव्याप्ति म अलक्ष्ये लक्षणसत्त्वम्। यथा गोः शृङ्गित्वं लक्षणं कृतं चेल्लक्ष्यभूतगोभिन्नमहिष्यादावतिव्याप्तिस्तत्रापि शृङ्गित्वस्य विद्यमानत्वात्। अव्याप्तिर्नाम लक्ष्यैकदेशावृत्तित्वम्, लक्ष्यैकदेशे लक्ष्यतावच्छेदकाश्रयीभूते क्वचिल्लाक्ष्ये लक्षणासत्त्वमव्याप्तिरित्यर्थः। यथा गोर्नीलरूपवत्त्वं लक्षणं कृतं चेल्लक्ष्यतावच्छेदकाश्रयीभूतश्वेतगवि अव्याप्तिः, तत्र नीलरूपाभावात्। असंभवो नाम लक्ष्यमात्रे कुत्रापि लक्षणासत्त्वम्। यथा गोरेकशफवत्त्वम्। गोसामान्यस्य द्विशफवत्त्वेन एकशफवत्त्वस्य कुत्राप्यसत्त्वात्। अतिव्याप्त्यव्याप्त्यसंभवानां निष्कृष्टलक्षणानि - लक्ष्यतावच्छेदकावच्छिन्न