________________
૩૫
इन्द्रियं रूपग्राहकं चक्षुः कृष्णताराग्रवर्ति । विषयश्चतुर्विधो भौमदिव्योदर्याकरजभेदात् । भौमं वह्नयादिकम्। अबिन्धनं दिव्यं विद्युदादि । भुक्तस्य परिणामहेतुरुदर्यम् । आकरजं सुवर्णादि ॥
જેનો ઉષ્ણસ્પર્શ છે તેને તેજ કહેવાય છે. તે તેજ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. પરમાણુરૂપે તેજ નિત્ય છે અને કાર્યરૂપે તેજ અનિત્ય છે. તે અનિત્ય તેજ પણ શરીર, ઇન્દ્રિય અને વિષયના ભેદથી ત્રણ પ્રકારે છે. (૧) આદિત્ય લોકના = સૂર્ય લોકના જીવોનું જે શરીર છે તે તૈજસ શરીર છે. (૨) જે ઇન્દ્રિય કીકીના અગ્ર ભાગે રહે છે અને રૂપને ગ્રહણ કરે છે તે ચક્ષુરિન્દ્રિય પણ તેજસ = તેજ સંબંધી ઇન્દ્રિય કહેવાય છે. (૩) વિષયરૂપ તેજ ચાર પ્રકારે છે.
* ભૌમ તેજ = ભૂમિ સંબંધી તેજ તે ભૌમ તેજ છે. દા.ત. → લાકડા વગેરે ઇન્ધનમાંથી જે અગ્નિ પેદા થાય છે તે ભૌમ તેજ છે. (મૂમૌ મવું = મૌમ)
* દિવ્ય તેજ = આકાશ સંબંધી તેજ તે દિવ્ય તેજ છે. દા.ત. → પાણી છે ઇન્ધન જેનું અર્થાત્ પાણીથી ઉત્પન્ન થનાર વિજળી વગેરે દિવ્ય તેજ છે. (વિવિ ભવં = વિi) * ઉદર્ય તેજ ઉદર સંબંધી તેજ તે ઉદર્ય તેજ છે. દા.ત. → ખાધેલી વસ્તુઓને પચાવવામાં કારણભૂત જે પેટનો અગ્નિ છે. તે ઉદર્ય તેજ છે. (રે મવં = ચર્ચ) * આકરજ તેજ = ખાણ સંબધી તેજ તે આકરજ તેજ છે. દા.ત. → ખાણમાં જે સુવર્ણાદિ સાત ધાતુઓ ઉત્પન્ન થાય છે. તે આકરજ તેજ છે. (આરે નાતં =ગાજરનું)
=
વિશેષાર્થ :
શંકા : હે નૈયાયિક! હળદર પીળી અને વજનમાં ભારે હોવાથી જો તમે એને પાર્થિવ માનો છો તો સોનાને પણ હળદરની જેમ પાર્થિવ દ્રવ્ય જ કહો ને...... અને બીજી વાત તમે તો તેજમાં ઉષ્ણસ્પર્શ અને ભાસ્વરશુક્લરૂપ માન્યું છે. જ્યારે સોનામાં ન તો ઉષ્ણસ્પર્શ છે અને ન તો ભાસ્વરશુક્લરૂપ છે, તેથી પણ સોનાને પાર્થિવ દ્રવ્ય માનવું જ યોગ્ય છે.
સમા. અમે સોનાને પુરા અંશમાં તેજસ્વરૂપ નથી સ્વીકારતા. જેવી રીતે મનુષ્ય વગેરેનું આખું શરીર પાર્થિવ તત્ત્વથી નથી બન્યું, પરંતુ એમાં જલાદિતત્ત્વોનું પણ મિશ્રણ છે. તેવી જ રીતે સોનામાં પણ જે પીળો ભાગ અને ભારેપણુ છે તે પૃથિવીના અંશ છે. અર્થાત્ સોનુ પણ તૈજસ અને પાર્થિવ એમ બે તત્ત્વના મિશ્રણથી બન્યું છે, પરંતુ સુવર્ણ છે તો તેજસ પદાર્થ જ અને સુવર્ણનો જે ઉષ્ણસ્પર્શ છે તે પાર્થિવ પદાર્થોની અધિકતામાં અન્નદ્ભૂત થઈ ગયો છે.
સુવર્ણનો અમુક અંશ તૈજસ્ છે એમાં શું પ્રમાણ છે? એના કરતા સુવર્ણને સંપૂર્ણ અંશમાં પાર્થિવ જ માની લો ...આનો ઉત્તર મુક્તાવલી વિગેરે ગ્રન્થોમાં વિસ્તારથી આવશે.
( प० ) उष्णेति । जलादावतिव्याप्तिनिरासाय उष्णेति । कालादावतिप्रसङ्गवारणाय समवायसंबन्धेनेति पदं देयम् । इन्द्रियमिति । घ्राणादावतिव्याप्तिवारणाय रूपग्राहकमिति ।